________________
આત્મા પણ મુકત થવા માટે, પૂર્વે કરેલા પ્રયોગોના આવતા વેગથી, ઊર્ધ્વગતિ કરે છે. કોશમાં રહેલું એરંડબીજ સુકાય, ત્યારે કોશ ફાટવાથી તે વૃક્ષમાંથી નીકળી,
ઊંચે જાય છે. તેવી રીતે કર્મબંધન દૂર થતાં આત્મા, ઊંચે જાય છે. (૩) અગ્નિની જવાળા, જેમાં સ્વાભાવિક રીતે ઊંચે જાય છે. તેમ આત્મા પણ,
સ્વાભાવિક ગતિથી ઊંચે જાય છે. (૪) તુંબડીનું સ્વાભાવિક લક્ષણ, પાણીમાં તરવાનું છે પણ માટીથી લેપાયેલી
તુંબડી, પાણીમાં ડૂબી જાય છે. અને માટી પાણીમાં પલાળીને નીકળી જાય છે. ત્યારે તુંબડી જેમ તરવા લાગે છે, તેમ કર્મના સંગથી આત્મા, અધોગતિમાં હતો, તે સંગ જતાં, આત્માની ઊર્ધ્વગતિ થાય છે. આમ પૂર્વપ્રયોગાદિ કારણથી આત્મા ઊર્ધ્વગતિ કરે છે. અહીં પૂર્વ પ્રયોગ સાથેના આદિ શબ્દથી, એ સૂચવાય છે કે કર્મનાશની સાથે, કેટલાક ભાવોનો પણ નાશ મોક્ષપ્રાપ્તિ માટે આવશ્યક છે. એ ભાવ મુખ્યત્વે ચાર છે : ઔપથમિક; ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક. પૂર્વ પ્રયોગાદિ કારણથી વેગ પામેલો આત્મા સ્વાભાવિક ગતિ થી સિદ્દાલય તરફ જાય છે. સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી, આત્મા જયાં સ્થિરતા પામે છે, તેને સિદ્ધાલય કહેવામાં આવે છે. તે સ્થાન લોકને છેડે આવેલું છે. એથી ઉપર આત્મગતિ ન થવાનું કારણ એ છે કે, એથી ઉપર જવા માટે ગતિમાં સહાયક થનારું ધર્માસ્તિકાય તત્વ અલોકમાં છે જ નહિ. જીવ તથા અજીવ બન્ને હોય, તે લોક અને અજીવનું માત્ર, આકાશતત્વ જ હોય, તે અલોક. સિદ્ધાલય લોકને છેડે આવેલું છે, તેથી ઊંચે અલોકમાં ધર્માસ્તિકાય તત્ત્વ ન હોવાથી, આત્મા ત્યાં ગતિ કરી શકતો નથી. અને નીચે આવવાનો તો, તેનો સ્વભાવ
જ નથી, એથી આત્મા સિદ્ધક્ષેત્રમાં રહે છે, પૂર્વઅવસ્થાએ અવસ્થિત ગુણ પહેલાંની અવસ્થામાં રહેલો ગુણ; ગુણનો પૂર્વ
પર્યાય; પૂર્વ ગુણ પર્યાય. પુર્વને ઉત્તર વ્યતિરેક પૂર્વ એટલે પહેલાંનો; ઉત્તર એટલે પછીનો. (ચેતન પહેલાનાં
અને પછીના બન્ને પર્યાયોને સ્પર્શ છે તેથી તે અપેક્ષાએ ધ્રૌવ્ય છે, પછીના
૬૩૩ અર્થાત્ વર્તમાન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે અને પહેલાંના પર્યાયની
અપેક્ષાએ વ્યય છે.) પૂર્વના પુરુષો પૂર્વ પુરુષોની વાણીમાં સત્ય, મતિમાં, ગ્રુવ, મનમાં દયા, પરાક્રમરૂપ
ભૂજાઓમાં શૂરવીરતા, યાચકોને પૂર્ણ લક્ષ્મીનું દાન અને મોક્ષમાર્ગમાં ગમન ઇત્યાદિ, સગુણો હતા, એમ આગમમાં સંભળાય છે. પણ આશ્ચર્ય છે કે, આ પંચમકાલમાં લેશમાત્ર એવા ગુણો નથી, છતાં મનુષ્યોમાં ઉદ્ધતપણું, વિશેષ રીતે જોવામાં આવે છે. અર્થાત અત્યારની પ્રજામાં ગુણોની અપેક્ષાએ,
અભિમાન વિશેષ દેખાય છે. પૂર્વનિબદ્ધ :પૂર્વે બંધાયેલા પૂર્વ :ચર્ચા કે નિર્ણય માટે કોઇ શાસ્ત્રીય વિષયની બાબતમાં રજૂ કરેલો પક્ષ કે
પ્રશ્ન પૂર્વપર્યાય પહેલાંના પર્યાય. પુર્વપ્રયોગ :પૂર્વના બંધાયેલા પ્રારબ્ધથી. પૂર્વભવ કેમ મનાય ? આત્મા વર્તમાનમાં છે, છે તો, તેની આદિ નથી. તેમજ
અંત પણ નથી. આ ભવ છે, તો પૂર્વ ભવ પણ હતો જ. જેમ ઘીનું માખણ ન થાય, તેમ મોક્ષદશા પ્રગટ કરી હોય, તો ફરી અવતાર હોય નહિ. આત્મા, અનાદિથી સંસાર દશામાં અશુદ્ધ છે. શુભ અશુભ એવા અશુદ્ધ ભાવનું ફળ, ચાર ગતિમાં ભ્રમણ છે. અનંત કાળથી પોતાને ન સમજયો, માટે આત્મા
રખડ્યો છે. પવૅરંગથળ : નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા
સભા હોય છે અને નૃત્ય (નાટય, નાટક) કરનાર હોય છે કે જેઓ અનેક
સ્વાંગ ધારે છે તથા શંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદભુત-એ આઠ રસ છે તે લૌકિક રસ છે; નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે, નૃત્યમાં તેનો અધિકાર નથી. આ રસોમાં સ્થાયી ભાવ, સાત્ત્વિક ભાવ, અનુભાવી ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દૃષ્ટિ આદિનું વર્ણન રસગ્રંથોમાં છે ત્યાંથી જાણવું અને સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે