________________
પર્ણ આત્મદ્રવ્યને પામવાનાં ત્રણ પગલાં શુદ્ધ નયનો વિષય પૂર્ણાનંદસ્વરસ પ્રભુ
ત્રિકાળી આત્મા છે. તેને અભેદ વિવક્ષામાં શુદ્ધનય કહે છે. ત્રિકાળી શુદ્ધ એક ચિદ્રપસ્વરૂપ આત્માને અભેદથી શુદ્ધનય કહે છે. શુદ્ધનનું અર્થાત્ ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદ નિર્મળાનંદ પ્રભુ આત્માનું જ્ઞાન કરીને, પૂર્ણ
જ્ઞાનાનંદ સ્વરૂપનું શ્રદ્ધાન કરવું, તે સમ્યગ્દર્શન છે. તે પ્રથમ પગલું છે. પ્રથમ શુદ્ધનય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જાણવું; કેમ કે જાણયા વિના શ્રદ્ધાન
કોનું કરે ? માટે પ્રથમ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેની પ્રતીતિ કરવી કે પૂર્ણ ચિદાનંદઘન અનંત શક્તિઓનો પિંડ પ્રભુ હું આ આત્મા છું એનું નામ સમ્યગ્દર્શન છે. આ પ્રથમ પગલું છે. આ દશા ચોથા પાંચમાં ગુણસ્થાને હોય છે. ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવના જ્ઞાનશ્રદ્ધાન-અનુભવ ચોથ, પાંચમે અને છ ગુણસ્થાને હોય છે. ચોથા ગુણસ્થાને પણ શુદ્ધનય નામ શુદ્ધ વિજ્ઞાનઘન સ્વભાવ આત્માનો અનુભવ થઈને પ્રતીતિ થાય છે એ આત્મસ્વરૂપની વિશેષ લીનતા થઈ સ્વરૂપની શાંતિની વૃદ્ધિ થાય છે તે પાંચમું ગુણસ્થાન છે, ત્યાં હજુ અપમત્ત દશા
નથી. બીજુ પગલું = જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો
(પૂર્ણ જ્ઞાનનો અભ્યાસ કરવો. ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો. જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણવું-શ્રદ્ધવું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, કરી કરી તેનો જ અભ્યાસ કરવો. તે બીજુ પગલું છે. આ પગલું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. જ્ઞાનશ્રદ્ધાન થયા પછી અંદરમાં વિકલ્પનો ત્યાગ અને બહારમાં વસ્ત્રના ટુકડાનો ત્યાગ કરીને પૂર્ણ જ્ઞાનસ્વરૂપનો અભ્યાસ કરે છે. ઉપયોગને સ્વરૂપમાં જ થંભાવે છે. અહાહા ...! તે જ આત્મબાગમાં અતીન્દ્રિય આનંદની રમત માંડે છે. તેને સર્વ બાહ્ય પરિગ્રહ છૂટી જાય છે. નિરાકુલ આનંદમાં ઝુલનારા વીતરાગી અંત મુનિવરને બહારમાં વસ્ત્ર પણ નહિ અને અંતરાગમાં વિકલ્પ પણ નહિ બાપુ ! બીજી ચીજ તો શું - વસ્ત્રાના ધાગાનો પણ પરિગ્રહ
૬૩૧ મુનિને હોઈ શકે નહિ. આવું જ મુનિદશાનું સહજ સ્વરૂપ છે. એથી વિપરીત માને તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. હા, પણ વસ્ત્ર છોડવાં તો પડેને? છોડવાં શું પડે ? નિજ જ્ઞાનાનંદ સ્વરૂપમાં લીન થઈ તેમાં જ રમણતા કરતાં વસ્ત્રાદિ સર્વ પરિગ્રહ સહજ છૂટી જાય છે. રાગ રહિત આનંદની છઠ્ઠી ભૂમિકાની દશા જ એવી સહજ હોય છે કે વસ્ત્રાદિ તેના જ કારણે સહજ છૂટી જાય છે. પર વસ્તુને ગ્રહી-છોડવી એ ખરેખર આત્મામાં ક્યાં છે ? આત્મામાં પરવસ્તુનું ત્યાગ ઉપાદન શૂન્યત્વ છે. આત્માપરના ત્યાગ ગ્રહણથી શૂન્ય છે. આવો લૌકિક મારગ વીતરાગ સર્વશદેવનો ! સમજે એનું તો શું કહેવું? એતો ન્યાલ થઈ જાય. અરે લોકોએ કાંની કાંઈ માન્યુ-મનાવ્યું છે ! શું થાય પ્રભુના વિરહ પડ્યા ! કેવળજ્ઞાનની ઉત્પત્તિ અહીં રહી નહિ. અવધિજ્ઞાન અને મન:પર્યાયાજ્ઞાન પણ આ કાળે લુપ્ત થઈ ગયાં. એ લોકોએ ઝઘડા ઉભા કર્યા ! સંતો-દિગંબર મુનિવરો કેવળીના ટેકાયતીઓ કહે છે - પૂર્ણ જ્ઞાનાનંદ પ્રભુ આત્માની અંતદષ્ટિ અને અનુભવ વિના સમ્યગ્દર્શન હોય નહિ અને સમ્યગ્દર્શન પૂર્વક સ્વરૂપમાં વિશેષ વિશેષ લીનતા થવી તે ચારિત્ર છે. તે વિશેષ તો સાતમી ભૂમિકાથી હોય છે. અપ્રમત્ત દશામાં ચારિત્રની ઉગ્રતા હોય છે. પૂર્ણ સ્થિરતા ચૌદમાં ગુણસ્થાને હોય છે એ વાત અત્યારે અહીં નથી. અહીં તો ચારિત્રની ઉગ્રતા અપ્રમત્ત દશામાં હોય છે. એમ વાત છે. મુનિ છઠ્ઠા ગુણસ્થાનમાં હોય ત્યોર પાંચ મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તે પ્રમાદદશા છે. ત્યાં સુધી અપ્રમત્ત દશા ગણવામાં આવી નથી. ચોથે, પાંચમે, છ જ્ઞાન-શ્રદ્ધાન અને યથા સંભવ સ્થિરતા હોય છે, પછી બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી ઉપયોગને જ્ઞાનમાં સ્થિર કરે છે તે બીજા પ્રકારનું પગલું છે. અહાહા... ! આવો મારગ ! અત્યારે તો જોવા મળવો મુશ્કેલ થઈ ગયો છે. અરે લોકોએ મારગને ચૂંથી નાખ્યો છે ! અહીં કહે છે - આત્માને ત્રણ પ્રકારે દેખવો. દેખવો એટલે કે અંતર્મુખ થઈ અનુભવવો જેથી આત્મપ્રાપ્તિ થાય અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી