________________
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે, મનના આવરણનો ઉદય હોતાં, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને જાણનારા જીવો મનરહિત પંચેન્દ્રિય જીવો છે; કેટલાક (પંચેંદ્રિય જીવો) તો તેમને મનના આવરણનો પણ ક્ષયોપશમ હોવાથી મનસહિત (પંચેન્દ્રિય જીવો) હોય છે. તેમાં દેવો, મનુષ્યો અને નારકો મનસહિત જ હોય છે; તિર્યંચો બન્ને
જાતિનાં (અર્થાત્ મનરહિત તેમજ મનસહિત) હોય છે. પંથ પરમેષ્ઠી શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમતા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય,
અને સાધુરૂપ, પંચ સરજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સદા નમસ્કાર કરવા યોગ્ય
તથા આરાધવા યોગ્ય છે. પંથપરમેટીની ઉપાસના પરમ પુણ્યબંધનું કારણ જે આત્મરૂપ છોડીને, પરમેષ્ઠીના
રૂપની ઉપાસના કરે છે, તે ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ કરે છે. અને તેથી કર્મનો સર્વથા ક્ષય નથી કરી શકતો. કર્મોનો સર્વથા ક્ષય થયા વિના, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોક્ષની પ્રાપ્તિ માટે તેને અહંતાદિ પ્રત્યેનો ભક્તિ-રાગ, પણ
છોડવો પડશે. પંથમ કાળનાં લક્ષણો :આ કાળમાં આત્માર્થતા, ભક્તિ, સત્સંગ, નીતિ, સરળતા,
નમ્રતા વગેરે, સદગુણો ક્રમે ક્રમે ક્ષીણ થતા જશે, અને સંસારાર્થ, કુસંગ, અનીતિ, કપટપણું, વિષય કષાય ભાવ વગેરે, દુર્ગુણો વધતા જશે, એટલે કે, સાત્ત્વિક વૃત્તિનું સ્થાન રાજસી અને તામસી વૃત્તિ લેશે. આ કાળમાં એથી
સદ્ધર્મ, સત્સંગ, મુમુક્ષતા વગેરેનો લોપ થતો જશે. પંથમકાળ :દુષમકાળ; કળિકાળ; કળિયુગ પંચમગતિ મોક્ષગતિ (૨) મોક્ષ; સિદ્ધ દશા; સિદ્ધ ગતિ
આ વિભાગ પુલના સ્વરૂપનું કથન છે. સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો), ખરેખર અતિ સ્થૂલ સ્થૂલ પુદ્ગલો છે. મેરુ પર્વત આદિ, ઘન પદાર્થોના ટૂકડા થતાં, તે ભેગા ન થાય, એવી એ જ ચીજ છે. એટલે એને અતિ સ્થૂલ સ્થૂલ કહે છે. ઘી, તેલ, છાશ, દૂધ જળ વગેરે,
સમસ્ત પ્રવાહી પદાર્થો પૂલ પુગલો . (પ્રવાહી છે ને ? તો તેમને છેદતાં, સ્વયમેવ એકઠાં જોડાઇ જાય છે. તેથી તેને સ્થૂલ કહે છે.) છાયા, આતપ (તડકો), અંધકાર, ચાંદની વગેરે, પૂલસૂક્ષ્મ પુદ્ગલો છે. (આવા પદાર્થો, નેત્રથી જણાય છે, પણ છેદી શકાતા નથી, કે હાથમાં ગ્રહી શકાતા પણ નથી. તો તે સ્થૂઇ સૂક્ષ્મ પુદ્ગલો છે.) સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના વિષયો-સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ-સૂક્ષ્મ સ્થૂલ પુદ્ગલો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતાં, એવા શુભાશુભ કર્મોને યોગ્ય સ્કંધો, તે સૂમ પુદ્ગલો છે. કર્મ સૂક્ષ્મ પુદ્ગલ છે. આમનાથી વિપરીત, અર્થાત્ કર્મોને અયોગ્ય સ્કંધો, તે સૂક્ષ્મ સૂક્ષ્મ પુદ્ગલો છે. આ વિભાવયુગલોનો ક્રમ છે.
(૨) સિદ્ધગતિ; મોક્ષ ગતિ પંથમશ્નર કોયલનો મીઠો અવાજ (સૂર) - કોયલના જેવો મધુર સૂર. પંચરસ કડવો, તીખો, તુરો, ખાટો અને ગળ્યો એ પાંચ રસ. પંથસંગ્રહ પંડિત દીપચંદજી કૃત ગ્રંથ. બસો વર્ષ પૂર્વે થયેલા. પંચાગ્નિ ગાઈપત્યાગ્નિ, આહવનીય; દક્ષિણાગ્નિ, સભ્ય અને આવસથ્ય આ
નામના પાંચ અગ્નિ છે. (૧) ગાઈપત્ય=ગૃહસ્થપણું; ઘરનું કારભારું; દ્વિજ ગૃહસ્થ ઘરમાં રાખવાનો
ત્રણમાંનો એક અગ્નિ-ગાઈપત્યાગ્નિ. (૨) આહવનીય યજ્ઞને યોગ્ય; હોમવા યોગ્ય; હોમનો અગ્નિ. (૩) દક્ષિણાગ્નિ-વૈદિક કર્મકાંડ નામનાનો એ નામમાંનો એક અગ્નિ (૪) સભ્ય= (૫) આવસથ્થ=અગ્નિહોત્રનો અગ્નિ. પંચાંગી : (૧) મૂલ સૂત્ર (૨) નિર્યુકિત (૩) ભાગ (૪) પૂર્ણિ (૫) ટીકાવૃત્તિ, એ
પંચાંગી જાણવી. પંથાથાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર આ પાંચ
આચારો મુનિને હોય છે.