________________
જ્ઞાનમાં જે શેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઇ જાય અને અન્ય શેયની ઇચ્છા ન રહે તે રસ છે. તે આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનનાર બતાવે છે; અને તેમનું વર્ણન કરતા કવિશ્વર જયારે અબ્ય રસને સમાન કરીને પણ વર્ણન કરે છે. ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્યભાવ રસોનું અંગ હોવાથી, રસવત આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે.
વીતરાગભાવરૂપે શાંતરસ એ આત્માનો અલૌકિક રસ છે. અતીન્દ્રિય આનંદ અને શાન્તિનું બિંબ પ્રભુ આત્મા છે. એ ત્રિકાળી શાંતિનું બિંબ, જિનબિબ ભગવાન આત્માનો આશ્રય લેતા પરિણમનમાં જે શાંત-શાંત-શાંત અકષાય ભાવ ઉત્પન્ન થાય છે તેને અહીં શાંતરસ કહે છે. અને શાંતરસ, આનંદરસ, સ્વરૂપરસ, અદભુતરસ એમ અનેક પ્રકારે કહી શકાય છે. પૂર્વા પર ઃઆગળ-પાછળ, પહેલાંનું અને પછીનું પૂર્વાગ્રહ :મતાર્થ; માનાર્થ.
પૂર્વાનુપૂર્વ આ ભવનું કે અગાઉના ભવનું. (૨) ગતાનુગતિક;
પૂર્વી પર :પૂર્વ તેમજ પછી; પહેલાંની તેમજ પછીની; નિત્ય; (૨) આગળ પાછળ
થનારા.
પૂવોક્ત ઉપરોકત=પહેલાં કહેલું, ઉપર કહેલું.
પૂર્વાષર્વે આગળ-પાછળ. પૂર્વોપાર્જિત ઃપૂર્વ પ્રારબ્ધોદયજનિત, મોહનીય પૂર્વાલંબિત :પૂર્વે જેનું અવલંબન કર્યું હતું. પૂર્વોત્તર :પહેલાંની અને પછીની
પૂર્વાપર દોષ રહિત ઃઆગળ પાછળ, વિરોધ રહિત પૂર્વોપાર્જિત કર્યાં :પૂર્વ જન્મમાં કરેલાં તથા બંધાયેલાં કર્મ જ નહિ, પરંતુ આ જન્મમાં પણ વર્તમાનકાળથી પૂર્વે કરેલાં તથા બંધાયેલાં કર્મ પણ સમાવેશ પામે છે.
પેથોડું :પરિશિષ્ટ; બાકી રહેલું; શેષ બચેલું; પૂરવણી; શેષ પૂર્તિ.
૬૩૪
પંગુ :અસમર્થ (૨) પાંગળો અર્થાત્ જાણવા સિવાય, પરમાં આત્મા કાંઇ જ કરી
શકતો નથી. આનું નામ, આત્માનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. (૩) પાંગળો; કાંઇ પણ કરવાને અશકત (૪) અસમર્થ
પંચ પરમેષ્ઠી :સર્વોત્કૃષ્ટ ઈષ્ટ હોય તેનું નામ પરમેષ્ટ છે. તેવા પાંચ પરમ ઈષ્ટ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. (૨) અરિહંદ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચેય પરમેષ્ઠીઓ છે.
પંચ પરાવર્તનનું સ્વરૂપ ઃ
ભવ પરાવર્તન=નારકી, તિર્યંચ, મનુષ્ય તથા દેવના ભવ, અનંતવાર કર્યા કોઇવાર સડેલ કૂતરો થયો, તો કોઇ વાર મોટો રાજા થયો એક સેકંડમાં કરોડો રૂપિયા પેદા થાય એવી રાજ સંપદા પામ્યો, ત્યાંથી કરીને નરકમાં પણ જાય, ત્યાંથી ભુંડ, સિંહ થાય, એમ ભવચક્ર ચાલ્યા કરે, પણ નિર્વિકારી અનંત સુખમૂર્તિ આત્મા પરથી જુદો છે, એવી અપૂર્તિ વાત જીવે, કહી સાંભળી નથી.
•
ભાવ પરાવર્તન= જીવે અનંત પ્રકારના શુભ-અશુભ, પુણ્ય-પાપના ભાવો કર્યા. એકેક સેકન્ડના અબજો રૂપિયાનું દાન આપવાના શુભભાવ કર્યા, કોઇ કોઇવાર તીવ્ર મૂર્ચ્છ વડે મહા પાપ બાંધી, નરકમાં જવાના ભાવ કર્યા. શુભાશુભ ભાવ વડે નિરંતર પરિભ્રમણ કર્યું. આવું પરિભ્રમણ અનાદિથી ચાલુ છે. પણ સમ્યજ્ઞાન વડે, કોઇવાર આંતરો પાડયો નહિ. પર્વત ઉપર વીજળી પડવાથી થયેલ ખાઇ રેણથી સંધાય નહિ, તેમ હું જ્ઞાનજયોતિ ચિદાનંદ પરથી જુદો, એવું ભેદજ્ઞાન થાય પછી મોક્ષદશા પ્રગટ થયા વિના રહે નહિ. યથાર્થ આત્મજ્ઞાન વિના, બીજું બધું જીવે અનંતવાર કયું છે. શરીરે કાંટા વીંટી બાળી મૂકે, પણ ક્રોધ ન કરે છ છ મહિનાના ઉપવાસ કરે ને પારણે, એક બોખાનો દાણો ખાઇ, ફરી છ મહિનાના ઉપવાસ કરે, ઉત્કૃષ્ટ પુણ્યભાવ અજ્ઞાનપણે કરી, નવમી ત્રૈવેયક સુધી ગયો, પણ પુણ્ય પાપ રહિત, આત્મ સ્વભાવને જાણ્યો નહિ, તેથી એક પણ ભવ ઘટયો નહિ શુભ અશુભ ભાવના અસંખ્ય પ્રકાર છે, તેમાં મિથ્યાદષ્ટિથી થતાં ઉંચામાં ઉંચા પુણ્ય, અને ઘોર પાપ થાય દરેક જીવે અનંતવાર કર્યા;