________________
કૃતકૃત્ય, પંચમગતિ છે. એવું અંતરમાં નકકી કરી કર્યા, તેવા અનંત આત્મા, તે ગતિને પામ્યા સિદ્ધ પરમાત્મપણું ઓળખી, તેનો આદર કરો તો તેમાં સ્થિરતા વડે માક્ષ દશા પ્રગટે છે. પૈસાથી, પુણ્યથી કે પરના આશ્રય, અવિકારી આત્માનો સ્વભાવ મળે નહી; પણ જો કોઇ આત્માને સમજે, તો તેનાથી મળે. અહો! સંપૂર્ણ સ્વતંત્રતાની
કેવી સુંદર વાત કરી છે. પુરમાર્થ પ્રયોજનની સિદ્ધિ પુરુષ નામ આત્માનું છે, અને અર્થ નામ, મોક્ષનું છે.
આ રીતે (સ્વાશ્રિત નિશ્ચય શુદ્ધિ સહિત) વ્રતોના પાલનથી, સમ્યદ્યારિત્રની પ્રાપ્તિ થાય છે અને સમ્મચારિત્રની પ્રાપ્તિ થવાથી, શીધ્ર જ મોક્ષ પ્રાપ્ત થઇ
જાય છે. તપ વિના સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. પરષાર્થ સિદ્ધ ઉપાય ચૈતન્ય પુરુષ-આત્માનું પ્રયોજન સિદ્ધ કરવાનો ઉપાય (૨)
ચૈતન્ય પુરુષનું પ્રયોજન સિદ્ધ કરવાનો ઉપાય. અથવા જિન પ્રવચન રહસ્ય કોષ = જૈનસિદ્ધાંતના રહસ્યોનો ભંડાર (૩) ચૈતન્ય પુરુષનું પ્રયોજન સિદ્ધ
કરવાનો ઉપાય. પુરષાથથી જ મોણ પ્રતિ આત્માની પર્યાયમાં આકુળતા થાય છે તે મટાડવાનો
ઉપાય અમારે આધીન છે કે કાળને આધીન છે? અથવા મોક્ષનો ઉપાય કર્મ મંદ પડે તેથી થાય કે પુરુષાર્થપૂર્વક થાય? જો કાળલબ્ધિ મળતાંને કર્મનો ઉપશમ થતાં ઉપાય થાય છે, તો ઉપદેશ શા માટે આપો છો? તથા જો આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન ને અનુભવ પુરુષાર્થથી થાય છે એમ કહેવા માંગતા હો તો બધા ઉપદેશ સાંભળે છે તો કોઇ પુરુષાર્થ કરી શકે છે તથા કોઇ કરી
શકતા નથી તેનું શું કારણ? ઉત્તર :- મોક્ષની પર્યાય હિતરૂપ છે. સંસાર પર્યાય અહિતરૂપ છે. એવો નિર્ણય
કરવામાં બધુ આવી જાય છે. પુરુષાર્થ કરતાં, બધાં કારણો મળી રહે છે. કર્મબદ્ધ પર્યાયના નિર્ણયમાં એકલો પુરુષાર્થ છે. જે સમયે જે થવાનું છે, તે થવાનું છે. તેવો નિર્ણય સ્વભાવના નિર્ણયથી થાય છે, ને તેમાં અનંત પુરુષાર્થ છે. પરનું બનવાનું હોય તેમ બન, એમ માનનાર, પરથી ઉદાસ થઇ ગયો, ને સ્વ તરફ વળ્યો. એ કાર્ય થવામાં અનેક કારણો મળે છે. અનેક
કારણો મેળવવાં પડે છે એમ લખ્યું નથી, પણ અનેક કારણો મળે છે. જ્ઞાનાનંદ સ્વભાવના આશ્રયે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહ્યા પ્રગટે છે તે મોક્ષનો ઉપાય છે. ત્યાં પૂર્વે કહેલાં ત્રણે કારણો કાળલબ્ધિ, કર્મનો ઉપશમાદિ તથા પુરુષાર્થ મળી રહે છે. આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન ને આચરણ કરતો નથી, તેને એક કારણ હોતાં નથી. પૂર્વે કહેલાં ત્રણ કારણોમાં ભવિતવ્ય તો કોઇ વસ્તુ નથી. આત્મ સન્મુખ થઇ નિર્વિકારી દશા, જે વખતે કરે, તે કાળ છે. જે વખતે કાર્ય બન્યું, તે જ કાળલબ્ધિ છે. બીજી કોઇ કાળલબ્ધિ નથી. જે કાર્ય બને, તે ભવિતવ્ય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રદશા થઇ, તે ભવિતવ્ય છે, તે પોતાના પર્યાયમાં લાગુ પડે છે, બહારમાં લાગુ પડતી નથી. વળી કર્મમાં ઉપશમ આદિથવું, તે પુરુષાર્થની શક્તિ છે. જીવ પુરુષાર્થ કરે, ત્યારે કર્મ સ્વયં ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયરૂપે થાય છે. આત્મા તેને બાંધતો નથી કે ટાળતો નથી માટે તેના સામું જોવાની જરૂર નથી. જડની પર્યાય એના કારણે આવે ને જાય, તેમાં આત્માનું કાર્ય બિલકુલ નથી. સ્વભાવ સન્મુખે પુરુષાર્થ કરે તે આત્માનું કાર્ય છે, ને આત્મા તે કરી શકે છે. હું શુદ્ધ ચિંદાનંદ છું, એવી શ્રદ્ધા પોતે કરે છે, તે આત્માનું કાર્ય છે. માટે પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો, ઉપદેશ આપે છે. દેહની ક્રિયામાં ને પુણ્યમાં ધર્મ માન્યો છે તે ઊંધો પુરુષાર્થ છે, તેને છોડી સ્વ તરફ વળવાનું કહે છે. પરનાં કાર્ય જીવના પુરુષાર્થથી થતાં નથી. આત્માનું કાર્ય પુરુષાર્થથી થાય છે માટે ઉપદેશ આપે છે. કર્મ જડ છે તેને ઉપદેશ દેતા નથી. પુરુષાર્થ આત્માનો
કર્યો થાય છે, માટે પુરુષાર્થ કરવા કહે છે. પ્રશ્ન એ કે, મોક્ષનો ઉપાય કાળલબ્ધિ પાકે ત્યારે, બને છે કે કર્મનો ઉપશમ થવાથી
બને છે કે, પુરુષાર્થપૂર્વક બને છે? ઉત્તર :- એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. જે મોક્ષનો પુરુષાર્થ કરે છે તેને
ભવિતવ્ય કર્મનો ઉપદમાદિને પુરુષાર્થ ત્રણે મળે છે. જે મોક્ષનો પુરુષાર્થ કરતો નથી, તેને ત્રણે કારણો હોતાં નથી. પૂર્વે કહેલાં ત્રણ કારણોમાં કાળલબ્ધિ અથવા ભવિતવ્ય, તો કોઈ વસ્તુ નથી. શુદ્ધ ચિદાનંદના