________________
સ્વભાવમાં અપૂર્વ રુચિથી નિર્ણય કરે અથવા નિર્ણય પછી જેટલું અંતરમાં એકાગ્રતાનું લક્ષ ટકાવે, તે પુરુષાર્થ છે, તે ગુણ છે, કેમ કે તેમાં રાગ નથી. પર્યાય કે દષ્ટિ તો આખા વીતરાગ સ્વભાવ ઉપર છે. (૬) અંતરનું વલણ; આભાની રૂચિ; સ્વાભાવની રૂચિ (૭) આત્મજાગૃતિ (૮) આમ કરું ને તેમ કરું, એમ ક્રિયાના વિકલ્પો કરે, એ તો વાંઝિયો પુરુષાર્થ છે. એને શાસ્ત્રમાં નપુંસકતા કહે છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવનો, સ્વસમ્મુખતાના પુરુષાર્થ વડે નિર્ણય કરે છે, અને ત્યારે ક્રમબદ્ધ) પર્યાયનો પણ યથાર્થ નિર્ણય થાય છે. (૯) ત્રણ કાળ-ત્રણ લોકને, એક સમયમાં જાણે એવા કેવળ જ્ઞાનની, પર્યાયના સામર્થ્યનો સ્વીકાર કરનારની દષ્ટિ, ત્રિકાળી ધ્રુવ, પરબ્રહ્મસ્વરૂપ નિજ દ્રવ્ય ઉપર જાય છે અને દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત થાય, તે અનંતો પુરુષાર્થ છે. સ્વસ્વરૂપનાં દષ્ટિને રમણતા જે વડે થાય, તેનું જ નામ તો પુરુષાર્થ છે. (૧) આત્મા રાગાદિ વિભાવનો પરમાર્થે એકર્તા છે, અને સ્વભાવથી એ જ્ઞાતા છે. એ જ્ઞાયક સ્વભાવની રૂચિ વગેરે, અંતર વલણને નાસ્તિથી વિભાવના એકર્તાપણાનો ને અતિથી જ્ઞાતાપણનો પુરુષાર્થ કહેવાય છે. અંતરનું વલણ તેનું નામ પુરુષાર્થ, સ્વભવની રુચિથી માંડીને પૂર્ણતા સુધીમાં પુરુષાર્થ જ જોઈએ છે. (૧૧) ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થોમાં, જ્ઞાનીઓ મોક્ષપુરુષાર્થને ઉત્તમ કહે છે. કારણ કે મોક્ષ સિવાય બીજા પુરુષાર્થોમાંથી પરમ સુખની પ્રાપ્તિ થતી નથી. એક મોક્ષ પુરુષાર્થ જ પરમ સુખ આપે છે. ધર્મ શબ્દથી અત્રે પુણયનું ગ્રહણ છે, અર્થ શબ્દ પુણ્યના ફળરૂપ રાજ્યવૈભવ આદિના અર્થમાં છે, અને કામશબ્દનો અર્થ સંસારના ભોગ્ય પદાર્થોની પ્રાપ્તિ થતી, તે છે. પણ આ ત્રણેથી પરમ સુખ મળતું નથી. એક મોક્ષ જ અત્યંત આનંદદાયક અને પરમશાંતિનું ધામ છે. તેથી બધા પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ ઉત્તમ છે, એમ વીતરાય સર્વજ્ઞ ભગવાન કહે છે. (૧૨) હે જીવ ! ધર્મ, અર્થ અને કામ એ બધા, પુરુષાર્થોમાં જ્ઞાનીઓ, મોક્ષ પુરુષાર્થને ઉત્તમ કહે છે; કારણ કે, મોક્ષ સિવાય બીજા પુરુષાર્થોથી પરમ સુખની, પ્રાપ્તિ થતી નથી. એક મોક્ષ પુરુષાર્થ જ, પરમ સુખરૂપ છે. ધર્મ શબ્દ, અત્રે પુણ્યનું ગ્રહણ છે. અર્થ શબ્દ પુણ્યના
૬૨૮ ફળરૂપ રાજ્ય વૈભવ આદિના, અર્થમાં છે. અને કામ શબ્દનો અર્થ, સંસારના ભોગ્ય પદાર્થોની પ્રાપ્તિ થવી, તે છે. પણ આ ત્રણેથી, પરમ સુખ મળતું નથી. એક મોક્ષ જ અત્યંત અનંત, આનંદદાયક તથા પરમ શાંતિનું ધામ છે. તેથી બધા પુરુષાર્થોમાં, મોક્ષ પુરુષાર્થ ઉત્તમ છે, એમ વીતરાગ સર્વજ્ઞ ભગવાન કહે છે. બીજા પુરુષાર્થો આત્મામાં, આકુળતા ઉત્પન્ન કરવાવાળા છે, તથા વીતરાગ, પરમાનંદ સુખરૂપ અમૃતના આસ્વાદથી, વિપરીત છે, માટે સુખ આપવા સમર્થ થતા નથી. (૧૩) આત્મજાગૃતિ (૧૪) લમીપૈસો એ તો પૂર્વનાં પુણ્ય હોય તો ઢગલા થઇ જાય છે, એમાં કોઇ પુરુષાર્થ કરવો પડતો નથી. તથા મહેનતથી એ મળે છે એમ નથી. જયારે ધર્મ તો પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો જોઇએ. (૧૫) પુરુષ-અર્થ; પુરુષ-પ્રયોજન (પુરુષાર્થોના ચાર વિભાગ પાડવામાં આવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષે ; પરંતુ સર્વ પુરુષ-અર્થોમાં મોક્ષ જ સારભૂત (તાત્ત્વિક) પુરુષ-અર્થ છે.) (૧૬) ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષ-ઐર્થોમાં (પુરુષ-પ્રયોજનોમાં) મોક્ષ જ સારભૂત (શ્રેષ્ઠ તાત્ત્વિક) પુરુષ-અર્થ છે. (૧૭) પુરુષનો અર્થ; પુરુષનું પ્રયોજન; આત્માનું પ્રયોજન; આત્મ પ્રયોજન.(પરમ પુરુષાર્થ અર્થાત આત્માનું પરમ પ્રયોજન મોક્ષ છે. અને તે મોક્ષ ધ્યાનથી સધાય છે, માટે પરમ પુરુષાર્થની મોક્ષની) સિધ્ધિનો
ઉપાય ધ્યાન છે.) (૧૮) ધર્મ,અર્થ,કામ અને મોક્ષ, એ પુરુષાર્થનો ક્રમ છે. (૧) ધર્મ=અહીં ધર્મ આત્માના સ્વભાવના અર્થમાં નથી. પણ પુણ્યના અર્થમાં છે.
દયા, દાન, વ્રત આદિ પુણ્યનો ભાવ છે. મોક્ષગતિ અને તેની શરૂઆતનો માર્ગ પુણ્યાદિ શુભથી પર (ભિન્ન) છે. હિંસા આદિ પાપ છોડવા માટે ,
શુભભાવ વડે પુણ્ય થાય છે. તે પણ અંતરના ધર્મમાં મદદગાર નથી. (૨) અર્થ =પૈસો; તે મમતાનો વર્ગ છે. (૩) કામ = પુણ્યાદિની ઇચ્છા; તે બધા વર્ગ સંસાર સંબંધી છે. કામ,ભાગની
વાસનાથી મોક્ષગતિ જુદી છે. (૪) મોક્ષ=ઉપરના ત્રણ વર્ગથી જુદી મોક્ષગતિનું નામ અપવર્ગ છે. ધર્મ,અર્થ,કામ
એ વર્ગ છે. તેથી રહિત તે અપવર્ગ કહેવાય છે. મોક્ષરૂપ, શુદ્ધ, સિદ્ધ,