________________
અવલંબને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી કાર્ય બને, તે કાળલબ્ધિ છે. ને જે | કાર્ય થાય તે ભવિતવ્ય છે. તે સમયે તે થવાનું જ હતું, ને કર્મનો ઉપશમાદિ થવો તે, પુલને આધીન છે. આત્મા કર્મને બાંધે કે છોડે, તે આત્માના અધિકારની વાત નથી. હું જ્ઞાયક, પુય-પાપ વિકાર છે, શરીરાદિ જડ છે. હું શુદ્ધ છું એમ અંદર પુરુષાર્થ કરવો તે કાર્ય છે. જે આત્માનું કાર્ય હોય, તે કરવાનું કહેવામાં આવે છે. શરીરાદિનું કાર્ય કે કર્મનું કાર્ય આત્માનું નથી, કર્મને મટાડવું, આત્માને આધીન નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ ને જ્ઞાન કરી શકે છે, માટે તે કહેવામાં આવે છે. હવે, જે કારણથી આત્માનું કાર્ય જરૂર થાય, તે કારણરૂપ પુરુષાર્થ કરે, ત્યાં અન્ય કારણો અવશ્ય મળે જ, તે ન હોય તેમ બને નહિ. સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર અંતરના પુરુષાર્થથી થાય છે. જે કારણથી કાર્યની નિષ્પત્તિ થાય, તે કારણ સેવે, તો જરૂર કાર્ય થાય. જયાં પુરુષાર્થ હોય ત્યાં અન્ય કારણો અવશ્ય મળે જ. કેવળજ્ઞાનીએ, આત્માના મોક્ષનો ઉપાય કહ્યો છે કે, તારો સ્વભાવ બુદ્ધિ સમાન છે. કોઇ બીજો ઇશ્વર, તને કાંઇ આપી દે તેમ નથી. તારા આત્માનાં શ્રદ્ધા-જ્ઞાનને આચરણ કરે, તો મોક્ષ જરૂર થાય. જે જીવ જિનેશ્વરના ઉપદેશ અનુસાર કરે છે તેને મોક્ષ થાય માટે ઉપદેશનું સ્વરૂપ યર્થાથ જાણવું જોઇએ. ઉપદેશ સાંભળતી વખતે, શુભરાગ છે, શરીર છે, ઇન્દ્રિયો છે, જિનેશ્વર છે, ગુરુ છે,શાસ્ત્ર છે, પણ તે મોક્ષનાં કારણ નથી. અહીં ઉપદેશ અનુસાર કહ્યું છે., પણ લખાણ અનુસાર કરે છે એમ કહ્યું નથી. કોઇ નિમિત્ત મેળવવાનો ઉપદેશ ન હોય. વીતરાગતાનો ઉપદેશ હોય. વળી પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનું કહ્યું છે, પણ કર્મ મંદ પડે ત્યારે કરજે, એમ કહ્યું નથી. જે પુરુષાર્થ કરે તેને કર્મનો ઉપશમાદિ સ્વયં થાય છે. નિમિત્તો, પર પદાર્થો ને રાગની ઉપેક્ષા
કરાવે છે, ને શુદ્ધ સ્વભાવની અપેક્ષા કરાવે છે. પુરુષાર્થરૂપ :પરાક્રમરૂપ પુંજ :ઢગલો; જથ્થો; રાશિ.
૬૩૦ પુરાણ :પુરાતન; પ્રાચીન; પૂર્વનું; અગાઉનું; દંતકથાઓ દ્વારા માનુષ અર્ધ-માનુષ
દિવ્ય પ્રકારની પ્રચલિત થયેલી આખ્યાયિકાઓનો તે તે સંગ્રહ. (૨) સનાતન પુરાણ પુરુષ :આત્મા (૨) આત્મા; ભગવાન આત્મા; (૩) શુદ્ધ આત્મા
પરમાત્મા; જ્ઞાનાત્મા; પ્રત્યગ જયોતિ; પરંબ્રહ્મ; આત્મખ્યાતિ;
અનુભૂતિમાત્ર શુદ્ધાત્મા; સમયસાર (૪) આત્મા; ભગવાન આત્મા. પતળી કીકી પતિ પૃષ્ટિ; વૃદ્ધિ પુજય કાનજી સ્વામી ગુરુદેવશ્રીનું પ્રિય બોલવું સમયસારની શરૂઆતની ૧૬
ગાથાઓ, ૪૭ શક્તિઓ, ગાથા જઈના, વ્યક્તના છ બોલ તથા પ્રવચનસારની ૪૭ નો તથા ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૨૦ બોલ, અને શ્રીમદના સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, આદિ દસ બોલ-આ વિષય પૂજ્ય ગુરુદેવશ્રીને ખૂબ જ પ્રિય હોવાથી, હંમેશા વહેલી સવારના તેના
સ્મરણ-મનન-ધોતનપૂર્વક તેઓશ્રી ધ્યાન કરે છે. પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન તમને અસંખ્યાત અબજો વર્ષનું જાતિ સ્મરણ જ્ઞાન
છે. બેનને અસંખ્ય અબજો વર્ષનું ઘણું સ્પષ્ટ જ્ઞાન છે. કેમ કે પોતે પૂર્વે ત્રીજા સનકુમાર સ્વર્ગમાં હતા તે યાદ આવે છે. તેમજ ત્યાર પહેલાનાં ભાવો પણ યાદ આવે છે. જેમ કાલની વાત યાદ આવે, એમ અસંખ્ય અબજો વર્ષની યાદ આવી છે. એમની સહેલા શબ્દોમાં આ બહેનની અનુભવવાણી છે ?
બહેનશ્રીના વચનામૃત. પૂજ્ય મોટાભાઈની જન્મતારીખ :૧૮ ઓગષ્ટ-૧૯૧૭; ૧૯૮૮ ના ૧૮મી
ઓગષ્ટ ૭૧ મો જન્મદિવસ બેઠો. પજ પોતાના રોગરહિત સ્વભાવને પૂજ્ય માનવો તે પૂજા છે. જે અંતરમાં
પ્રભાવના થઈ તે પ્રભાવના છે. પુજાચ્છાધા ભક્તિ-આત્મપ્રશંસા. પૂરણ પુરાવું તે; ભરાવું તે પૂર્ણ:અખંડ; અભેદ; એકરૂપ