________________
પરમાણુ કહેવાય છે અને પૂર્ણ દ્વારા (અર્થાત્ સંયુકત થવાથી) સ્કંધ નામને પામે છે.
પ્રથમ તો પુદ્ગલ દ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવ પુદ્ગલ અને વિભાવ પુદ્ગલ. પુ=પુરાવું તે, પૂરણ, અને ગલ-ગળવું, છૂટા પડવું, તે,-એમ પૂરણ ને ગલન જેમાં (સ્વભાવથી) થાય છે, તે પુદ્ગલ છે. તેના બે ભેદ છેઃ સ્વભાવ પુદ્ગલ અને વિભાવ પુદ્ગલ. આ બધું જાણીને એ પુદ્ગલ, મારા આત્માથી જુદી ચીજ છે. એમ શ્રદ્ધા કરવી.
તેમાં પરમાણુ, તે સ્વભાવ પુદ્ગલ છે અને સ્કંધ, તે વિભાવ પુદ્ગલ છે. જે એક પોઇન્ટ માત્ર-એક (અવિભાગી) રજકણ છે. કે જેને બીજાથી, કાંઇ પણ સંબંધ નથી. અર્થાત્ જેમાં વિભાવ નથી, તે પરમાણુ છે. ને તેને, સ્વભાવ પુદ્ગલ કહે છે. એક પુદ્ગલ પરમાણુ, જે સહજ સ્વભાવપણે છે, તે જ વાસ્તવિક પુદ્ગલ છે. સ્વભાવ પુદ્ગલ છે. આવો પુદ્ગલ પરમાણુ પોતાના (જડ) સ્વભાવપણે છે, પણ તે કાંઇ, આત્માના સ્વરૂપમાં નથી. આત્માથી અત્યંત ભિન્ન છે. પહેલાં પુદ્ગલના બે ભેદ કહ્યાઃ સ્વભાવ પુદ્ગલ અર્થાત્ પરમાણુ, ને વિભાવ પુદ્ગલ અર્થાત્ સ્કંધ. સ્વભાવ-પુદ્ગલના પણ બે ભેદ કહે છેઃ કાર્ય પરમાણુ ને કારણ પરમાણુ.
વળી કંધોના છ પ્રકાર છે :
(૧) પૃથ્વી (૨) જળ, (૩) છાયા (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો (૫) કર્મયોગ્ય સ્કંધો (૬) કર્મને અયોગ્ય સ્કંધો-આવા છ ભેદ છે.
(૩) પુદ્ગલ દ્રવ્ય છ પ્રકારે છે, તથા તે મૂર્તિક-રૂપી છે. બાદર બાદર બાદર બાદર, સૂક્ષ્મ સૂક્ષ્મબાદર સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ એમ પુદ્ગલના છ ભેદ છે. પૃથ્વી, પાણી, છાઆંખ સિવાયના, ચાર ઇન્દ્રિયના વિષયો. કર્મવર્ગણા તથા પરમાણુ એમ છે, વસ્તુઓથી પુદ્ગલના છ ભેદ, સમજી લેવા જોઇએ, પૃથ્વી, પત્થઆદિ બાદર બાદર યુદ્ગલ છે. જળ થી આદિ ભાદર છે. છાયા, તડકો, ચંદ્રની ચાંદની આદિ બાદર સૂક્ષ્મ કહેવાય છે. આંખ સિવાયના ચાર ઇન્દ્રિયોના વિષયો, જેમ કે રસ, ગંધ, આદિ સૂક્ષ્મબાદર છે. કર્મવર્ગણાઓ
૬૨૩
સૂક્ષ્મ પુદ્ગલોમાં સમાવેશ પામે છે. અને પરમાણું સૂક્ષ્મ સૂક્ષ્મ કહેવાય છે. (૪) ગલન એટલે, પૂરણ સ્વભાવ સહિત છે; બંધાવું અને છુટી જવું-ખરી જવું, તે પુદ્ગલનો સ્વભાવ છે. પુદ્ગલ પરમાણુ આવે ને જાય, છુટા પડે ને ભેગા થાય એવો એનો સ્વતંત્ર સ્વભાવ છે. પુદગલ પરમાણુનો સંગ્રહ થઇને જે આ હાથ, પગ, નાક ને આંગળાં વગેરે, રચાણાં છે તે પુદ્ગલ-જડ રજકણોની શકિતથી રચાણાં છે, ને તે પુષ્ટ થાય વા ગળે, તે ય પુદ્ગલની શક્તિથી છે, એમાં જીવને કાંઇ જ નથી. કેમ કે, એ તો તદ્દન જુદું ચેતનતત્ત્વ છે. આ આત્માને અને પુલિક શરીરને કાંઇ જ, સંબંધ નથી. (૫) પુદ્ગલના છ ભેદ છે:
(૧) પૃથ્વી, પત્થર, સ્થૂલ (બાદર બાદર) પુદ્ગલ છે, (૧) જળ, ઘી, તેલ આદિ, સ્થૂલ (બાદર) છે. (૩) છાયા, પડકો, ચાંદની આદિ, સ્થૂલ સૂક્ષ્મ (બાદર સૂક્ષ્મ) છે. (૪) રસ, ગંધ, શબ્દ આદિ, સૂક્ષ્મ સ્થળ (સૂક્ષ્મ બાદર) છે. (૫) કાર્મણ વર્ગણાઓ સૂક્ષ્મ પુદ્ગલોમાં સમાવેશ પામે છે. અને (૬) પરમાણુ સૂક્ષ્મ સૂક્ષ્મ કહેવાય છે.
(૬) પુદ=પુરાવું, એક બીજામાં મળવું અને ગળ-જુદા પડવું તે; અથવા પુ+ગળ=જેમ અજગર પોતાના પેટમાં, માણસને ગળી જાય, તેમ અરૂપી ચૈતન્યપિંડ આત્માએ, શરીરની મમતા કરી, તેથી, શરીરના રજકણના હળમાં, આત્મા આખા શરીરમાં એવો વ્યપાઇ રહ્યો છે કે, જાણે દેહે આત્માને ગળ્યો હોય, તેમ દેખાય છે. અજ્ઞાનનીની દૃષ્ટિ માત્ર દેહાદિ ઉપર હોય છે. એકેક રજકણમાં વર્ણ,ગંધ, રસ,સ્પર્શની અવસ્થા બદલાયા કરે છે – વધઘટ થયા કરે છે. જડ દેહાદિ પુદ્ગલની અવસ્થા, તે જડ પોતે જ કરે છે. જે દેહાદિ સ્થૂળ પરમાણુઓનો જથ્થો બદલાતો દેખાય છે, તેમાં એકેકે મૂળ પરમાણુઓ એકલાં ન બદલાતાં હોય તો સ્થૂળ આકાર કેમ બદલાય? માટે અનાદિ અનંત ટકીને, અવસ્થા બદલવાનો સ્વભાવ પુદ્ગલનો પણ છે. (૭) જે પુરાય અને ગળે અર્થાત્ પરમાણુઓ બંધ સ્વભાવી હોવાથી, ભેગા થાય અને છૂટા પડે છે. તેથી તે, પુદ્ગલ કહેવાય છે. અથવા રૂપ, રસ, ગંધ અને