________________
સ્પર્શ જેનામાં હોય, તે પુદ્ગલ છે. (૮) પરમાણુ તેનું લક્ષણ. તેના આદિ, મધ્ય અને અંત એકબીજાથી ભિન્ન નથી. જેનું વિભાજન-ખંડ-વિભાગ અથવા અંગવિકલ્પ, થઇ શકતો નથી. અતીન્દ્રિય છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. અગ્નિ અને શસ્ત્રાદિ દ્વારા, તેનો નાશ થઇ શકતો નથી. એવું દ્રવ્ય પરમાણું કે પુદ્ગલ કહેવાય છે. (૯) પુદ્ગલ તો દ્રવ્ય એક પ્રદેશમાત્ર હોવાથી, પૂર્વે જેમ કહ્યું, તેમ અપ્રદેશી છે તો પણ, બે પ્રદેશો વગેરેના ઉદભાવના હેતભૂત તે પ્રકારના સ્નિગ્ધ-રૂક્ષગુણરૂપે પરિણામવાની શક્તિરૂપ સ્વભાવને લીધે, તેને પ્રદેશોનો ઉદભવ છે; તેથી પર્યાયે અનેક પ્રદેશીપણાનો પણ સંભવ હોવાથી, પુદ્ગલને દ્વિપ્રદેશીપણાથી માંડીને, સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશીપણું પણ ન્યાયયુકત છે. (૧૦) પુત્રપૂરાવું, એક બીજામાં મળવું, અને ગળ-જુદા પડવું તે; અથવા પુ+ગળ=જેમ અજગર પોતાના પેટમાં માણસને ગળી જાય, તેમ અરૂપી ચૈતન્યપિંડ આત્માએ, શરીરની મમતા કરી, તેથી શરીરના રજકણના દળમાં, આત્મા આખા શરીરમાં એવો વ્યપાઇ રહ્યો છે કે, જાણે દેહે આત્માને ગળ્યો હોય, તેમ દેખાય છે. અજ્ઞાનીની દષ્ટિ, માત્ર દેહાદિ ઉપર હોય છે. એકેક રજકણમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની અવસ્થા, બદલાયા કરે છે. વધઘટ થયા કરે છે. જડ દેહાદિ પદુગલની અવસ્થાની વ્યવસ્થા, તે જડ પોતે જ કરે છે. જે દેહાદિ, સ્થળ પરમાણુઓનો જથ્થો બદલાતો દેખાય છે, તેમાં એકેક મૂળ પરમાણુ પણ તેની અવસ્થાઓ બદલે છે, જો સૂક્ષ્મ પરમાણુઓ એકલાં ન બદલતાં હોય, તો સ્થળ આકાર કેમ બદલાય? માટે અનાદિ અનંત ટકીને, અવસ્થા બદલવાનો સ્વભાવ, પુદ્ગલનો પણ છે. (૧૧) લોકો પુદ્ગલ-જડને લોલહં–લોલું માને છે, તેમાં કાંઇ શક્તિ નથી, એમ માને છે, તે ભૂલ છે. (૧૨) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તથા શબ્દરૂપ પરિણત વિષય, (સ્પર્શન, રસન, ધાણ, ચક્ષુ, શ્રોત્રરૂ૫) પાંચે દ્રવ્યેન્દ્રિયો, (ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ અને કાર્યાણરૂપ પાંચ પ્રકારના) શરીર, દ્રવ્યમન, આઠ પ્રકારના દ્રવ્ય કર્મ (જ્ઞાનાવરણીય, દર્શનારણીય, અંતરાય, મોહનીય, આયષ્ય, નામ,ગોત્ર અને વેદનીયરૂપ દ્રવ્યકર્મ) અને નવનો કર્મ (હાસ્ય,
રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ) અને અન્ય જે કોઇ પણ મૂર્તિક પદાર્થ છે, તે બધા પુદગલ છે. અન્ય મૂર્તિક પદાર્થોમાં, તે બધા પદાર્થોનો સમાવેશ થાય છે, જે અમૂર્તિક લક્ષણથી વિપરીત છે. અને જુદા જુદા પ્રકારની પર્યાયોની ઉત્પત્તિમાં કારણભૂત, જે અસંખ્યાત, સંખ્યાત અણુઓના ભેદથી અનંતાઅનંત અણુ-વર્ગણાઓ, દ્વિ-અણુક અંધ પર્યત છે અને જે પરમાણુરૂપ છે, તે બધા પુદ્ગલ છે. એમાં બતાવવામાં આવ્યું છે. કે જે સ્પર્શનાદિ ઇન્દ્રિયોમાંથી, કોઇના પણ દ્વારા
ભોગવાય છે. પુદગલો છૂટાં પુલો કંપન વડે ભેગાં મળે છે ત્યાં છૂટાપણે તેઓ નષ્ટ થયાં,
પુદ્ગલપણે ટક્યાં તે ભેગાપણે ઊપજ્યાં. પુદગલ દ્રવ્યું જેમાં સ્પર્શ, રસ,ગંધ, અને વર્ણ એ ગુણો હોય, તેને પુદ્ગલ દ્રવ્ય
કહે છે. (૨) પુત્રદ દ્રવ્ય સ્કંધ, દેશ, પ્રદેશ અને અણુ આ રીતે ચાર પ્રકારનું માનવામાં આવ્યું છે. આ ચતુર્વિધ પુલને ક્રમશઃ સકળ, અર્ધ,અર્ધાર્ધ અને અવિભાગી કહે છે. વ્યાખ્યાઃ-સંખ્યાત અસંખ્યાત અનંત અને અનંતાનંત પરમાણુઓના પિંડરૂપ, જે કોઇપણ એક વસ્તુ છે, તેને અંધ કહે છે. સ્કંધના એક એક પરમાણું કરતાં, ખંડ થતાં થતાં જયારે તે અડધો રહી જાય, ત્યારે તે અડધા સ્કંધને, દેશ સ્કંધ કહે છે. દેશખંડના ખંડથતાં થતાં જયારે તે અડધો રહી જાય છે, ત્યારે તે અડધાને અથવા મૂળસ્કંધના ચોથા ભાગને, પ્રદેશ સ્કંધ કહે છે. પ્રદેશ ખંડના ખંડ થતાં થતાં જ્યારે પછી કોઇ ખંડ ન બની શકે અને અણુ માત્ર રહી જાય, ત્યારે તેને પરમાણુ કહે છે. પુદગલ દ્રવ્યના અંધાદિના ભેદના ચાર ભેદોનો ઉલ્લેખ, ઉપર કરવામાં આવ્યો છે. તેને બીજી દષ્ટિએ સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સ્થળ અને સ્થૂળતર, એવા ચાર ભેદોથી નિર્દેશ કરે છે. આ ભેદ કર્મરૂપ થવા યોગ્ય પુગલો સાથે સંબંધ રાખે
છે
જયાં લોકમાં સર્વત્ર આત્મદ્રવ્યનું અવસ્થાન, છે ત્યાં જ કર્મરૂપ થવા યોગ્ય આ વિવિધ પુદ્ગલોનું પણ અવસ્થાન છે. અને તેથી બંધની અવસ્થામાં,