________________
પોતાને જાણતાં શાન થાય; અરિહંતને જાણે માટે સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. જે ખરેખર અરિહંતને દ્રવ્ય-ગુણ-પર્યાયપણે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે, એવું જે પ્રવચનસાર ગાથા ૮૦માં લીધું છે, તેનો આશય એવો છે કે - પ્રથમ અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, એટલે મનથી કળે એટલે વિકલ્પપુર્વક જાણે; પછી એનું લક્ષ છોડી, પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદથી જાણે, પછી એવા ભેદને સમાવી દે–સમાવી દે, એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનું લક્ષ છોડી, અંતરમાં સ્થિત થાય. ત્યારે તેને અતીન્દ્રિય સુખ પ્રગટે છે અને ત્યારે પોતાના આત્માને જાણ્યો એમ કહેવાય છે.
પોતાના દ્રવ્યમાં જે પર્યાય ઉત્પન્ન થાય છે તે સંયોગ છે અને જે વ્યય થાય છે તે વિયોગ છે. :પર્યાયના ઉત્પાદ-વ્યયને સંયોગ-વિયોગ કહેવાય છે. પોતાના પરિણામ રાગાદિ પરિણામ
પોતાના પરિણામનું ફળ :સુખદુઃખના પરિણામ
પોતાની પર્યાયોને ફેરવવાનો આત્માનો કાબૂ નહિ? :અરે ભાઇ ! જયાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે, દ્રવ્યમાં વળી જ ગઇ, પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે, એમ નકકી કરતાં જ પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઇ ગઇ, તે પર્યાય હવે ક્રમક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે દ્રવ્યના કાબૂમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે કયાંથી ? દ્રવ્યમાંથી, માટે જયાં આખા દ્રવ્યને કાબૂમાં લઇ લીધું (શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબૂમાં આવી જ ગઇ, એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક્ નિર્મળ થવા જ માંડી. જયાં સ્વભાવ નકકી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને, સમ્યક્શાન થયું, મિથ્યા શ્રદ્ધા પલટીને, સમ્યગ્દર્શન થયું- એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી, ને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઇ ગઇ, ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો.
૬૧૮
સ્વ કે પર કોઇ દ્રવ્યને, કોઇ ગુણને કે કોઇ પર્યાયને, ફેરવવાની બુદ્ધિ જયાં ન રહી, ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું. એટલે એકલો વીતરાગી જ્ઞાતાભાવ જ, રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ ! જ્ઞાનમાં જ્ઞાતાદૃષ્ટાપણું રહેવું, તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે, તેને કયાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે; જ્ઞાતાભાવને ચૂકીને કયાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ, તે મિથ્યા બુદ્ધિ છે. પર્યાય ક્રમબદ્ધ થાય છે. એમ જાણે તો પર્યાયનું કર્તત્વ છૂટીને અકર્તા સ્વભાવી દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય છે. ક્રમબદ્ધ ઉપર દૃષ્ટિ રાખીને ક્રમબદ્ધનો નિર્ણય નથી થતો. દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે ત્યારે ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. ક્રમબદ્ધ, એ તો સર્વજ્ઞનો પ્રાણ છે.
પોતારૂપે :નિજરૂપે; આત્મારૂપે
પોરસ ઃશૂરાતન; ગૌરવ; ઉત્સાહ; ચઢાવવો; ઉમંગ વધારવો.
પોળિયા રૂપિયા, પૈસા (૨) પોળને દરવાજે રક્ષણ કરનાર નોકર; દ્વારપાલ;
દરવાન
પોષણ :અશન
પોસાણવિના :રુચિ વિના
પુણ્ય :જીવના શુભ પરિણામ તે પુણ્ય છે; તેમજ તે શુભ પરિણામ જેનું નિમિત્ત
છે એવા પુદ્ગલોના કર્મપરિણામ (શુભ કર્મરૂપ પરિણામ) તે પુણ્ય છે. (૨) દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિનો ભાવ એ પુણ્ય ભાવ છે. (૩) જીવના શુભ પરિણામ પુણ્ય છે તે દ્વારા પુદ્ગલમાત્ર ભાવ કર્મપણાને પામે છે. (૪) દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભભાવ જીવની પર્યાયમાં થાય છે તે અરૂપી વિકારી ભાવ છે-તે ભાવપુણ્ય છે, અને તે સમયે કર્મ યોગ્ય જડ પરમાણુઓનો જથ્થો સ્વયં (પોતાના કારણે પોતાથી) એકક્ષેત્રાવગાહ સંબંધે જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.) (૫) જીવના શુભ પરિણામ (તે પુણ્ય છે) તેમ જ તે (શુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ (-શુભ કર્મરૂપ પરિણામ) તે પુણ્ય છે. (૬) વિકાર (૭) પવિત્રતા; પુણ્યનો