________________
(૫) પરિગ્રહપ્રમાણ અણુવ્રત-દશ પ્રકારના પરિગ્રહનું પોતાની આવશ્યકતા,
યોગ્યતા અને ઈચ્છા પ્રમાણે જન્મપર્યંત પ્રમાણ કરી લેવું. તેથી અધિકની લાલસાનો ત્યાગ કરવો તે પરિગ્રહપ્રમાણ અણુવ્રત છે. જેટલી સંપત્તિનું પ્રમાણ કર્યું હોય તેટલું પ્રમાણ પૂરું થાય ત્યારે શ્રાવક વ્યાપારાદિ બંધ કરી દે છે. પછી સંતોષથી પોતાનો સમય ધર્મસાધન અને પરોપકારમાં વ્યતીત કરે છે.
આ પાંચ અણુવ્રતનું મૂલ્ય વધારવા માટે (દઢતા વધવા માટે) શ્રાવક સાત શીલ-ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને પણ પાળે છે. પાંચ અસ્તિકાય :જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ. પાંચ ઈન્દ્રિયના પાંચ વિષયો :આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પાંચ ઇન્દ્રિયના પાંચ વિષય-રૂપ, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ પ્રતિ સંપુર્ણ રાગ કે દ્વેષ, રહિતપણું સાધકે કેળવવું જોઇએ. આ પ્રત્યેક વિષયને, બે બાજુ છે. કર્ણનિદ્રયનો વિષય શબ્દ છે. શબ્દ સાંભળ્યા પછી તે પ્રશંસારૂપ કે નિંદારૂપ લાગે; ચક્ષુરિન્દ્રિયનો વિષયરૂપ છે, તે સુંદર કે અસુંદર હોય, રસેન્દ્રિયનો વિષય રસ છે. તે ખારો, ખાટો, તીખો, મીઠો, તુરો વગેરે હોઇ શકે. ધ્રાણેન્દ્રિયને વિષયગંધ છે. તે સુગંધ કે દુર્ગંધરૂપ લાગે. અને સ્પર્શેન્દ્રિયને વિષય સ્પર્શ છે, તે સુંવાળો, કર્કશ એમ જુદો જુદો હોઇ શકે. આ પાંચ વિષયનાં સારા રૂપ મળે, તો રાગ થાય અને ખરાબરૂપ મળે, દ્વેષ થાય તેવો સામાન્ય જનનો અનુભવ છે.
મુનિ અહીં રાગદ્વેષથી અલિપ્ત રહેવા ઇચ્છે છે, કારણ કે, રાગ-દ્વેષના પરણામે જીવનું બૂરું કરવામાં, કશું બાકી રાખ્યું નથી. રાગદ્વેષનાં પરિણામ આવવાથી, જીવનો બહિરાત્મભાવ થાય છે. તે પોતાનું સ્વરૂપ જ ભૂલી જાય છે. જે તેના ભવભ્રમણનો હેતુ થાય છે. આથી સર્વ વિષયોમાં અનાસક્તિ કેળવવાનો પુરુષાર્થ, મુનિ કરે છે.
પાંચ ઇન્દ્રિયો :સ્પર્શન; રસના,બ્રાણ, ચક્ષુ, શ્રોત્ર
પાંચ ઈન્દ્રિય અને મનની મહત્તા ઃજગતમાં ધનનું માહાત્મ્ય જીવે જાણ્યું છે, તેથી તેને જ્યાં ત્યાં નિરર્થક નાખી દેતો નથી, દુર્વ્યય કરતો નથી, તેમ પોતાનું
૬૧૫
અહિત થાય તેવા કાર્યમાં વાપરતો નથી. પાંચ ઈન્દ્રિય અને મન એ ઐહિક ધન કરતાં કેટલાં બધાં અધિક મૂલ્યવાન છે ? કેટલાં પુણ્ય વધ્યાં ત્યારે સંશી પંચેન્દ્રિયપણું અને તેમાં મોક્ષપ્રાપ્તિ માટે સર્વોત્તમ એવો માનવભવ મળ્યો છે ? એ સમજાય તો વચન, નયન આદિ ઈન્દ્રિયો ભવ વધી જાય એવાં, કર્મબંધન થાય તેવાં કાર્યોમાં તો ન જ વપરાય, તેનો દુરુપયોગ ન જ થાય, એમ ખચીત પ્રવર્તાય. પરંતુ સાચી સમજણ કે વિચારના અભાવે, પાંચે ઈન્દ્રિયો નિરંકુશપણે છૂટી મૂકી છે અને તેથી તે અહોરાત્ર પોતાને જ દુઃખરૂપ એવાં પાપમાં પ્રવર્તી રહી છે. તેમાં પણ વચનથી વેર, વિરોધ કે પ્રેમપ્રીતિરૂપ દ્વેષ કે રાગ વધ્યા જ કરે અને ભવવૃદ્ધિ થયા જ કરે તેવાં કર્મ બંધાય છે. નયનથી પણ ઈષ્ટાનિષ્ઠ ભાવની વૃદ્ધિ થઈ રાગદ્વેષ વધ્યા જ કરે છે, તેનો લક્ષ આવતો જ નથી. નિરર્થક જ્યાં-ત્યાં જોવાની જ આતુરતા, અભ્યાસ અને જ્યાં-ત્યાં જેમ તેમ બોલ્યા જ કરવાની કુટેવથી કેવાં કેવાં કર્મબંધન થઈ રહ્યાં છે અને પોતાને કેવી હાનિ થઈ રહી છે તેનો વિચાર સરખો ય આવતો નથી! એ જ મોહનું પ્રાબલ્ય છે.
પાંચ ઈન્દ્રિયના વિષય :રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. ઃ
પાંચ ગતિ ઃદારૂ-માંસ ખાય, તે નરકગતિમાં જાય. ઓછું દેવું અને વધારે લેવું, એવા કુડકપટના પરિણામ કરે, તે તિર્યંચ ગતિમાં જાય. જેનાં સરળ અને
જાય અને
ભદ્રિક મધ્યમ પરિણામ મુખ્ય હોય, તે જીવ મરીને દેવગતિમાં
આત્માની પૂર્ણ નિર્મળદશા પ્રગટાવે, તે સિદ્ધગતિને પામે.
પાંચ પુણ્ય :અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ પુણ્યભાવ છે.
પાંચ પ્રકારની સંપત્તિ :ધાન (અનાજ) ધન (નાણું) સ્રી (પત્ની) તન (શરીર)
પશુ, આ પાંચ પ્રકારની સંપત્તિ કહેવાય. ‘પહેલે ભાન, બીજે ધન, ત્રીજે સ્ત્રી, ચોથે તન, પાંચમે હોય પશુનો સંગ, લખાય કાગળમાં શ્રી પંચ’’ પાંશ પરાવર્તન :(૧) દ્રવ્ય પરાવર્તન (૨) ક્ષેત્રપરાવર્તન (૩) કાળ પરાવર્તન (૫)
ભવપરાવર્તન અને (૫) ભાવ પરાવર્તનરૂપ અનંત ભ્રમણ નિરંતરપણે