________________
એમ જોર દીધા વિના દષ્ટિનું જોર દ્રવ્ય ઉપર જતું નથી. તેથી નિર્મળ પર્યાયને પણ પર દ્રવ્ય, પરભાવને હેય કહી છે. પર્યાય ઉપર પ્રેમ છે. તેનું લક્ષ પરદ્રવ્ય ઉપર જાય છે, તેથી તેને પરદ્રવ્યનો જ પ્રેમ છે. પરમ સતુ સ્વભાવ એવા દ્રવ્ય સામાન્યની ઉપર લક્ષ જવું, તે અલૌકિક વાત
(૨૫) સહવર્તી ગુણોને પર્યાય પણ કહે છે. (૨૬) ગુણના વિશેષ કાર્યને (પરિણમનને), પર્યાય કહે છે. (૨૭) આત્મદ્રવ્ય સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે, એમ કહ્યું છે તો શું વિકાર પર્યાયમાં પણ આત્મા વ્યાપક છે? ઉત્તર : હા; વિકાર પર્યાયમાં પણ તે સમય પૂરતો, આત્માં વ્યાપક છે; પણ આમ જેણે નકકી કર્યું તેને પોતાની પર્યાયમાં એકલો વિકાર ભાવ જ નથી હોતો, પરંતુ સાધક ભાવ હોય છે. કેમ કે વિકારભાવ કર્મને લીધે થતો નથી. એટલે કે તેમાં કર્મ વ્યાપક નથી, તે વિકાર પર્યાયમાં પણ આત્મ દ્રવ્ય જ વ્યાપક છે; આમ જેણે નક્કી કર્યું, તેને વિકાર વખતે પણ, દ્રવયની પ્રતીતિ ખસતી નથી, એટલે પર્યાયમાં દ્રય વ્યાપક છે, એમ નકકી કરનારને, એકલા વિકારમાં જ વ્યાપકપણું રહેતું નથી. પણ સમ્યકત્વાદિ નિર્મળ પર્યાયમાં વ્યાપકપણું હોય છે. (૨૮) કોઇ પર્યાય પોતે, પોતામાંથી ઉત્પન્ન થઇ શકે નહિ. પણ તે દ્રવ્યતા આધારે -દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય; કારણ કે, જો એમ ન હોય તો, તો દ્રવ્યરૂપ આધાર વિના પર્યાયો ઉત્પન્ન થાય, જળ વિના રોગો થાય. એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે; તેથી પર્યાયને ઉત્પન્ન થવા માટે, દ્રવ્યરૂપ આધાર જોઇએ. આ રીતે જ્ઞાનપર્યાય પણ પોતે પોતામાંથી ઉત્પન્ન થઇ શકે નહિ, આત્મ દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય, એ વાત તો બરાબર છે. પરંતુ જ્ઞાનપર્યાય પોતે હોવાથી, જણાઇ શકે નહિ. (૨૯) પ્રશ્ન : દ્રવ્યની સિદ્ધિ, તો પર્યાયથી થાય છે, તો પર્યાય ઊંચી થઇ? ઉત્તર : દ્રવ્યની સિદ્ધિ ભલે પર્યાય કરે છે, પણ પર્યાય તો એક સમયની છે, અને દ્રવ્ય તો અનંતી અનંતી. પર્યાયનો પિંડ પ્રભુ છે, એની કિંમત છે. એક સમયની પર્યાય ત્રણ કાળ, ત્રણ લોકના પદાર્થો જાણે છે, પણ દ્રવ્ય તો,
૬૦૩ એથી અનંત ગુણી પર્યાયનો પિંડ છે. એથી પર્યાય કરતાં દ્રવ્યની કિમંત અનંતગુણી છે. એવા દ્રવ્યની કિંમત થાય, તો પર્યાયમાં આનંદનું વેદન આવે. પ્રશ્ન : દ્રવ્યમાં પડેલો આ, નંદ કામ ભોગમાં-ભોગવટામાં આવતો નથી. અને પર્યાયનો, આનંદ કામ-ભોગવટામાં આપે છે, તે પર્યાયની કિમંત વધે છે? ઉત્તર : પર્યાયમાં ભોગવટામાં આવતો આનંદ, એક ક્ષણ પૂરતો છે. ને દ્રવ્ય, તો ત્રિકાળી આનંદનો પિંડ છે. ક્ષણેક્ષણે દ્રવ્યમાંથી, આનંદનો પ્રવાહ આવે છે. એથી દ્રવ્ય આનંદનો સાગર છે. આનંદના સાગરની કિંમત વિશેષ છે. (૩૦) ગુણોના વિશેષ કાર્યને (પરિણમને) પર્યાય કહે છે. (૩૧) અવસ્થા (૩૨) પરિણમન-અવસ્થા. શરીર, વાણી અને મન વગરેની, જે ક્ષણેક્ષણે અવસ્થા થાય છે, તેનો કર્તા આત્મા નથી. જુદા દ્રવ્યની અવસ્થા, જુદા દ્રવ્યમાં અને આત્માની અવસ્થા, આત્મામાં થાય છે. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે, તે તો વ્યપક છે. અને કોઇ અવસ્થા વિશેષ, તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે, ને પર્યાય તે વ્યાપ્ય છે. કારણ કે, દ્રવ્ય તો બધી અવસ્થાઓમાં વ્યાપક જ છે. અને પર્યાય તો, કોઇ એક અવસ્થા વિશેષ છે, માટે તે વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય, અભેદરૂપ જ છે; કાંઇ ભિન્ન ભિન્ન નથી. માટે જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ છે, તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ છે. આમ હોવાથી, દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે, વ્યપાઇ જાય છે. આવું વ્યાપ્ય વ્યાપકપણું, તત્ત્વસ્વરૂપમાં જ હોય છે.પુદ્ગલ દ્રવ્ય વ્યાપક છે અને વર્ણ-ગંધ રસ-સ્પર્શની પર્યાય તે વ્યાપ્ય છે. તે દ્રવ્ય અને પર્યાય બન્ને અભેદ છે. જે દ્રવ્યનું સ્વરૂપ અને સત્ત્વ છે, તે જ પર્યાયનું સ્વરૂપ અને સત્ત્વ છે.આત્મા વ્યાપક અને જ્ઞાનાદિ ગુણની પર્યાય, તેનું વ્યાપ્ય છે. જે આત્માનું સ્વરૂપ અને સત્ત્વ છે. તે જ પર્યાયનું સ્વરૂપ અને સત્ત્વ છે. દ્રવ્યને પર્યાય અભેદ છે. એ રીતે વ્યાપ્ય વ્યાપકપણું તત્ત્વસ્વરૂપમાં હોય, પણ અતત્ત્વસ્વરૂપમાં ન હોય, એટલે કે જેનાં સત્ત્વ-સત્તા ભિન્ન ભિન્ન છે. એવા પદાર્થોમાં વ્યાપક