________________
ઉપશમભાવરૂપ હોય છે પણ અંદર દ્રવ્યમાં સમાઈ જાય ત્યારે પારિણામિક ભાવરૂપ થઈ જાય છે. (ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકરૂપ રહેતી નથી.) (૪) પર્યાયનું લક્ષણ પરસ્પર વ્યતિરેક છે. આ લક્ષણ પ્રદેશોમાં પણ વ્યાપે છે, કારણ કે એક પ્રદેશ બીજા પ્રદેશરૂપ નહિ હોવાથી પ્રદેશોમાં પરસ્પર વ્યતિરેક છે; તેથી પ્રદેશો પણ પર્યાયો કહેવાય છે. (૫) બદલાતી દશા. ક્રમવતી પર્યાય; અવસ્થા (૬) હાલત કહો, દશા કહો, અંશ કહો, અવસ્થા કહો-બધું એકાર્થ છે. (૭) ગુણોના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે. (૮) વર્તમાન ક્ષણિક અવસ્થા. (૯) દ્રવ્યની બદલતી દશા-મતિ, શ્રુત આદિને પર્યાય કહે છે. (૧૦) વર્તમાન દશા; હાલત; અવસ્થા; પરિણમન. (૧૧) કોઇ પર્યાય પોતે, પોતામાંથી ઉત્પન્ન થઇ શકે નહિ પણ તે દ્રવ્યના આધારે-દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય; કારણ કે જો એમ ન હોય તો, તો દ્રવ્યરૂપ આધાર વિના પર્યાયો ઉત્પન્ન થાય, જળ વિના તરંગો થાય; એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે; તેથી પર્યાયને ઉત્પન્ન થવા માટે, દ્રવ્યરૂપ આધાર જોઇએ. આ રીતે જ્ઞાનપર્યાય પણ પોતે, પોતામાંથી ઉત્પન્ન થઇ શકે નહિ; આત્મદ્રવ્યમાંથી ઉત્પન્ન થતો, જ્ઞાનપર્યાય પોતે, પોતાથી જ જણાય છે. જેમ દીવારૂપ આધારમાંથી, ઉત્પન્ન થતો પ્રકાશ પર્યાય સ્વ-પરને પ્રકાશે છે, તેમ આત્મારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો જ્ઞાન પર્યાય સ્વપરને જાણે છે. વળી જ્ઞાન પોતે પોતાને જાણે છે, એ અનુભવસિદ્ધ પણ છે.(*) જ્ઞાનને શેયભૂત દ્રવ્યો આલંબન અર્થાત નિમિત્ત છે. જ્ઞાન શેયને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું ? (૯) શેયને જ્ઞાન આલંબન અર્થાત નિમિત્ત છે, સેય જ્ઞાનમાં ન જણાય, તો શેયનું શેયત્વ શું? (૧૨) પ્રજા; અલ્પ રાગ-દ્વેષની પ્રજા (૧૩) અંશ, ભાગ, હાર, વિધ, પ્રકાર, ભેદ, છેદ, ભંગ, આ બધા શબ્દ એક અર્થના વાચક છે. બધાનો અર્થ પર્યાય છે. (૧૪) પર્યાયમાં પરિપૂર્ણ જ્ઞાનશકિતનો અવિશ્વાસ, તે સંસાર, પર્યાયમાં પરિપૂર્ણ જ્ઞાનશકિતની શ્રદ્ધા, તે સાધક દશા અર્થાત્ મોક્ષમાર્ગ, અને પર્યાયમાં પરિપૂર્ણ જ્ઞાનશકિતનું પ્રગટપણું, તે મોક્ષ. (૧૫) અવસ્થા (૧૬) આ ઉપજે છે. વિણસે છે, તે પર્યાયનો સ્વભાવ છે. પર્યાય છે, તે અનિત્ય છે. (૧૭) કાર્ય; પરિણામ; પરિણમન; અવસ્થા
(૧૮) ગુણના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે. (૧૯) એક મોટા પંડિત, એમ કહેતા હતા કે, પર્યાયમાં જો અશુદ્ધ ભાવ થાય, તો આખું દ્રવ્ય અશુદ્ધ થઇ જાય. અરે ભાઇ! તું શું કહે છે આ? શુદ્ધ આત્મ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. ત્રિકાળી દ્રવ્ય, કદીય અશુદ્ધ થતું જ નથી. પર્યાયમાં વિકાર અશુદ્ધતા થાય છે. શુભાશુભ વખતે દ્રવ્યની પર્યાય, તેમાં તન્મય છે. દ્રવ્યની પર્યાય અશુદ્ધતાથી તન્મય છે. પણ તેથી કાંઇ ત્રિકાળી દ્રવ્ય, અશુદ્ધ થઇ જાય છે, એમ નથી. પરિણામ ભલે શુભ કે અશુભ હો, તે કાળે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, તો શુદ્ધ જ છે. અનાદિ અનંત વસ્તુતત્વ, તો શુદ્ધ જ છે. અને જયાં શુભાશુભથી ખસીને જીવ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરે છે, ત્યાં તત્કાળ જ પર્યાય પણ શુદ્ધ થઇ જાય છે. સમજાણું કાંઇ! પરથી ખસ સ્વમાં વસ, ટૂંકું ને ટચ, આટલું કરે તો બસ. બસ આ વાત છે. (૨૦) પલટતી અવસ્થા (૨૧) પ્રશ્નઃ પર્યાયમાં પ્રભુતા કેમ પ્રગટે ? ઉત્તર : અરે ભાઇ ! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો કષાય આવે તેને જાણવો, તે તારી પ્રભુતા છે. કષાયને મારા માનવા, તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય, કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે, તેમ કષાયભાવ-વિભાવો જ્ઞાનમાં જણાય છે. તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે, તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી, તેથી કજાત છે, પર જાત છે, પર હોય છે, સ્વજાત
સ્વષેય નથી. તું શાયક સ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરમાં વિશ્વાસ કરતાં, પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. (૨૨) ભેદ; પરિણમન;અવસ્થા;દશા; પરિણામ; સ્થિતિ હાલત (૨૩) ગુણોના વિશેષ કાર્યને (પરિણમનને), પર્યાય કહે છે. (૨૪) પરની પર્યાયને પર દ્રવ્ય કહો પણ સ્વની નિર્મળ પર્યાયને પણ પર દ્રવ્ય કેમ કહો છો ? ઉત્તર :- પર દ્રવ્યના લક્ષ જો નિર્મળ પર્યાયના લો પણ રાગ ઉઠતો
હોવાથી, એ પણ ખરેખર તે પર દ્રવ્ય છે. દ્રવ્યથી સર્વથા ભિન્ન છે,