________________
પરિષહ જય ઃદુઃખનાં કારણો મળતાં દુઃખી ન થાય, તથા સુખનાં કારણો મળતાં, સુખી ન થાય પણ જ્ઞાતા તરીકે શેયને જાણવાવાળો જ રહે, એ જ સાચો પરિષહ જય છે.
પરિષહો પોતાના આત્માને જાણવાના ઇચ્છુકોએ, પરીષહો સહન કરવા જોઇએ. આગમમાં બાવીસ પરીષહો બતાવ્યા છે. તેના નામ છેઃ- ક્ષુધા, પિપાસા, શીત,ઉષ્ણુ ડાંસ, મચ્છર, નગ્નતા, અરતિ, સ્ત્રીચર્યા,નિષધા, શય્યા, આક્રોશ,વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મળ, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન. આ પરિષહો જે સહન કરતો નથી, તેનું આત્મજ્ઞાન નષ્ટ થઇ જાય છે. અર્થાત, પ્રથમ તો ઉત્પન્ન નથી થતું, અને જો ઉત્પન્ન થાય પણ છે, તો સ્થિર નથી રહેતું.
પરિસ્કંદ :કંપન (૨) હિલચાલ; ધ્રૂજ્યા કરવું તે; ફરક્યા કરવું એ; કંપન. પરિમંદ વડે છૂટાં પુદ્ગલો છૂટાં પુદ્ગલો કંપન વડે ભેગાં મળે છે. ત્યાં છૂટાપણે
તેઓ નષ્ટ થયાં, પુદ્ગલપણે ટકયાં ને ભેગાપણે ઉપજ્યાં. (તે અપેક્ષાએ તેઓ ઉપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે)
પરિષંદન :ચંચળ થવું. (૨) કંપન (૩) હલન ચલન (૪) ધ્રુજયા કરવું એ, ફરકયા કરવું એ, હિલચાલ પરિમંદરૂપ પર્યાય તે ક્રિયા છે.
પરિષ્ઠ સર્વ પ્રકારે સ્પષ્ટ; અત્યંત સ્પષ્ટ (૨) સર્વ પ્રકારે સ્પષ્ટ. (૩) સર્વ પ્રકારે સ્પષ્ટ; અત્યંત સ્પષ્ટ.
પરિસમાપ્તપણું ઃસંપૂર્ણ રીતે પૂર્ણ થયેલપણું; જેમાં કાંઈ જ હવે કરવાનું બાકી નથી તેવું. પરિસમાપ્તિ :પ્રતિપાદન
પરિક્ષણ :ચારે તરફ દોડી જવું
પરિષ્ઠવ કર્મને પાછા જવું. (૨) નિર્જરા.
પરિસેવવું ઃઆચરવું.
પરિહરે :છોડે, ત્યજી દે.
પરિહરવું ઃપરહરવું; તજી દેવું; છોડી દેવું; ત્યાગ કરવો; જતું કરવું.
૫૯૮
પરિહાર ત્યાગ; મુક્તિ; છૂટકારો; નિરાકરણ; ખુલાસો; નવમાનું એક પ્રાયશ્ચિત તપ. (૨) સર્વથા ભિન્ન કરવું; જુદુ કરવું; દૂર કરવું (૩) પરિત્યાગ; છોડીને. (૪) છોડીને; પરિત્યાગ. (૫) છોડીને; ત્યાગ. પરિહાર્ય=ટાળી શકાય એવું કે, ટાળવા જેવું. પરિહાર=પરિત્યાગ (૬) પરિત્યાગ; છોડીને; ઉત્સુકતા અને આસકિત મટી જવી. (૭) છોડવું; પરિત્યાગ. (૮) છોડવું; દૂર કરવું; પરિત્યાગ; ઉત્સુકતા અને આસકિત મટી જવી, તે જ પરિહાસ અથવા પરિત્યાગ છે.
પરિહારવિશુદ્ધિ :ત્યાગવિશુદ્ધિ; નિર્મળ ત્યાગ. પરીક્ષા પ્રધાન ઃસર્વ દેશે વસ્તુતત્ત્વનો સાંગોપાંગ વિચાર કરવો પડે, તે. સાંગોપાંગ
વિચારપૂર્વક નિર્ધારેલ વસ્તુતત્ત્વ પોતે તો, સમ્યગ્ જાણી શકે અને બીજાને પણ સમજાવી શકે. (૨) જેઓ પોતાના સમ્યજ્ઞાન વડે, પહેલાં સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કર, અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને પરીક્ષાપ્રધાન કહીએ. કેમ કે કોઇ પદ, વેષ અથવા સ્થાન પૂજય નથી, ગુણ પૂજય છે. તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ, ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે, એમ આચાર્યે નિશ્ચય કર્યો. જેમનામાં એવી ગુણ હોય તે સહજ જ સ્તુતિ કરવા યોગ્ય થયો. કારણકે, જે ગુણ છે તે દ્રવ્યના આશ્રયે છે, જુદો નથી એ વિચારીને નિશ્ચય કરીએ, તો એવો ગુણ પ્રગટરૂપ અરિહંત અને સિદ્ધમાં હોય છે. આ રીતે પોતાના ઇષ્ટદેવનું સ્તવન કર્યું.
પરીત સંસારી સમીપ મુક્તિગામી
પ્રીતિ :પ્રેમ; હેત; સ્નેહ; અનુરાગ; રુચિ; ભાવ. (૨) સરળ વાત્સલ્યતા પરીષહ :ઉપશ્વર્ગ
પરીષહો ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, નગ્નતા, અરતિ, શ્રીચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મળ, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન. આ પ્રમાણે આગમમાં બાવીસ પરીષહ કહ્યા છે. પોતાના આત્માને જાણવાના ઇચ્છુકોએ, ઉપર