________________
બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી, અને દ્રવ્ય પોતે જ, પોતાને, પોતાનાથી, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી, આ નિશ્ચય છ કારકો જ, પરમ સત્ય છે.
ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પાતાની, અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી, પોતે જ, છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવાને સમર્થ છે; તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. માટે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા ઈચ્છનાર આત્માએ, બાહ્ય સામગ્રીથી અપેક્ષા રાખી, પરતંત્ર થયું નિરર્થક છે.
(૧) શુદ્ધ ઉપયોગમાં લીન આત્મા, પોતે જ છ કારક રૂપ થઇન....અનંત શક્તિવાળા જ્ઞાનસ્વભાવ વેડે સ્વતંત્ર હોવાથી પોત જ કર્તા છે.
(૨) પોતે, અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી, કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી, પોતે જ કર્મ છે;
(૩) પોતાના અનંત શક્તિવાળા પરિણમન સ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે, કેવળજ્ઞાન કરતો હોવાથી, આત્મા પોતે જ કરણ છે;
(૪) પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી, આત્મા પોતે જ સંપ્રદાન છે; (૫) પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને, કેવળજ્ઞાન કરતો હોવાથી, અને પોતે સહજ જ્ઞાન સ્વભાવ વડે, ધ્રુવ રહેતો હોવાથી, પોતે જ અપાદાન છે; (૬) પોતાનામાં જ અર્થાત પોતાના હોવાથી, પોતે જ અધિકરણ છે.
જ આધારે,કેવળજ્ઞાન કરતો
આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી, તે સ્વયંભૂ કહેવાય છે. અથવા, અનાદિ કાળથી, અતિદઢ બંધાયેલા (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ), દ્રવ્ય તેમ જ ભાવ ઘાતિ કર્મોને નષ્ટ કરીને, સ્વયમેવ આવિર્ભૂત તથા કોઈની સહાય વિના પોતાની મેળે જ, પોતે પ્રગટ થયો, તેથી તે સ્વયંભૂ કહેવાય છે.
૫૪૯
નિશ્ચય સમ્યક્ત્વ ઉપશમ સમ્યક્ત્વ જીવનો સ્વ સન્મુખ પુરુષાર્થ પૂર્વકથી સાત પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે ત્યારે જીવનો જે ભાવ થાય તેને ઉપશમ સમ્યક્ત્વ કહે છે.
દર્શન મોહનીય (૩) : મિથ્યાત્વ, સમ્યક્ત્વ મિથ્યાત્વ અને સમ્યક્ પ્રકૃતિ. ચારિત્ર મોહનીય (૪) : અનંતાનુંબંધી ક્રોધ, માન, માયા,લોભ. પ્રથમોપશમ સમ્યક્ત્વ.
- અનાદિ મિમ્દષ્ટિને, પાંચ પ્રકૃતિઓ (મિથ્યાત્વ,ક્રોધ,માન,માયા, લોભ)
- સાદિ મિથ્યષ્ટિને, સાત પ્રકૃતિઓ ઉપશમથી જે ઉત્પથાય, તેને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ કહે છે.
દ્વિતીયોપશમ સમ્યક્ત્વ
- સાતમા ગુણ સ્થાન કે, ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ, શ્રેણી ચઢવાની સન્મુખ અવસ્થામાં ક્રોધ, માન, માયા. લોભનું વિસર્જન કરીને, દર્શન મોહની ત્રણ પ્રકૃતિઓના ઉપશમ કાળે, જીવ જે સમહ્ત્વ પ્રાપ્ત કરે છે, તેને દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ કહે છે. ક્ષાયોપશમિક સમ્યક્ત
છ પ્રકૃતિઓ (મિથ્યાત્વ, સમ્યક્ત્વ, ક્રોધ,માન,માયા, લોભ) ના અનુદય, અને સમ્યક્ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી, જે ભાવ ઉત્પન્ન થાય તેને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહે છે.
ક્ષાયિક સમ્યક્ત્વ
જીવનો સ્વસન્મુખ પુરુષાર્થથી, સાતે પ્રકૃતિઓનો ક્ષય થાય છે. ત્યારે જીવનો જે ભાવ થાય છે, તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહે છે. નિશ્ચેતન અણસમજું; જડ જેવા (૨) જડ, ચેતન રહિત. નિશ્ચેતનને જડ જેવાને, અણ સમજુને.
નિશ્ચય :હું પૂર્ણ પવિત્ર જ્ઞાયક જ છું; અસંગ છું, એ નિશ્ચય (૨) શુધ્ધ આત્મ
સ્વભાવ (૩) ખરેખર (૪) શુધ્ધ આત્મસ્વભાવ (૫) પર નિમિત્તની અપેક્ષા રહિત, સ્વઆશ્રિત, તે નિશ્ચય. (૬) ખરેખર (૭) જે પોતાના જ