________________
૫૫૮ નિષ્કામબુદ્ધિ :માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષાવિના, કેવળ
નિકામબુદ્ધિથી આત્માર્થે સ્વાધ્યાય કરવો. નિષ્કારણ જેનું કાંઇ કારણ નથી એવું; સ્વયં સિધ્ધ; સહજ (૨) નિયોજન;
નિહેતુક; કારણ વિના; અમથું અમથું; અમસ્તુ (૩) જેનુ કોઇ કારણ નથી
એવું; સ્વયંસિધ્ધ; સહજ (૪) નિહેતુક; નિપ્રયોજન; કારણ વિના નિષ્કારણ નિપ્રયોજન, નિર્દેતુક, કારણ વિના, અમસ્તુ, અમથું અમથું (૫)
કારણ વગરનું, શુદ્ધ, નિર્દોષ (૬) જેનું કોઇ કારણ નથી એવું, સવયંસિદ્ધ,
સહજ. (૭) કારણ વિના, નિપ્રયોજન, નિર્દેતુક નિર્વિચન યોગી હું કોઇનો નથી અને તેથી બીજો કોઇપણ બાહ્ય પદાર્થ મારો
નથી, વાસ્તવમાં અકિંચન, નિઃસંગ અથવા અપરિગ્રહી, યોગીનું એ જ રૂપ
જડની ક્રિયાઓ બોલવું, ચાલવું, ખાવું, પીવું, લખવું ઇત્યિાદિ, તો ભગવાન આત્મામાં છે જ નહિ. અહીંતો કહે છે કે એની પર્યાયમાં રાગાદિ વિકારની જે ક્રિયા થાય છે, તે ક્રિયારૂપે શુદ્ધ દ્રવ્ય થતું નથી, તથા એની પર્યાયમાં મોક્ષની સાધક, જે જ્ઞાનભાવરૂપ ક્રિયા થાય છે, તે ક્રિયારૂપે પણ શુદ્ધ દ્રવ્ય થતું નથી. અહા! જે એક ગ્લાયકભાવ છે તે તો તે જ છે, તે કદીય પ્રમત્ત-અપ્રમત્તરૂપ થયો નથી. માટે કહે, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અક્રિય છે. અહો! કોઇ અલૌકિક શૈલીથી વીતરાગી સંતોએ, શુદ્ધ દ્રવ્યસ્વભાવનું રહસ્ય ખોલ્યું છે, બાપુ! આતો અંતરનાં નિધાન ખોલ્યાં છે. (૨) બંધના કારણભૂત જે ક્રિયા એટલે કે, રાગાદિ મલિનભાવ તે રૂપ શુદ્ધ પારિણામિક ભાવ નથી, તેથી તેને નિષ્ક્રિય કહે છે, આ પુણ્ય-પાપના ભાવ જે થાય, તે બંધના કારણરૂપ ક્રિયા છે, તેની શુદ્ધ પારિણામિકમાં અભાવ છે. તેથી તેને નિષ્ક્રિય કહ્યો છે. તે ક્રિયા પર્યાયમાં તો છે, પણ શુદ્ધ દ્રવ્યવસ્તુમાં નથી. માટે શુદ્ધ દ્રવ્યવસ્તુ
નિષ્ક્રિય છે. નિષ્કલ શરીર રહિત, નિષ્ક્રિય (૨) જેને શરીર નથી એવા નિકલ પરમાત્મા
- નિરાકાર સ્વરૂપ અશરીરી સિદ્ધ પરમેષ્ઠી. નિષ્કલંક સર્વજ્ઞ વીતરાગ પર્યાયમાં નિષકલંક છે. એમ ભગવાન આત્મા વસ્તુપણે
નિકલંક છે. (૨) જે ભવ ધારણ ન કરે તે. (૩) કલંક વગરનું, નિપ્રયોજન,
વગર કારણે. નિષ્કાંતિપણું સમ્યગ્દર્શનનું બીજું અંગ છે. આલોક-પરલોકમાં ઇન્દ્રિયનાં
સુખરૂપ ફલની ઇચ્છા વિના ધર્મનું આરાધન કરવું; નિયાણું, તૃષ્ણા, આશા
વાસના ન રાખવી તે બીજું નિષ્કાંક્ષિત અંગ છે. નિસ્પૃહા, નિર્મોહીપણું નિષ્કાન :મુનિ, સન્યાસી, ગૃહસ્થપણાથી, બહાર નીકળી ગયેલા. નિષ્કામ કામના વિનાનું, ફળની ઇચ્છા વિનાનું; અનાસકત (૨) કામના વિનાનું,
ફળની ઇચ્છા વિનાનું, અનાસક્ત; જેના ફળની કોઇ ઇચ્છા નથી તેવું (૩) કામના વિનાનું, ફળની ઇચ્છા વિનાનું, અનાસકત, જેના ફળની કોઇ ઇચ્છા નથી, તેવું (કર્મ) (૪) નિઃસ્વાર્થ, ફળની ઇચ્છા વિનાનું, કામના વિનાનું
નિશ્યિ બંધના કારણભૂત જે ક્રિયા એટલે કે રાગાદિ મલિનભાવ તે-રૂપ શુધ્ધ
પારિણામિકભાવ નથી તેથી તેને નિષ્ક્રિય કહે છે. આ પુણ્ય-પાપના ભાવ જે થાય તે બંધના કારણરૂપ ક્રિયા છે અને તેનો શુદ્ધ પારિણામિકમાં અભાવ છે તેથી તેને નિષ્ક્રિય કહ્યો છે. તે ક્રિયા પર્યાયમાં તો છે પણ શુદ્ધ દ્રવ્ય વસ્તુમાં નથી. માટે શુધ્ધ દ્રવ્યવહુ નિષ્ક્રિય છે. તેમજ મોક્ષના કારણરૂપ જે ક્રિયા-શુધ્ધભાવના પરિણતિ તે-રૂપ પણ શુધ્ધ પારિણામિકભાવ થતો નથી. મોક્ષના કારણરૂપ ક્રિયા છે તે નિર્મળ નર્વિકાર શુધ્ધભાવના પરિણતિ છે. તે ક્રિયાપણે ત્રિકાળી શુધ્ધ દ્રવ્ય થતું નથી, માટે તે નિષ્ક્રિય છે. સગ્ગદર્શનનો વિષય જે ત્રિકાળી શુધ્ધ દ્રવ્ય તે સમ્યગ્દર્શનની ક્રિયાપણે થતું નથી. જડની ક્રિયાઓ-બોલવું, ચાલવું, ખાવું, પીવું, લખવું ઇત્યાદિનો જે ભગવાન આત્મામાં છે જ નહિ. અહીં તો કહે છે. એની પર્યાયમાં રાગાદિ વિકારની જે ક્રિયા થાય છે તે ક્રિયારૂપે શુધ્ધ દ્રવ્ય થતું નથી, તથા એની પર્યાયમાં મોક્ષની સાધક જે જ્ઞાનભાવરૂપ ક્રિયા થાય છે તે ક્રિયારૂપે પણ શુધ્ધ દ્રવ્ય થતું નથી. જે એક ગ્લાયકભાવ છે તે તો તે જ છે, તે કદીય પ્રમત્ત અપ્રમત્ત થયો નથી. માટે કહે છે, ત્રિકાળી શુધ્ધ દ્રવ્ય અક્રિય છે.