________________
પરિનિષ્ઠત :પરિ-સર્વથા, નિ-નિતાંતપણે, આત્યંતિકપણે સ્થિત. પરિનિષ્ઠિત
અર્થાત્ ચૌતન્યમય કેવલ દર્શન-જ્ઞાન સ્વભાવમાં સર્વથા સુસ્થિત એવું, શુદ્ધ
કેવલજ્ઞાન પરિપંથી શત્રુ; વાટપાડુ; લુટારો. પરિપૂર્ણ :જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ,આનંદથી પૂર્ણ, શાંતિથી પૂર્ણ, સ્વચ્છતાથી
પૂર્ણ, કર્તાથી પૂર્ણ, કર્મથી પૂર્ણ ઇત્યાદિ સમસ્ત અનંત શક્તિઓથી આત્મસ્વભાવ પરિપૂર્ણ છે. ત્રણ લોકમાં (સંખ્યાએ) અનંત જીવ છે. એનાથી અનંતગણા પરમાણુ છે. એનાથી અનંતગુણા ત્રણ કાળના સમય છે. એનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે. એનાથી અનંતગુણા એક જીવમાં ગુણો છે. આ બધા ગુણો પૂર્ણ છે. અને આવા અનંતગુણ-શક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુધ્ધનય આવા પૂર્ણ શક્તિઓથી મંડિત જે સમસ્ત લોકલોકને જાણવામાં સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે. જ્ઞાનમાં જે ભેદ પડે છે એ તો કર્મ સંયોગથી છે. શું કહ્યું ? આ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય, કેવળજ્ઞાન એ જે પર્યાયના ભેદો છે એ તો કર્મના નિમિત્તથી અપેક્ષાથી છે. વસ્તુમાં (જ્ઞાનસ્વભાવમાં) ભેદ નથી. શુધ્ધનયમાં કર્મ અને કર્મની અપેક્ષા ગૌણ છે. શુધ્ધનય તો એક માત્ર પૂર્ણ સ્વભાવને પ્રગટ કરે છે. ભાઇ! આ
ચીજને સમજવી એ કોઇ અલૌકિક પુરુષાર્થ છે. પરિપાર્ણ શાનચેતના અહીં પરિપૂર્ણ જ્ઞાનચેતનાની વિવક્ષા હોવાથી, કેવળી
ભગવંતોને અને સિધ્ધ ભગવંતોને જ જ્ઞાનચેતના કહેવામાં આવી છે. આંશિક જ્ઞાનચેતનાની વિવક્ષાથી તો મુનિઓ, શ્રાવકો અને અવિરત સમદ્રષ્ટિઓને પણ જ્ઞાનચેતના કહી શકાય છે; તેનો અહીં નિષેધ ન
સમજવો, માત્ર વિવેક્ષાભેદ છે એમ સમજવું પરિપૂર્ણ શાનવંત અહીં પરિપૂર્ણ જ્ઞાનચેતનાની વિવક્ષા હોવાથી, કેવળી
ભગવંતોને અને સિદ્ધ ભગવંતોને જ જ્ઞાનચેતના કહેવામાં આવી છે. આંશિક જ્ઞાનચેતનાની વિવેક્ષાથી તો મુનિઓ, શ્રાવકો અને અવિરત સમ્યગ્દષ્ટિઓને
૫૯૪ પણ જ્ઞાનચેતના કહી શકાય છે, તેનો અહીં નિષેધ ન સમજવો, માત્ર
વિવક્ષાભેદ છે એમ સમજવું. પરિપર્ણ નિર્વિકાર, અસંયોગી સવભાવ :જીવ, પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલ્યો,
તેમાં જ આઠ પ્રકારના ભાવ કર્મ આવી જાય છે. અને એ ભાવ કર્મ જ, આત્માને દુઃખનું કારણ છે. જડ કર્મો તો નિમિત્ત છે, પોતાના સ્વભાવનો મહિમા ભૂલીને, જડકર્મના નિમિત્તે થતી અપૂર્ણ અવસ્થા, વિકાર અને પર સામગ્રી, તેની જ્ઞાનમાં કિંમત ભાસી તે જ દુઃખ છે. અને સ્વયમેવ પરિપુર્ણ, નિર્વિકારી અને સામગ્રીના સંગ વિનાનો, એવો આત્મ સ્વભાવ છે તેની જ્ઞાનમાં કિંમત થતાં, અપૂર્ણતા-વિકાર અને સામગ્રીનો મહિમા, ટળી ગયો, તે જ મુક્તિનો ઉપાય છે. જ્ઞાનમાં પોતાના સ્વભાવની કિંમત આવ્યા વગર, ગમે તેટલા ઉપાય કરે, તે બધાય ખોટા જ છે. આત્માનો સ્વભાવ ચૈતન્યમય, અચિંત્યશકિતરૂપ અને પોતાનાથી જ કૃતકૃત્ય છે. એને જાણે તો તેનો મહિમા આવે. જેણે પોતાના સ્વભાવને જ, પરિપૂર્ણ કૃતકૃત્ય જાણ્યો છે, એવા જ્ઞાનીને અન્ય ભાવોથી શું પ્રયોજન છે? જેણે પોતાના સ્વભાવને જ, કૃતકૃતય જાય છે. તેને કદી, કોઇ અન્ય ભાવોનો મહિમા હોય જ
નહિ. પરિપુર્ણની પ્રતીતિ તે સમ્યગ્દર્શન પરિપૂર્ણપણું આખાપણું. પરિપૂર્ણપણે અત્યંત સ્પષ્ટતાથી, સંપૂર્ણ સ્પષ્ટતા પરિપૂર્ણમાં સ્થિરતા તે સમ્યચ્ચારિત્ર પરિપાક:પરિણામ; ફળ; પરિપકવ થવું એ. પરિણામણ એક સ્થાનેથી બીજા સ્થાને કરતા રહેવું, ભવભ્રમણ (૨) ટહેલવું તે;
ગોળ ગતિમાં કરવું તે; ભ્રમણ પરિભાવન :એકાગ્રપણારૂપ, આત્મધ્યાન પરિભાષણ વ્યાખ્યા (૨) પરિભાષા સૂત્ર (૩) વાર્તાલાપ; સંભાષણ; નિંદા;
ફિટકાર (૪) વ્યાખ્યા (૫) જે યથાસ્થાનમાં, અર્થ દ્વારા વસ્તુનું સ્વરૂપ સૂચવે, તેવી શાસ્ત્રરચના