________________
જ્ઞાન; પરિજ્ઞાન એ પર્યાય છે. (૫) પૂરું જ્ઞાન જ્ઞાન (૬) પૂરું જ્ઞાન; જ્ઞાન; સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનું ભિન્નપણું જાણેલું જ્ઞાન. (૭) સમસ્ત પ્રકારે જ્ઞાન થવું જેવો આત્મા પૂર્ણ-પરિપૂર્ણ છે એવું જ્ઞાન થવું એનું નામ સમ્યજ્ઞાન
૫૯૨ વિના પરિણામ નથી, દ્રવ્ય ગુણ પર્યાયમાં રહેલો પદાર્થ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમય અસ્તિત્વથી બનેલો છે. જો વસ્તુને પરિણામ વિનાની માનવા આવે, તો ગોરસ વગેરે વસ્તુઓના દૂધ, દહીં, ઘી, છાશ આદિ, પરિણામો પ્રત્યક્ષ દેખાવ છે, તેની સાથે વિરોધ
આવે.
પરિણાનપૂર્વક યથાર્થ જ્ઞાનપૂર્વક. પરિજન :પરિવાર; કુટુંબ પરિવાર પરિણતિ પર્યાય (૨) પરિણામ પરિણમન :પરિણામ (૨) અંતરવેદન પરિણય :પરિણમવા યોગ્ય. (દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ
રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાઈને સ્કંધ બનતાં, દશ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ રૂક્ષતા રૂપે પરિણમી જાય છે; અથવા દશ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાઈને અંધ બનતાં, દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ સ્નિગ્ધતા રૂપે પરિણમી જાય છે, માટે ઓછા અંશવાળો પરમાણુ પરિણમ્ય છે અને બે અધિક અંશવાળો પરમાણુ પરિણામક છે. એક અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો પરમાણુ (સામાન્ય નિયત અનુસાર) પરિણામક તો નથી જ અને જઘન્યભાવમાં વર્તતો હોવાથી પરિણમ્ય પણ નથી. આ રીતે જઘન્યભાવ
બંધનું કારણ નથી.) પરિણમવું પરિણામરૂપે થવું; કલિત થવું; નીપજવું; ઊપજવુ; બદલવું; રૂપાંતર
થવું, ઉત્પત્તિ, સ્થિતિ અને નાશરૂપ સત્ય, તેમ નિત્ય પરિણામ પામવું પરિણાત્મક શરીર શરીર, અનેક પરમાણુ દ્રવ્યોનો એક પિંડ, પર્યાયરૂપ પરિણામ
પરિણામ :૫ર્યાય (૨) અવસ્થા થાય તે. (૩) જેમ પરિણામ વિના, વસ્તુ હયાતી
ધરતી નથી, તેમ વસ્તુ વિના, પરિણામ પણ હયાતી ધરતા નથી. જો વસ્તુને પરિણામ વિનાની માનવામાં આવે, તો ગોરસ વગેરે વસ્તુઓના દૂધ, દહીં આદિ, પરિણામો પ્રત્યક્ષ દેખાય છે, તેની સાથે વિરોધ આવે. (૪) અવસ્થા; પર્યાય; ભાવ; ક્રિયા. (૫) પ્રવૃત્તિ (૬) વર્તમાન અવસ્થા (૭) ચેતનના પરિણમન માત્રપણાથી, પરિણામ છે. એકલા પરમાં પરિણમન થઇ ગયું તેને અહીં પરિણામ કહ્યાં છે. શરીર, મન, વાણી તે બધાં મારા, તે મને લાભ કરે છે, એવા જે પરિણામ છે, તે વિકારી પરિણામ છે. આ રીતે બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ, આઠે શબ્દોના એક અર્થ છે. નામ જુદા છે પણ અર્થ એક છે. (૮) અભિપ્રાય (૯) પરિણામ પર્યાયનું નામ છે. પર્યાય કોઇ દ્રવ્ય અથવા ગુણમાં જ થઇ શકે છે. જે સત્ (ભાવાત્મક) જ નથી, તેમાં પર્યાયનું હોવું, એ જ રીતે અસંભવ છે. જેમ ગધેડાને શિંગડાનું હોવું, અસંભવ છે. તેથી સત્ અને પરિણામ બન્નેનો એક જ કાળ છે. (૧૦) અવસ્થા (૧૧) અભિપ્રાય (૧૨) અવસ્થા થાય તે; અવસ્થા (૧૩) જયાં જયાં વસ્તુ જોવામાં આવે છે, ત્યાં ત્યાં પરિણામ જોવામાં આવે છે. જેમ કે, -ગોરસ તેના દૂધ, દહીં, ઘી, છાશ, વગેરે, પરિણામ સહિત જ જોવામાં આવે છે. જયાં પરિણામ નથી, ત્યાં વસ્તુ પણ નથી. જેમ કે-કાળાશ-સુંવાળપ વગેરે પરિણામ નથી, તો વસ્તુપણ નથી. માટે સિદ્ધ થયું કે, વસ્તુ પરિણામ વિના હોતી નથી, તેમ, પરિણામ પણ વસ્તુ વિના હોતાં નથી; કારણ કે વસ્તુરૂપ આય વિના, પરિણામ કોના આધારે રહે? ગોરસરૂપ આશ્રય વિના દૂધ, દહીં વગેરે, પરિણામ કોના આધારે થાય ? વળી વસ્તુ તો દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે.
પરિણામ પરિણામ ત્રણ પ્રકારનાં છે : હાયમાન, વર્ધમાન અને સમવસ્થિત.
પ્રથમનાં બે પ્રસ્થાને હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ-અકંપશૈલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે. (૨) કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિનું છેલ્લું ફળ; નતીજો; છેડો; અંત; અસર. (૩) પરિણામ વિના પદાર્થ નથી, પદાર્થ