________________
(૧) નામ નિક્ષેપ- લોકવ્યવહાર માટે અતદ્ગુણ વસ્તુમાં, ગમે તે નામ રાખવું, તે અથવા જે પદાર્થમાં જે ગુણ ન હોય, તેને તે નામે કહેવો, તે નામ નિક્ષેપ.
(૨) દ્રવ્ય નિક્ષેપ- દ્રવ્યની પૂર્વ અથવા ઉત્તર અવસ્થાને, વર્તમાનમાં કહેવી, તે દ્રવ્યનિક્ષેપ.
(૩) સ્થાપના નિક્ષેપ- મૂળ વસ્તુને સમજવા માટે કોઇ પણ પદાર્થમાં, તે વસ્તુની સ્થાયના કરવી, તે સ્થાપના નિક્ષેપ.
પદાર્થ, તે ભાવ
(૪) ભાવ નિક્ષેપ- વર્તમાન પર્યાયથી યુકત નિક્ષેપ. (૨૧) પદાર્થોમાં, લોકવ્યવહારને માટે કરાયેલ સંકેત, તે નિક્ષેપ. તે ચાર પ્રકારે મુખ્યપણે કહ્યા છે.
(૧) નામ નિક્ષેપ = લોકવ્યવહાર માટે અતદ્ગુણ વસ્તુમાં ગમે, તે નામ રાખવું તે, અથવા જે પદાર્થમાં જે ગુણ ન હોય તેને તે નામે કહેવો, તે નામનિક્ષેપ.
(૨) દ્રવ્યનિક્ષેપ = દ્રવ્યની પૂર્વ અથવા ઉત્તર અવસ્થાને, વર્તમાનમાં કહેવી, તે દ્રવ્યનિક્ષેપ.
(3)
સ્થાપના નિક્ષેપ = મૂળ વસ્તુને સમજવા માટે, કોઇપણ પદાર્થમાં તે વસ્તુની સ્થાપના કરવી, તે સ્થાપના નિક્ષેપ. ભાવ નિક્ષેપ = વર્તમાન પર્યાયથી યુકત પદાર્થ, તે ભાવનિક્ષેપ.
(૪)
(૨૨) ચાર પ્રકારે છે–
(૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય અને (૪) ભાવ.
(૧)
વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી (વ્યવહાર માટે) વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે.
(૨) આ તે છે એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું (-પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના નિક્ષેપ છે.
૫૬૩
(૩) વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વતમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે.
(૪) વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવનિક્ષેપ છે. આ ચારે નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણ રૂપે-જુદા જુદારૂપે) અનુભવ કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને ભિન્ન લક્ષ્યથી રહિત એક પોતાના ચૈતન્ય લક્ષણરૂપ જીવ સ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ-નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન
છે.
(૨૩) પદાર્થોમાં, લોકવ્યવહારને માટે કરાયેલ સંકેત તે નિક્ષેપ. તે ચાર પ્રકારે મુખ્યપણે કહ્યાં છે.
(૧) નામ=લોક વ્યવહાર માટે અતદગુણ વસ્તુમાં ગમે તે નામ રાખવું તે અથવા જે પદાર્થમાં જે ગુણ ન હોય તેને તે નામ કહેવો તે નામનિક્ષેપ.
(૨) દ્રવ્ય-દ્રવ્યની પૂર્વ અથવા ઉત્તર અવસ્થાનને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ
(૩)સ્થાપના=મૂળ વસ્તુને સમજવા માટે કોઇ પણ પદાર્થમાં તે વસ્તુની સ્થાપના કરવી તે સ્થાપના નિક્ષેપ
(૪) ભાવ=વર્તમાન પર્યાયથી યુકત પદાર્થ તે ભાવનિક્ષેપ.
નિક્ષેપના ભેદો :
(૧) નામ નિક્ષેપ:- ગુણ, જાતિ કે ક્રિયાની અપેક્ષા રહિત માત્ર ઇચ્છાનુસાર કોઇનું નામ રાખવું તે નામ નિક્ષેપ છે. જેમ કોઇનું નામ જિનદત્ત રાખ્યું, ત્યાં જો કે જિનદેવનો દીધેલો નથી તોપણ લોકવ્યવહાર (ઓળખવા) માટે તેનું જિનદત્ત નામ રાખવામાં આવ્યું છે. એક વસ્તુની ઓળખાણ થઇ જાય તેટલા જ માટે જે સંજ્ઞા આપવામાં આવી હોય તેને નામ નિક્ષેપ કહેવામાં આવે છે.