________________
હોવાથી એક છે; મૂર્તદ્રવ્યપણે સદાય અવિનાશી હોવાથી નિત્ય છે; અનાદિ-અનંત રૂપાદિના પરિણામે ઊપજતો હોવાથી મૂર્તિપ્રભવ છે; અને રૂપાદિ પરિણામે ઊપજતો હોવા છતાં પણ અશબ્દ છે એમ નિશ્ચિત છે, કારણકે શબ્દ પરમાણુનો ગુણ નથી. (૩) એક પરમાણુ એક પ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધો એ મળી છ દિશા. (૪) જેનો બીજો કોઈ ભાગ થઈ શકે નહિ એવા સૌથી નાનામાં નાના પુદ્ધને પરમાણુ કહે છે. જે પૂરે-ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ. (૫) પરમાણુ પોતે બધી રીતે નિર્મળ છે પરંતુ પરમાણુમાં બે પ્રકારનો વિભાવ પણ થાય છે અને પરમાણુ ભેગા થઈને આત્માની વિભાવપર્યાયનું નિમિત્ત પામીને કર્મપણે પરિણમે છે તે બીજા પ્રકારનો વિભાવ છે. (૬)પૃથ્વી, જળ, તેજ અને વાયુ, એ ચાર પરમાણુઓની ધાતુઓ છે. (*) સ્કંધનું જે કારણ થાય, તેને કારણ પરમાણુ કહ્યો. (*) સ્કંધમાંથી છૂટા પડતાં, જે (અંતિમ) ભાગ રહે, તેને કાર્ય પરમાણુ (*) સ્કંધમાં જોડાવાનું કામ કરે, તેને ઉત્કૃષ્ટ કહ્યો. (૭) સર્વથી નાના પુદ્ગલને, પરમાણુ કહે છે. (૮) પરમાણુ પોતે બધી રીતે, નિર્મળ છે. પરંતુ પરમાણુમાં, બે પ્રકારના વિભાવ પણ થાય છે. પરમાણુની સ્કંધરૂપે, અવસ્થા થાય છે. તે એક પ્રકારનો વિભાવ છે. અને પરમાણુ ભેગા થઇને, આત્માની વિભાવ પર્યાયનુ નિમિત્ત પામીને, કર્મપણે પરિણમે છે, તે બીજા પ્રકારનો વિભાવ છે. (૯) રૂપી પદાર્થની, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ, પરમાણુ છે. (૧૦) પરમ+અણુ; છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મસૂક્ષ્મ ભાગ, તે પરમાણુ છે. આવો એક છૂટો પરમાણુ ગતિ કરે, તે પુદ્ગલની સ્વભાવગતિ ક્રિયા છે. તેમાં વિભાવ ગતિક્રિયા નથી; કેમ કે બીજા પરમાણુનો, ત્યારે સંબંધ નથી. તેથી તેને સ્વભાવગતિક્રિયા કહે છે, એટલે કે છૂટો રજકણ-પરમાણુ, એક ક્ષત્રથી બીજા ક્ષેત્રે તેની મેળાએ જાય, એવો એનો સ્વભાવ છે, અર્થાત્ સ્વભાવગતિક્રિયા રૂપે પરિણમન, એ એનો (છૂટા પરમાણુનો) સ્વભાવ છે. ટીકામાં પણ કહ્યું છે ને કે, સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાવગતિક્રિયારૂપે, પરિણત જીવ-પુદ્ગલોને એટલે કે જીવપુદ્ગલોને, જે સ્વભાવગતિનું કે વિભાવગતિનું પરિણમન છે, તે પોતાનું છે.
૫૭૭
અને તેમાં ધર્મદ્રવ્ય નિમિત્ત છે. (૧૧) પરમાણુને ચાર સ્પર્શે, પાંચ રસ, બે ગંધ અને પાંચ પર્ણન સદ્ભાવ છે. (૧૨) જેનો બીજો ભાગ થઇ શકતો નથી, એવા સૌથી નાના, પુદ્ગલને પરમાણુ કહે છે. (૧૩) સર્વ સંધરૂપ પર્યાયોનો જે અંતિમ ભેદ (નાનામાં નાનો ભાગ) તે પરમાણુ છે. તે વિભાગના અભાવને લીધે અવિભાગી છે; નિર્વિભાગ એક પ્રદેશવાળો હોવાથી એક છે; મૂર્તદ્રવ્યપણે સદાય અવિનાશી હોવાથી નિત્ય છે, અનાદિ-અનંત રૂપાદિના પરિણામે ઊપજતો હોવાથી મૂર્તિપ્રભવ છે; અને રૂપાદિના પરિણામે ઊપજતો હોવા છતાં પણ અશબ્દ છે એમ નિશ્ચિત છે, કારણ કે શબ્દ પરમાણુનો ગુણ નથી.
માત્ર ભેદકથન દ્વારા જ પરમાણુથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણનો ભેદ પાડવામાં આવે છે. પરમાર્થે તો પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભેદ છે. પૃથ્વીમાંઃ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચારે ગુણો વ્યક્ત (અર્થાત વ્યકતપણે પરિણત હોય છે; પાણીમાં સ્પર્શ, રસ ને વર્ણ વ્યકત હોય છે; ને ગંધ અવ્યકત હોય છે; અગ્નિમાં સ્પર્શ ને વર્ણ વ્યકત હોય છે અને બાકીના બે અવ્યકત હોય છે; વાયુમાં સ્પર્શ વ્યકત હોય છે અને બાકીના ત્રણ અવ્યકત હોય છે.
(૧૪) અવિભાગી તે પરમાણુ છે. (૧૫) બે પ્રકારે છે.-પરોક્ષ અને પ્રત્યક્ષ (૧૬) સાચા જ્ઞાનને-નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સભ્યજ્ઞાનને પ્રમાણ કહે છે. અનંતગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાંને) ગ્રહણ કરે છે-જાણે છે.
પરમાણુ બોમ્બ જો કોઇ ભોળો જીવ એમ કહે કે, બોમ્બના રૂપે પરમાણુ તો મહાન વિનાશક કાર્ય કરે છે. ઘણાને અપકાર કરે છે, તો તેને ઉપકારઅપકાર રહિત, કેવી રીતે કહેવાય?
તેનો ઉત્તર એટલો જ છે, જેને પરમાણુ બોમ્બ કહેવામાં આવે છે, તે તો નામનો પરમાણુ છે= કોઇ અપેક્ષાએ તેને પરમાણુ નામ આપવામાં આવે છે, તો તે વિસ્ફોટક પદાર્થરૂપે અનેક દ્વિઅણુક આદિ નાના મોટા સ્કંધો