________________
૫૮૯ આ પ્રમાણે (ઉપર્યુકત પાંચ કારણે) પ્રત્યક્ષ જ્ઞાન અનાકુળ છે. તેથી ખરેખર પારમાર્થિક સુખ છે. ભાવાર્થ-જ્ઞાયિક જ્ઞાન-કેવળ જ્ઞાન એકાંત સુખ સ્વરૂપ
અને (૫)અવગ્રહાદિ રહિત હોવાથી, પ્રત્યક્ષજ્ઞાન એકાંતિક (પરિપુર્ણ) સુખ છે,-એમ નકકી થાય છે. કારણ કે સુખનું અનાકુળતા એક જ લક્ષણ છે.
આ વાત વિસ્તારથી સમજાવવામાં આવે છેઃ(૧) પર દ્વારા ઉપજતું થયું, પરાધીનતાને લીધે, (૨) અસંમત હોવાથી, ઇતર દ્વારોના આવરણને લીધે, (૩) માત્ર કેટલાક પદાથોમાં પ્રવર્તતું થયું, ઈતર પદાર્થોને જાણવાની ઇચ્છાને લીધે, (૪) “સમળ' હોવાથી, અસમ્યક્ અવબોધને લીધે (કર્મમળવાનું હોવાથી, સંશય
વિમોહ-વિભ્રમ સહિત, જાણવાને લીધે) અને (૫) અવગ્રહાદિ સહિત હોવાથી, ક્રમે થતા પદાર્થગ્રહણના ખેદને લીધે (આ
કારણોને લીધે), પરોક્ષજ્ઞાન અત્યંત આકુળ છે. તેથી તે પરમાર્થ સુખ નથી. હવે આ પ્રત્યક્ષ જ્ઞાન તો અનાકુળ છે. કારણ કે :-(૧) અનાદિ જ્ઞાન, સામાન્યરૂપ સ્વભાવ ઉપર, મહાવિકાસથી વ્યાપીને સ્વતઃ(પોતાથી) જ રહ્યું હોવાથી, સ્વયં ઉપજે છે. તેથી આત્માધીન છે (અને આત્માધીન હોવાથી, આકુળતા થતી નથી. (૨) સમસ્ત આત્મપ્રદેશોમાં, પરમ પ્રત્યક્ષ જ્ઞાનોપયોગરૂપ થઇ વ્યાપી રહેલું હોવાથી, સમત છે તેથી અશેષદ્વારા ખુલ્લાં થયાં છે. (અને એ રીતે કોઇ દ્વાર બંધ નહિ હોવાથી, આકુળતા થતી નથી.) (૩) સમસ્ત વસ્તુઓના શેયાકારોને અત્યંત પી ગયું હોવાને લીધે, પરમ વિવિધતામાં વ્યાપીને રહેલું હોવાથી, અનંત પદાર્થોમાં વિસ્તૃત છે. તેથી સર્વ પદાર્થોને જાણવાની ઇચછાનો અભાવ છે. (અને એ રીતે, કોઇ પદાર્થને જાણવાની ઇચ્છા નહિ હોવાથી, આકુળતા થતી નથી.) (૪) (જ્ઞાનમાંથી) સકળ શકિતને રોકનારું કર્મ સામાન્ય નીકળી ગયું હોવાથી લીધે, જ્ઞાન સર્વ પ્રકારે સ્પષ્ટ પ્રકાશ વડે પ્રકાશમાન (તેજસ્વી) સ્વભાવમાં વ્યાપીને રહ્યું હોવાથી, વિમળ છે. તેથી સમ્યપણે (બરાબર) જાણે છે. (અને એ રીતે સંશયાદિરહિતપણે જાણવાને લીધે, આકૂળતા થતી નથી.) તથા (૫) જેમણે ત્રણે કાળનું પોતાનું સ્વરૂપ, યુગપદ સમર્પિત કર્યું છે. (એકી સમયે જણાવ્યું છે) એવા લોકાલોકમાં વ્યાપીને, રહ્યું હોવાથી, અવગ્રહાદિ રહિત છે. તેથી ક્રમે થતા, પદાર્થગ્રહણના ખેદનો અભાવ છે.
પરમ પ્રમાણ ઉપાત્ત મેળવેલા (ઇંદ્રિય, મન વગેરે પર પદાર્થો) અને અનુપાન
(અણમેળવેલા) (પ્રકાશ, ઉપદેશ વગેરે પર પદાર્થો) પર પદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે. (૨) શરૂઆતના બે અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. (૩) ઉપાત્ત (ઇન્દ્રિય, મન, વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) અનુપાત્ત (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.) પર પદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ પ્રમાણ છે. (૪) જે જ્ઞાન, પોતાના વિષયને સ્પષ્ટન જાણે, તેને પરોક્ષ પ્રમાણ કહીએ. તેના પાંચ ભેદ છે. ૧.સ્મૃતિ, ૨.પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક, ૪. અનુમાન, ૫.આગમ. આ પાંચ ભેદ જાણવા. (૧) સ્મૃતિ =પૂર્વે જે પદાર્થને જાણ્યો હતો, તેને યાદ કરીને, કાળાંતરમાં જે જાણીએ, તેને સ્મૃતિ કહીએ છીએ. (૨) પ્રત્યભિજ્ઞાન= જેમ પહેલાં કોઈ પુરુષને જોયો હતો, પછી તેને યાદ કરી કે, આ તે જ પુરુ છે. જેને મે પહેલાં જોયો હતો. જે પહેલાંની વાત યાદ કરીને, પ્રત્યક્ષ પદાર્થનો નિશ્ચય કરવામાં આવે, તેને પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ.જેમ પહેલાં એમ સાંભળ્યું હતું કે, રોઝ નામનું જાનવર (પશુ) ગાય જેવું હોય છે. ત્યાં કદાચ વનમાં રોઝને જોયું, ત્યારે એ વાત યાદ કરી કે, ગાય જેવું રોઝ હોય છે એમ સાંભળ્યું હતું, તે રોઝ જાનવર આ જ છે. (૩) તર્ક-વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહીએ છીએ. આના વિના તે નહિ, એને વ્યામિ કહીએ. જેમ અગ્નિ વિના, ધૂમાડો ન હોય, આત્મા વિના, ચેતના ને હોય. આ વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહીએ. (૪) અનુમાન લક્ષણ વડે પદાર્થનો નિશ્ચય કરીએ, તેને અનુમાન કહીએ છીએ. જેમ કોઇ પર્વતમાંથી ધૂમાડો નીકળતો દેખી, નિશ્ચય કરવો કે અહીં અગ્નિ છે.