________________
૫૮૮
સહ્યાં છે, ભાઈ! નિગોદનાં દુઃખોની કથા તો કોણ કહી શકે ? આ રાગકથા,
બંધકથા આત્માનું અત્યંત બૂરું કરનારી છે. (૫) ભાવપરાવર્તનઃ-વળી જીવને અનંત ભાવપરાવર્તન થયાં છે. શુભ અને અશુભ
ભાવરૂપી ભાવ૫રાવર્તન અનંતવાર થઈ ગયાં છે. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ શુભભાવ જીવે અનંતવાર કર્યા છે. એકેન્દ્રિયને પણ શુભભાવ હોય છે. આમ દયા, અહિંસા આદિના શુભભાવ અને રળવું, કમાવું, પરિગ્રહ રાખવો , અને વિષયવાસના આદિ પાપભાવોનું પરાવર્તન જીવે અનંત વાર કર્યું છે. આવા પંચપરાવર્તનરૂપ અનંત પરાવર્તાને લીધે જીવને ચાર ગતિમાં પરિભ્રમણ થયું છે. તેથી સંસારચક્રાવામાં પીસાઈ રહ્યો
છે, દુઃખી થઈ રહ્યો છે. પરાવર્તન :પરિભ્રમણ; પરિણમન. પરાવલંબન રાગાદિ પરાશ્રય:૫રાધીન; પરના સંબંધવાળું (૨) વ્યવહાર પરાશ્રયથી નિરપે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના, તથા સંકલ્પ-વિકલ્પના
આશ્રયની અપેક્ષા વિનાનુ; વિષયાતીત. પશ્રિતો વ્યવહાર જે પર દ્રવ્યને આશ્રિત હોય, તેને વ્યવહાર કહીએ; કિંચિત
માત્ર કારણ, પાપીને અન્ય દ્રવ્યનો ભાવ, અન્ય દ્રવ્યમાં સ્થાપન કરે, તેને
પરાશ્રિત કહે છે. તેનું જે કથન, તેને ઉપચાર કથન કહે છે. પરો અક્ષથી પર અર્થાત્ અક્ષથી દૂર હોય એવું; ઇન્દ્રિય-અગોચર (૨) જે
ઈન્દ્રિયોથી સ્પર્શાઈ પ્રવર્તે તથા જે ચહ્યું અને મનથી વગર સ્પર્વે પ્રવર્તે-એ બે પરદ્વારોથી પ્રવર્તે તે પરોક્ષ છે. (૩) નિમિત્તપણાને પામેલાં. (અર્થાત નિમિત્તરૂપ બનેલાં) એવાં જે પરદ્રવ્યભૂત અંતઃકરણ (મન), ઈન્દ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક, તેમના દ્વારા થતું જે સ્વવિષયભૂત પદાર્થનું જ્ઞાન તે પર દ્વારા પ્રાદુર્ભાવ પામતું હોવાથી પરોક્ષ તરીકે ઓળખાય છે. (૪) ઇન્દ્રિય વગેરે પરવસ્તુ, જેમાં નિમિત માત્ર છે, એવા જ્ઞાનને પરોક્ષ કહે છે. (૫) અક્ષથી પર; અક્ષથી દૂર હોય, એવું; ઇન્દ્રિય-અગોચર. (૬) નિમિત્તરૂપ બનેલાં, એવાં જે પરદ્રવ્યરૂપ (આત્માથી
ભિન્ન) અંતઃકરણ (મન), પરોપદેશ (અન્યનો ઉપદેશ), ઇન્દ્રિયો (પાંચ ઇનિદ્રયો), ઉપલબ્ધિ (જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે ઊપજેલી પદાર્થોને જાણવાની શકિત(આલબ્ધશકિત જયારે ઉપયુકત થાય, ત્યારે જ પદાર્થ જણાય) , સંસ્કાર (પૂર્વે જાણેલા પદાર્થની ધારણા), પ્રકાશાદિક (ચક્ષુ ઇન્દ્રિય દ્વારા, રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ પણ નિમિત્તરૂપ થાય) તેમના દ્વારા થતું જે સ્વવિષયભૂત પદાર્થનું જ્ઞાન, તે પરદ્વારા પ્રગટ થતું, ઉત્પન્ન થતું
હોવાથી, પરોક્ષ તરીકે ઓળખાય છે. પરોશ અને પ્રત્યણ નિમિત્તપણાને પામેલાં (અર્થાત્ નિમિત્તરૂપ બનેલા), એવાં
જે પરદ્રવ્ય રૂપ અંતઃકરણ (મન), ઇન્દ્રિય (પાંચ ઇન્દ્રિયો-સ્પર્શ, રસ,ગંધ,વર્ણ અને શબ્દ), પરોપદેશ (અન્યનો ઉપદેશ), ઉપલબ્ધિ (જ્ઞાનાવરણીય કર્મના જ્ઞયોપશમના નિમિત્તે ઉપજેલી, પદાર્થોને જાણવાની શકિત, આ લબ્ધશકિત જયારે ઉપયુક્ત થાય, ત્યારે જ પદાર્થ જણાય), સંસ્કાર (પૂર્વે જાણેલા પદાર્થની ધારણા) કે પ્રકાશાદિક (ચક્ષુ ઇન્દ્રિયદ્વારા, રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ પણ નિમિત્તરૂપ થાય), તેમના દ્વારા થતું જે સ્વવિષયભૂત પદાર્થનું જ્ઞાન તે પર દ્વારા પ્રગટ થતું હોવાથી પરોક્ષ તરીકે ઓળખાય છે. અને અંતઃકરણ, ઇન્દ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રશાદિક-એ બધાંય પદ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના, એક આત્મ સ્વભાવને જ કારણપણે ગ્રહીને, સર્વ દ્રવ્યપર્યાયોના સમૂહમાં, એકી વખતે જ વ્યાપીને પ્રવર્તતું જઠ જ્ઞાન. તે કેવળ આત્મા દ્વારા જ, ઉત્પન્ન થતું હોવાથી, પ્રત્યક્ષ તરીકે ઓળખાય છે. અહીં આ ગાથામાં સહજ સુખના સાધનભૂત, એવું આ જ મહાપ્રત્યક્ષ જ્ઞાન, ઇચ્છવામાં આવ્યું છે. ઉપાદેય-ગ્રહણ કરવા યોગ્ય-માનવામાં આવ્યું
છે. એમ આશય સમજવો. પરોશ શાન અને પ્રત્યક્ષ શાન :પ્રત્યક્ષ જ્ઞાન (૧) સ્વયં ઉપજતું હોવાથી (૨)
અંત હોવાથી (૩) અનંત પદાર્થોમાં વિસ્તૃત હોવાથી (૪) વિમળ હોવાથી