________________
૫૮૪
સાચી સત્ય અને પરમાર્થ છે. (૧૪) વસ્તુદષ્ટિ; નિશ્ચય કથન; દ્રવ્ય દષ્ટિ; | વાસ્તવિક રીતે. (૧૫) પરમ અર્થ; ઉત્તમ પદાર્થ, આત્મા. (૧૬) શુદ્ધ દ્રવ્યાર્થિક; શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ (૧૭) સાચો. (૧૮) પરે, કહેતાં ઉત્કૃષ્ટ, મા કહેતા લક્ષ્મી, ઉત્કૃષ્ટ લક્ષ્મી એટલે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની દશા, જે પ્રગટે, તે પરમાર્થ છે. લોકો પરનો કંઇ ઉપકાર કરે, તેને પરમાર્થ કહે છે પણ એ પરમાર્થ નથી. પરનો ઉપકાર કરવાનો, જે શુભભાવ છે, એ તો દુઃખરૂપ ભાવ છે, એ ભાવમાં તો, ચૈતન્ય છે જ નહિ. (૧૯) પરમ પદાર્થ ચૈતન્ય ચિંતામણિ પ્રભુ, પોતે આત્મા છે. તે પરમાર્થ છે. (૨૦) પરમ અર્થ, તે શુદ્ધ આત્મા - સમયસર (૨૧) પરમ પદાર્થ, ચૈતન્ય ચિન્તામણિ પ્રભુ, પોતે આત્મા છે, તે પરમાર્થ છે. (૨૨) પરમ અર્થ; ઉત્તમ પદાર્થ; શુદ્ધ આત્મા (૨૩) પરમાત્મા (૨૪) નિશ્ચયનયની અપેક્ષાએ (૨૫) ઉત્તમ પદાર્થ; પરમ+અર્થ. (૨૬) શુદ્ધ આત્મા (૨૭) મુક્તિનો માર્ગ (૨૮) નિશ્ચયનયથી; શુદ્ધ સ્વરૂપથી (૨૯) વાસ્તવિક રીતે (૩૦) દ્રવ્ય દષ્ટિએ;
આત્મ દષ્ટિએ. (૩૧) આત્મ જાગૃતિ પરમાર્થ અર્થ:નિશ્ચયઅર્થ પરમાર્થ અસત્ :અભૂતાર્થ પરમાર્થ ઈટ :સાચી દષ્ટિ; નિશ્ચય દષ્ટિ પરમાર્થ ટિ:દ્રવ્ય દષ્ટિ; સમ્યગ્દષ્ટિ (૨) સાચી દષ્ટિ; નિશ્ચય દષ્ટિ પરમાર્થ બુદ્ધિથી ૫રમાર્થ માનીને પરમાર્થ શતકેવળી: “જે નિર્મળ જ્ઞાનરૂપ ભાવબૃતથી, કેવળ શુદ્ધ આત્માને જાણે
છે, તે પરમાર્થ શ્રુતકેવળી છે” પ્રથમ કરવા માટે અંદર સ્વતરફ વલણનો વિકલ્પ તો આવે જ, પછી જયારે અભેદને સ્વવિષય કરી અંદરમાં કરે, ત્યારે
સર્વજ્ઞ ભગવાન તેને નિશ્ચયથી શ્રુતકેવળી કરે છે, તે પરમાર્થ છે. પરમાર્થ શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધામાં, કોઇ પડખે ભૂલ ન આવે, તેમ સાત તત્ત્વમાંથી
શુદ્ધનય વડે, એક અખંડ જ્ઞાયક સ્વભાવી આત્માને તારવી લેવો (તેનું લક્ષ
કરવું), તે પરમાર્થ શ્રદ્ધા એટલે કે સમ્યગ્દર્શન છે. (૨) સમ્યકદર્શન પરમાર્થ સત્ય પારમાર્થિક રીતે સાચી
પરમાર્થ સમૃત્વ :આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યકત્વ. સાત
પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે સમ્યત્વ પ્રગટ અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમક્તિ મોહનીય એ સાવ ક્ષય થાય ત્યારે
સમ્યકત્વ પ્રગટ. પરમાર્થ સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ પરમાર્થત:વાસ્તવિક રીતે; શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી; શુદ્ધ દ્રવ્યાર્થિક દૃષ્ટિ પરમાર્થથી ખરેખર; વાસ્તવમાં (૨) શુદ્ધ દ્રવ્યાર્થિક અથવા શુદ્ધ નિશ્ચયનયની
દષ્ટિનું વાચક છે. (૩) વાસ્તવિક રીતે; શુદ્ધદ્રવ્યાર્થિક અથવા શુદ્ધ
નિશ્ચયનયની દૃષ્ટિથી. (૪) ખરેખર; દ્રવ્ય દૃષ્ટિથી. પરમાર્થનય :ભૂતાર્થ, પરમાર્થ, શુદ્ધવ્યાર્થિક નય અને અભેદનય એમ ચાર શબ્દ
લીધા છે. તે બધાનો એક જ અર્થ છે. (૨) ભૂતાર્થ નામ પરમાર્થના. પરમાર્થ એટલે પરા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી એવો જે અર્થ એટલે પદાર્થ. અહાહા! ભૂતાર્થ એટલે ત્રિકાળી છતો પદાર્થ જે ભગવાન આત્મા તેને અહીં ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત પદાર્થ એટલે પરમાર્થ કહ્યો છે. લૌકિકમાં તો પરનું કાંઈક કરે તેને પરમાર્થ કહે છે, અહીં તો પરનું કરે એને તો અજ્ઞાન કહ્યું છે. હું દાન આપું , હું આહાર આપું, હું કપડાં આપું, હું બીજાને સુખી કરું એવો પરની ક્રિયા કરવાનો ભાવ છે તે અહંકાર છે અને મિથ્યાત્વ છે, પરમાર્થ નથી. ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા પરમાર્થ છે, ભૂતાર્થ છે. અહીં ભૂતાર્થપરિગ્રહણ-એમ જે કહ્યું છે એના માટે ચાર શબ્દ કહ્યા છે. ભૂતાર્થ એક, પરમાર્થનય, બે, શુદ્ધ દ્રવ્યના અનુભવનું જેમાં પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિકનાં ત્રણ અને અભેદનય ચાર-અહાહા! અભેદ એકરૂપ ત્રિકાળી નિત્યાનંદ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ સદશસ્વભાવ જે પ્રત્યેક પર્યાયમાં અન્વયરૂપ રહે તે સદા એકરૂપ ચીજને અહીં અભેદનય કહેલ છે. પર્યાયબુદ્ધિ છોડીને ત્રિકાળી છતા પદાર્થનો અનુભવ કરવાનું અહીં કહેલ છે, કેમકે પરમાર્થરૂપ ભૂતાર્થનો અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, અરે ભાઈ! પાંચ પરાવર્તનરૂપ સંસારમાં શુભાશુભભાવરૂપ પરાવર્તન તું અનંતવાર કરી