________________
આત્મા, બહિરાત્મા છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો આત્મા, અંતરાત્મા છે. તથા શુદ્ધ-બુદ્ધ એક ગ્લાયક સ્વભાવવાળો આત્મા, પરમાત્મા કહેવાય છે. શુદ્ધ એટલે રાગાદિરહિત અને બુદ્ધ એટલે, અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય સહિત, પરમાત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મથી પણ
રહિત છે. આ પ્રકારે આત્મા ત્રણ ભેદવાળો છે. પરમાત્માઓને તેમાં જ એક પરાયણપણે નમસ્કાર કરવા યોગ્ય, પદાર્થને
ભાવ્યમાં, માત્ર ભાવ્યમાં જ પરાયણ-એકાગ્ર-લીન થવું, તે ભાવનમસ્કાર
લક્ષણ છે. પરમાત્માની વાસતવિક પૂજા આનંદ સ્વરૂપ આત્મા સાથે, એક તાર થવું, તે જ
પરમાત્માની વાસ્તવિક પૂજા છે. પરમાર્થ સંબધુ :નિશ્ચય સંબંધ; તાત્ત્વિક સંબંધ પરમાર્થસત્ય પારમાર્થિક રીતે સાચી. પશ્નાર્થ આત્મામાં અનંત ચતુષ્ટયરૂપ શક્તિ, અંદર સહજ પડી છે, તેને અંતર
એકાગ્રતા અને અંતર-રમણતાના અભ્યાસ વડે ઘૂંટવાથી કેવળજ્ઞાન આદિ, અનંત ચતુષ્ટયરૂપે પ્રગટ થાય છે. આ પરમાર્થ છે. પરની સેવા કરવી ને દયા કરવી, તે પરમાર્થ નહિ. અંદર પરમાર્થભૂત નિજસ્વરૂપ છે, તેને અંતર
અવલંબને પ્રગટ કરવું, તેનું નામ પરમાર્થ છે. પરમાંથી નિમિત્તમાંથી પરમાદર :૫રમપ્રેમ; પરમભાવ; પરમ ભક્તિ; પરમ-ઉષ્ટ. પરખામીઓ :દુષ્ટ; હલકટ પરમાધામી એક જાતનો દેવો. (૨) જમ. પરમાપ્ત પરમ આપ્ત; પરમ વિશ્વાસપાત્ર (તીર્થકર ભગવંતો સર્વજ્ઞ અને
વીતરાગ હોવાથી પરમ આપ્યું છે. યથાર્થ ઉપદેટા છે.) પરમાર્થ અભેદ નિશ્ચય આત્મસ્વભાવ; શુદ્ધ આત્મસ્વભાવ. (૨) પરા કહેતાં
ઉત્તમ અને મા એટલે લક્ષ્મી, અર્થ એટલે પદાર્થ-ઉત્તમ લક્ષ્મીવાળો પદાર્થ. ચૈતન્યની ઉત્તમ લક્ષ્મીવાળો જીવ પદાર્થ છે - એ પરમાર્થ છે. (૩) અભેદ નિશ્ચય આત્મસ્વભાવ. (૪) પરા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી, અર્થ
૫૮૩ એટલે પદાર્થ-ઉત્તમ લક્રમીવાળો પદાર્થ. અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની દશા જે પ્રગટે તે પરમાર્થ છે. લોકો પરનો કાંઇ ઉપકાર કરે તેને પરમાર્થ કહે છે પણ એ પરમાર્થ નથી, પરનો ઉપકાર કરવાનો જે શુભભાવ છે એ તો દુઃખરૂપ ભાવ છે. એ ભાવમાં તો ચતન્ય છે જ નહિ. અલમલમતિજલ્પ એમ કળશ ૨૪૪માં આવે છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન અને આનંદ સ્વરૂપ વસ્તુ જે આત્મા છે તે એકને જ નિરંતર અનુભવો એક કહ્યું છે. શુભરાગનો જે અનુભવ છે તે દુઃખરૂપ છે, તે પરમાર્થ નથી. (૫) આત્માનુભૂતિ. (૬) સ્વભાવ દૃષ્ટિએ જોતાં (૭) ધ્રુવ ત્રિકાળી સત્ સામાન્યજ્ઞાયક વસ્તુ તે પરમાર્થ છે. આત્મા અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા એમ અનંત ભાવ સ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઇ તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. (૮) કર્મના નમિત્ત આધીન થતી, અશુદ્ધતા દ્રવ્ય દૃષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે, દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે, માટે આત્માજ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી, તેથી તે પ્રમત્તઅપ્રમત્ત નથી. (૯) પરમ અર્થ તે પરમાર્થ. આખા વિશ્વમાં, જો કોઇ પરમ અર્થ પદાર્થ હોય, તો તે આત્મા છે. સમયસાર છે. સમયસાર ગાથા ૧૫૧માં, આ પરમાર્થના એકા વાચક શબ્દોની કલના કરી છે. પરમાર્થ તે નિશ્ચય કરીને સમય, શુદ્ધ, કેવલી, મુનિ, જ્ઞાની છે. તે સ્વભાવમાં સ્થિત, મુનિઓ નિર્વાણને પામે છે. અર્થાત્ પરમાર્થ તે જ આત્મા છે. તે જ સમય છે. તે જ શુદ્ધ છે, તે જ કેવળી છે, તે જ મુનિ છે, તે જ જ્ઞાની છે, તે જ સ્વની, જ્ઞાનની ભાવમાત્રતાથી સ્વભાવ છે, તે જ સ્વતઃ ચિત્તની ભવનમાત્રતાથી સર્ભાવ છે. એ એ આઠે શબ્દોનો પરમાર્થ, એક જ છે. આ પરમાર્થજ્ઞાન એ જ મોક્ષહેતુ છે. (૧૦) નિશ્ચય કથન (૧૧) પરમ અર્થ; પદાર્થ; આત્મા; સમયસાર, સમય; શુદ્ધ, કેવલી; મુનિ; જ્ઞાની; સ્વભાવ; સદ્ભાવ, આ બધા કાર્થી છે. (૧૨) નિશ્ચય; પરમ તત્ત્વ; સર્વોત્તમ ભાવાર્થ; મોક્ષ; મુક્તિ (૧૩) આત્માના આશ્રયે જે વાત કહેવાય, તે વાત