________________
પરમાત્મભાવપૂર્ણ પવિત્ર સ્વભાવ, દશા; મુકતદશા. પરમાત્મા ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી રહિત શુદ્ધ બુદ્ધ જેનો એક સ્વભાવ છે
એવો આત્મા તે પરમાત્મા છે. જેને પર્યાયમાં પણ રાગ, શરીરાદિ સાથે બિલકુલ સંબંધ રહ્યો નથી; શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવે પરિણમે છે તેને પરમાત્મા કહેવાય છે. (૨) સર્વજ્ઞ અરિહંત એ પર્યાયમાં “પરમાત્મા’ છે. આત્મા પર્યાય વિનાનો એકલો “પરમાત્મા' સ્વરૂપ જ છે. (૩) પરમાત્મા બે પ્રકારે છેઃ - એક સકલ પરમાત્મા અને બીજા નિકલ, પરમાત્મા. તેમાં જે કલ એટલે શરીર સહિત છે, તે સકલ પરમાત્મા અરિહંત ભગવાન છે. અને જેને શરીર નથી, એવા નિકલ પરમાત્મા નિરાકાર સ્વરૂપ, અશરીરી સિદ્ધ પરમેષ્ઠી છે. તેઓ સકલ પરમાત્મા કરતાં પણ, ઉત્તમ છે. તે સહજાત્મસ્વરૂપ સિદ્ધરૂપ શુદ્ધાત્મા જ, ધ્યાન કરવા યોગ્ય છે. બાકી સર્વે હેય છે. (૪) જે ચિદાનંદ એક સ્વભાવવાળા પરમાત્મા આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિ સંજ્ઞાઓ તથા સર્વ પ્રકારના વિભાવભાવથી રહિત છે. વીતરાગ નિવિકલ્પ સમાધિથી ઉત્પન્ન આત્મસુખથી સંતુષ્ટ આસન્નભવ્ય જીવોનાં ચારગતિના દુઃખોનાં જે નાશ કરવાવાળા છે તથા જે આત્મસ્વરૂપમાં સ્થિત મુનિઓને નિવાણપદ આપવાવાળા છે, તે પરમાત્મા જ સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય
૫૮૨ તેને તું નિર્મળ હદયથી પરમાત્મા જાણ.જે દેહરાગાદિ સમસ્ત પર દ્રવયોનો ભાગ કરી, તથા જ્ઞાનાવરણાદિ કર્મોથી મુક્ત થઇ, કેવલજ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, તે આત્માને હે પ્રભાકર ભટ્ટ, તું માયા મિથ્યાત્વ નિદાનરૂપ ત્રણે કાવ્યોનો, તથા સમસ્ત વિભાવભાવનો ત્યાગ કરી, શુધ્ધ મન વડે પરમાત્મા જાણ. એ પરમાત્મા જ ઉપાદય છે. જ્ઞાનાવરણાદિ સમસ્ત વિભાગરૂપ પર દ્રવ્ય હોય છે. (૬) આત્માની સંપુર્ણ શુદ્ધ અવસ્થા, તે પરમાત્મા છે. (૭) અંતરાત્મા, ગૃહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગરૂપ મુનિઅવસ્થા, ધારણ કરીને, નિજ સ્વભાવ સાધન દ્વારા, પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. અર્થાત્, પરમાત્મા થઇ જાય છે. એમને અનંત દર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય પ્રકટ થઇ જાય છે. તાત્પર્ય એ છે કે, એ જ અંતરાત્મા પોતાના પુરુષાર્થથી આગળ વધીને, પરમાત્મા બને છે. પરમાત્મા બે પ્રકારના છેઃ (૯) સકલ પરમાત્મા અને (૯) નિકલ પરમાત્મા (નિષ્કલ-શરીર રહિત સિદ્ધ પરમાત્મા), ચાર ઘાતકર્મોનો નાશ કરનાર, શ્રી અરિહંત ભગવાન શરીર સહિત હોવાથી, સકલ પરમાત્મા કહેવાય છે. અને અઘાતકર્મ રહિત, સિધ્ધ ભગવાન શરીર રહિત હોવાથી, નિકલ પરમાત્મા કહેવાય છે. (૮) દ્રવ્યકર્મ, ભાવ કર્મ તથા નોકર્મથી પણ રહિત છે. શુદ્ધ-બુદ્ધ એક જ્ઞાયક સ્વભાવવાળો આત્મા પરમાત્મા કહેવાય છે. શુદ્ધ એટલે, રાગાદિ રહિત તથા બુદ્ધ એટલે, અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય સહિત, પરમાત્મા દ્રવ્યકર્મ, ભાવ કર્મ તથા નોકર્મથી પણ રહિત છે. શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્મા જ, એક આરાધવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, સર્વ પ્રકારે ઉપાદેય છે. (૯) પરમ તત્ત્વ; લાયક તત્ત્વ; પરમ સ્વરૂપ (૧૦) પરમાત્મા એટલે દ્રવ્યથી, જ્ઞાનાત્મા એટલે ગુણથી, પ્રત્યજયોતિ એટલે પથરજયોત, એવા અનુભૂતિમાત્ર, સમયસાર રૂપને સમ્યગ્દષ્ટિ અનુભવે છે, સ્વસંવેદન કરે છે, રસાસ્વાદ લે છે. (૧૧) નિત્ય, નિરંજન અને જ્ઞાનસ્વરૂપ વિશેષણવાળા પરમાત્મા જ આદરવા યોગ્ય છે. આરાધવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. અર્થાત પોતાની સર્વશકિતએ ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય છે. (૧૨) દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નો કર્મથી પણ રહિત છે. મિથ્યાત્વ રાગાદિમાં પરિણમેલો
જેણે સમસ્ત પર પદાર્થોનો ત્યાગ કરીને તથા જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ ને ભાવકર્મથી વિમુકત થઇને કેવળજ્ઞાનસ્વરૂપ શુદ્ધ સહજાત્મા પ્રાપ્ત કર્યો છે તેને તું નિર્મળ હદયથી પરમાત્મા જાણ. જે દેહરાગાદિ સમસ્ત પર દ્રવ્યોનો ત્યાગ કરી તથા જ્ઞાનાવરણાદિ કર્મોથી મુકત થઇ કેવલજ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપને પામ્યા છે. તે આત્માને હે પ્રભાકર ભટ્ટ, તું માયા મિથ્યાત્વ નિદાનરૂપ ત્રણ શલ્યોનો તથા સમસ્ત વિભાવભાવનો ત્યાગ કરી શુદ્ધ મન વડે પરમાત્મા જાણ. એ પરમાતમાં જ ઉપાદેય છે. (૫) જેણે સમસ્ત પર પદાર્થોનો ત્યાગ કરીને, તથા જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ ને ભાવકર્મથી વિમુકત થઇને, કેવળજ્ઞાન સ્વરૂપ શુદ્ધ સહજાત્મા પ્રાપ્ત કર્યો છે.