________________
વિકારરૂપ પરિણમે છે. આ વિકારી પરિણમનને આધીન થયેલો તે દર્શનજ્ઞાન સ્વભાવરૂપ આત્મતત્વથી છૂટી ગયો છે. સ્વસમય પરિણમનમાં દર્શનજ્ઞાન સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ જે એકતા હોય છે તે અહીં વિકારી પરિણમનને આધીન થયેલો જીવ દર્શન-શાન સ્વભાવથી-નિજ શુધ્ધાત્મતત્વથી છૂટી જાય છે એમ કહ્યું છે. તેથી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન એવા મોહ-રાગ-દ્વેષાદિ ભાવો સાથે એકી સાથે એકપણાને પામતો અને જાણતો તે પુદગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવાથી પરસમય છે એમ જાણવામાં આવે છે. પુણ્ય-પાપના વિકારીભાવો એકપણું માનીને વર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ પર સમય છે. (૭) મિથ્યા દષ્ટિ; પર્યાય મૂઢ. (૮) અનાદિ, અવિદ્યારૂપી જે કેળ તેના મૂઇની ગાંઠ જેવો જે (પુટ થયેલો મોહ, તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શન જ્ઞાન સ્વભાવ, નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મતત્વથી છુટી, ૫ર દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગ દ્વિષાદિ ભાવોમાં, એકતારૂપે લીન થઇ જીવ પ્રવર્તે છે, ત્યારે પગલકર્મના કાર્પણ સ્કંધરૂપ પ્રદેશોમાં, સ્થિત થવાથી પર દ્રવ્યને પોતાની સાથે, એક પણે એક કાળમાં જાણતો, અને રાગાદિરૂપ પરિણમતો એવો તે પર સમય, એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. પુણ્યને ધર્મ માનવાનો નિષેધ છે, પણ પાપથી બચવા પુણ્ય કરવાનો નિષેધ હોય નહિ. પુણયથી ધીમે ધીમે, આત્મગુણ પ્રગટ થશે, એવી અનાદિની ઊંધી માન્યતાનો નિષેધ, મોક્ષ માર્ગમાં છે. રાગની પ્રવૃતિને કર્તવ્ય માન્યું છે, પુણય-પાપના ભાવ મને મદદ કરશે, પરનું હું કરી શકું છું, પર મારું કરી શકે છે, એમ પરમાં એકત્વપણાની માન્યતાથી પુષ્ટ થયેલ મોહ રૂપ, ભ્રાન્તિ ચાલી આવે છે. તેની અનુકૂળતામાં રાગ, અને પ્રતિકૂળતામાં દ્વેષ કરી, વિકારભાવમાં એકતપણે લીન થઇ, જીવ પ્રવર્તે છે. પરમાં કર્તાપણરૂપ પરાધીનતા વડે, નિર્મળ દર્શન જ્ઞાન સ્વભાવથી છૂટી, પર વસ્તુને પોતાપણે માનતો, પર દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, મોહમાં એકતારૂપ લીન થઇ પરિણમે છે. એવો, તે પર સમય છે. તે જીવ અધર્મી છે, અનાત્મા છે, સ્વની હિંસા કરનારો છે. (૯) રાગની પ્રવૃત્તિને કર્તવ્ય માન્ય છે, પુણય-પાપના ભાવ મને મદદ કરશે, શરીર, મન, વાણી
૫૭૯ મને મદદ કરશે, પરનું હું કરી શકું છું, પર મારું કરી શકે છે, એમ પરમાં એકત્વપણની માન્યતાથી પુષ્ટ થયેલ, મોહરૂપભ્રાન્તિ ચાલી આવે છે તેની અનુકૂળતામાં, રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ કરી, વિકારભાવમાં એકતપણે લીન થઇ, જીવ પ્રવર્તે છે. પરમાં કર્તાપણારૂપ પરાધીનતા વડે નિર્મળ દર્શન જ્ઞાન સ્વભાવથી છૂટી પરવસ્તુને પોતાપણે માનતો, પર દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, મોહમાં એકત્વરૂપ લીન થઇ પરિણમે છે. એવો તે
પરસમય” છે. તે જીવ અધર્મી છે. અનન્ય છે, સ્વની હિંસા કરનારો છે. પશ્યને ધર્મ માનવાનો નિષેધ છે, પણ પાપથી બચવા, પુણ્ય કરવાનો નિષેધ હોય નહિ. (૧૦) મિથ્યા દુટિ; પર્યાયોમાં લીન; જે જીવ પર સાથે, એક પણાની માન્યતાપૂર્વક જોડાય, તેને પરસમય કહેવામાં આવે છે. (૧૧) જે જીવ, પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય, તેને પર સમય કહેવામાં આવે છે. (૧૨) જે જીવ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય, તેને મિથ્યાષ્ટિ (પરસમય) કહેવામાં આવે છે; મિથ્યાટિ (૧૩) પર દ્રવ્યનો સંયોગ; પુદ્ગલ કર્મના પ્રદેશો. (૧૪) પર સ્વભાવરૂપ-મોહ રાગદ્વેષ થઇને રહે તે પરસમય છે. અર્થાત્ પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપથી ચુત થઇને પુણ્ય-પાપ વા રાગ-દ્વેષને એકપણે એક કાળે જાણતો અને પરિણમતો જે આત્મા તે અનાત્મા, અધર્મી તથા પરસમય છે એમ જાણવામાં આવે છે. એકપણે સ્વસ્વરૂપે પરિણમે તે સ્વસમય અને અન્યપણે-રાગાદિપણે પરિણમે તે પરસમય છે. એક જીવને આ પ્રમાણે દ્વિવિધપણું છે, તે અશોભારૂપ છે. (૧૫) જે જીવ પુદગલકર્મના પ્રદેશમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ. જે જીવ રાગમાં સ્થિત છે. એ પુદગલકર્મના પ્રદેશમાં સ્થિત છે. તે ભગવાન આત્માના શ્રદ્ધા જ્ઞાનચારિત્રમાં, સ્થિત નથી. રાગ-દ્વેષ આદિ વિકારના જેટલા અંશો છે, એ બધા પુદગલકર્મના પ્રદેશો છે. એ આત્માનો ભાવ નથી, તેથી એને પરસમય-અનાત્મા જાણ. (૧૬) પર સન્મુખ; શાસ્ત્રના શ્રવણથી ખોટી કલ્પના કરી લીધી કે, કર્મ મને અનાદિનાં નડે છે, રાગ, દ્વેષ, કર્મ કરાવે છે. દેહ, મન, વાણીની પ્રવૃત્તિ, માર વડે થાય છે, એ પ્રકારે ઊંધી માન્યતાથી