________________
આત્મા પૂર્ણ-પૂર્ણ-પૂર્ણ સમાધિ-વીતરાગી શાંતસ્વભાવે પડ્યો છે તેની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ કરતાં જે શાંતિ પ્રગટ થાય છે તેને પરમ સમાધિ કહી છે.
માત્ર મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ક્ષય થયો હોય છતાં પરમ સમાધિસ્વરૂપ આત્માની દૃષ્ટિ કરવાથી શાંતિ પ્રગટ થઈ છે માટે તેને પણ પરમસમાધિ કહી છે. આવી પરમસમાધિમાં જે સ્થિત છે તેને અંતરાત્મા કહેવાય છે.
પરમ સંયમ પ્રધાન ઉત્કૃષ્ટ સંયમ જેમાં મુખ્ય હોય એવું. પરમ સ્વભાવભાવરૂપ ઃઅતીન્દ્રિય આનંદરૂપ; જ્ઞાયક રૂપ; ધ્રુવ સ્વભાવ ભાવરૂપ; શુદ્ધ ઉપાદાનભૂત; ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય
પરમ સ્વરૂપ :અર્હત ભગવાનનું શુદ્ધ સ્વરૂપ; જે ભગવાન અરિહંતના સ્વરૂપને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. (૨) અત્યંત ભગવાનનું શુદ્ધ સ્વરૂપ અર્થાત્ જે ભગવાન અરિહંતના સ્વરૂપને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહનાશ પામે. ૧.૭૫૩,૧.૨૩૮ ઉપર વિવેચન.
પરમ સૌ ઉત્કૃષ્ટ મોક્ષસુખ; પરમ નિર્વાણસુખ. પરમ સૌમ્ય પૂર્ણ આનંદ
પરમઅમૃતરૂપ વિજ્ઞાનાન આત્મા પોતે.
પરમકળા પરમ સુખ-રસમાં લીન, નિર્વિકાર સ્વસંવેદન રૂપ પરમકળા
પદ્મગુરુ :અદ્વૈતદેવ (૨) સર્વજ્ઞદેવ; તીર્થંકરપ્રભુ; ત્રિકાળી ધ્રુવ, પોતાનો આત્મ
સ્વભાવ.
પરમગુરુના ચરણ કમળયુગલની સેવા પ્રભુ.! તારો ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર નિત્ય પૂર્ણાનંદસ્વરૂપે બિરાજે છે. તો ત્યાં દ્રષ્ટિ કર, તેનું જ્ઞાન કર, ને તેમાં સ્થિર થા, તને પરમ આનંદ થશે, આવો પરમગુરુનો ઉપદશે છે. પદ્મત જૈન મત સિવાયના બીજા બધા, મિથ્યામત
પરમવિનય પૃચ્છા :સત્ય તત્ત્વ જાણવાની, અપૂર્વ જિજ્ઞાસા.
૫૭૬
પરમવિશુદ્ધિ સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા; પરભેપદ :પરમેશ્વરના પુનિત પદારવિંદ (ચરણકમળ).
પરમશ્રુત ઃપ્રયોજનભૂત ઉત્તમ શ્રુતજ્ઞાન. (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષએ નવતત્ત્વ; સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર, હેય-ઉપાદેય, નિમિત્ત-નૈમિત્તિક બેઉની સ્વતંત્રતા, નિશ્ચયવ્યવહાર, એનું જાણવું પ્રયોજનભૂત જ્ઞાન છે. પરમવ્રુત ષડ્ગર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર; શ્રુતજ્ઞાનનું વિશેષપણું. (૨) યગ્દર્શનના યથાસ્થિત જાણનાર. (૩) વાણીધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિષે કોઈ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે. તે તેમનો પરમશ્રુત ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા યોગ્ય હોઈ તેમનો તેથી પૂજાતિશય સૂચવ્યો. (૪) યગ્દર્શનના યથાસ્થિત જાણનાર.
પરમજીત પ્રભાવક મંડળ પરમ એટલે, જેનાથી પર કોઇ નથી, ને જે બીજા
બધાથી પર છે, એવું શ્રુત-સતશ્રુત-સતશાસ્ત્ર, તેનો જે પ્રભાવ વર્તાવેપ્રભાવના કરે, તે પરમશ્રુત પ્રભાવક અને આ પરમશ્રુત પ્રભાવના પરમ પુણ્ય કાર્યમાં જે જોડાય, તે મંડળ.
સંવત ૧૯૫૬ના ભાદરવા વદમાં વઢવાણ કેમ્યક્ષેત્રે શ્રીમદે સ્થાપના કરી. પરમશ્રી મોક્ષરૂપી, લક્ષ્મી
પરમશ્રીરૂપી કામિની પરમ ઉત્કૃષ્ટ લક્ષ્મી; મુક્તિરૂપી રમણી, મોક્ષરૂપ પરિણતિ;
પરમાનંદની પ્રાપ્તિ.
પરમશીલ આત્મામાં સ્થિરતા કરવારૂપ આચરણ
પરમેષ્ટ સર્વોત્કૃષ્ટ ઈષ્ટ હોય તેનું નામ પરમેષ્ટ છે.
પરમાં રાગમાં, લક્ષ્મીમાં, સ્ત્રીસંગમાં
પરમાગમ :ઉત્કૃષ્ટ જૈન સિદ્ધાંત, તીર્થંકર પ્રભુ,ની દિવ્યવાણી (૨) સિદ્ધાંતશાસ્ત્ર પરમાણ માપ
પરમાણુ :રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે. (૨) પુદ્ગલ સ્કંધરૂપ પર્યાયોનો જે અંતિમ ભેદ (નાનામાં નાનો ભાગ) તે પરમાણુ છે. અને તે તો, વિભાગના અભાવને લીધે અવિભાગી છે; નિર્વિભાગ-એક પ્રદેશવાળો