________________
પડગાહન કરવું :રજોહરણથી, સૂવા બેસવા તથા બિછાનાને સાફ કરવું, જે વસ્તુ જે
સ્થાનમાં રાખી હોય, તેને ઉઠાવવી, મૂકવી એ બધી વગર દેખે જાણે યત્નરહિત રજોહરણથી સાફ કરીને, લેવા મૂકવાનું રાખવું, તેને પડગાહન
કહે છે. પડઘો અવાજ પાછો આવી, સામો અથડાય તે. પડછાં ઘાસ; ફોતરાં (૨) કોઇ પણ જાતની નાની મોટી, વનસ્પતિમાંથી
નીકળેલો, અણીદાર સોટો. ફોતરાં. (૩) ઘાસ-પૂળાં; ફોતરાં પડળ :આંખના ડોળાને છાવરી લેતું આવરણ; પોપચું; આંખે આવતો છારીનો
રોગ.
પડંગ નપુંસક પતન :નાશ; ગલન; ખરી જવું તે. પતિતતા ધર્મભ્રષ્ટતા; નીતિ-ભ્રષ્ટતા; આચાર-ભ્રષ્ટતા. પતંગ:૫તંગિયુ. પદ :શબ્દ (૨) સ્થાન, ભૂમિકા પદ પદ બાર, દેહ દુઃખ કર :૫ર્યાયે પર્યાયે અંતર જ્ઞાનના તર્કના બળ વડે, પાપરૂપી
દુઃખકારી મરણ-ભાવમરણનો, નાશ કરે છે. પદે પદે પગલે પગલે; પર્યાયે પર્યા. (૨) કર્મના ક્ષયોપશમના નિમિત્તથી થતા
દરેક પર્યાયમાં. પદાર્થભેદ નવ પદાર્થરૂપ ભેદ. પદાર્થ જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે.
અને તે પદથી જે દ્રવ્ય પર્યાયરૂપ અનેકાન્તસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. (૨) સંવર નિર્જરા આદિ એક સમયના હોવા છતાં તે પદાર્થ છે. તેના વાચક શબ્દો અર્થને બતાવે છે માટે પદાર્થ કહેવાય છે. કોઇ જગ્યાએ તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. ને કોઇ જગ્યાએ પદાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. એ પ્રમાણે તત્ત્વ ને અર્થ એ, બે પદ કહેવાનું પ્રયોજન છે. (૩) વસ્તુ (૪) દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેલો અને ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમય અસ્તિત્વથી બનેલો છે. (૫) વસ્તુ; દ્રવ્ય; ધર્મસ્તિકાય;
૫૬૯ અધર્માસ્તિકાય; આકાશાસ્તિકાય; કાળ અને પરમાણુ, જેમ ખાસ વસ્તુ છે. ખાસ ખાસ જુદા પદાર્થ છે., તેમ હું આત્મા પણ, ખાસ જુદો પદાર્થ છું. તે બધાના સ્વભાવ કરતાં, ખાસ સ્વભાવમાં ફેર છે. હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું અને જ્ઞાનદર્શનથી પૂર્ણ છું ; આકાશાદિ દ્રવ્યો, તો જડ સ્વભાવી છે, પણ હું તો ચેતનસ્વભાવી છું. આકાશાદિ જેમ ખાસ પદાર્થ છે, તેમ હું પણ એક ખાસ પદાર્થ છું. આકાશાદિ દ્રવ્યો મલિન થાય નહિ, અને હું મલિન કેમ થાઉ? માટે નિરપેક્ષ દૃષ્ટિથી જોતાં, હું પર્યાયથી પણ મલિન થયો નથી. નિરપેક્ષ પર્યાયમાં મલિનતા નથી, પણ સાપેક્ષ પર્યાયમાં મલિનતા છે. (૬) જે વસ્તુ હોય, તે નિત્ય સ્વયંસિદ્ધ હોય, કોઇને આધી ન હોય. આત્મા, પુદ્ગલ વગેરે પદાર્થો ત્રિકાળ સ્વયંસિદ્ધ છે. જેમ કોઇ પાણીને શીતળ ન માને તો, તેથી તેનો સ્વભાવ ફરે નહિ તેમ પુદ્ગલ, ચેતન પદાર્થ, ત્રિકાળ જુદા છે. કોના કાર્યકારણપણે નથી. છતાં તેમ ન માને, તો સ્વભાવ કરે નહિ. પોતાનું જુદાપણું ભૂલી, નિમિત્તાધીન દષ્ટિથી જોનારે, જેને જોયું તેને પોતાનું માન્યું. શરીર, ઇન્દ્રિયો તે હું, હું કર્તા, હું રાગી, હું દ્વેષી, હું પરનું કરી શકું, એમ માન્યું. પણ હું જુદો નિત્ય જ્ઞાયક છું, એમ અનંતકાળમાં સેંકડમાત્ર પણ, માન્યું નથી.નિમિત્તાધીન દષ્ટિ છોડી, સ્વાધીન સ્વભાવની એક રૂપ દૃષ્ટિએ જોતાં, જ્ઞાયકભાવ જીવ છે, એકલો જાણનારો નહિ. પણ અનંત સત્વસ્વરૂપ, બીજા અનંત ગુણોથી પૂર્ણ છું. તેને વર્તમાન અવસ્થામાં પુય-પાપના વિકારનું નિમિત્ત કારણ, અજીવ છે. (જીવને પુદ્ગલ વિકાર કરાવે, એવો અર્થ ન લેવો.) પોતાને ભૂલી, નિમિત્તને પોતામાં ગુણ-દોષદાતા માની, વિકારી અવસ્થા આત્મા પોતે કરે છે, ત્યારે પર ચીજની હાજરી, નિમિત્ત કહેવાય છે. તેના બે પડખાં છે: (૧) નવ પ્રકારના વિકલ્પપણે, વિકારી ભાવ જેમનાં લક્ષણ છે. તે તો જીવની અવસ્થા છે. જો વિકારી થવાની લાયકાત, જીવમાં ન હોય, તો નવી થાય નહિ, પણ એકેક સમયની અવસ્થા પૂરતી તે હોવાથી, નિત્ય સ્વભાવના લશ્કે, ક્ષણમાં નિર્મળપણે પલટી શકે છે. (૨) જીવની વિકારી અવસ્થાના, નવ ભેદમાં નિમિત્ત કારણ, જડ કર્મ છે.