________________
તેમાં સ્થાપના નિક્ષેપ, તે વ્યવહારનયનો વિષય છે. તેથી અરિહંતની સ્થાપનારૂપ પ્રતિમા, તે ધર્મ-સમકિતીને પૂજનીક છે, અને તે યથાર્થ નિમિત્ત છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન થયા પછી, ભગવાનની ભકિત, સ્તુતિ અને પૂજાના ભાવ જ્ઞાનીને, અવશ્ય થતા હોય છે, અને તેને વ્યવહાર, કહેવામાં આવે છે. (૮) પ્રાણ તથા નયજ્ઞાન અનુસાર જાણેલ પદાર્થને, નામમાં, આકારમાં, યોગ્યતામાં અને કોઇ ભાવરૂપ અવસ્થામાં, ભેદરૂપે બતાવવાનો વ્યવહાર કરવો, તેને નિક્ષેપ કહે છે. નિક્ષેપના ચાર ભેદ છે : નામનિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ. (૧) નામનિક્ષેપ = જે પદાર્થમાં જે ગુણ નથી, તેને તે નામથી
કહેવું, તેને નામ નિક્ષેપ કહે છે. જેમ કે જીવાભાઇ, તેમનામાં જીવના લક્ષણ ગુણ વગેરે નથી, પણ નામ માત્ર
સ્થાપનાનિક્ષેપ = આ તે એમ અન્ય વસ્તુમાં, અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું, તેને સ્થપાના નિક્ષેપ કહે છે. જેમ કે જીવાભાઇના કોટાને જીવાભાઇ કહેવા. દ્રવ્યનિક્ષેપ = વર્તમાનથી અન્ય એટલે કે, અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી, તેને દ્રવ્યનિક્ષેપ કહે છે, જેમ કે આમાં મોક્ષની લાયકાત છે, તે યોગ્યતા જોઇને વર્તમાનમાં તેને મોક્ષ કહેવો, તે દ્રવ્યનિક્ષેપ. ભાવનિક્ષેપ = વર્તમાન પર્યાય સંયુકત વસ્તુને, ભાવનિક્ષેપ કહે છે. જેમ કે સાક્ષાત કેવળજ્ઞાની
ભગવાનને, ભાવજીવ કહેવા. (૯) અહીં જીવ જ્ઞેય છે, શેયનો અંશ, તે નિક્ષેપ છે. અસ્તિ, નાસ્તિ વગેરે ભંગો, તે જીવના અંશો છે. જીવ સ્વલ્લેય છે. અને અસ્તિ, નાસ્તિ વગેરે સ્વયના અંશરૂપ, નિક્ષેપ છે, આ ભાવનિક્ષેપ છે, તેનું યથાર્થ જ્ઞાન, તે નય છે. નિક્ષેપ, તે વિષય છે અને નય, તે તેનો વિષય કરનાર (વિષથી)
૫૬૨ છે. (૧૦) પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા, લોક વ્યવહારને નિક્ષેપ કહે છે. (૧૧) પદાર્થના ભેદને, ન્યાસ અથવા નિક્ષેપ કહે છે, પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા, લોકવ્યવહારને નિક્ષેપ કહે છે, શેય પદાર્થ અખંડ છે, છતાં તેને જાણતાં શેયપદાર્થના જે ભેદ (અંશ, પડખાં) કરવામાં આવે છે, તેને નિક્ષેપ કહે છે. નય નિક્ષેપનો વિષય કરનાર (વિષય) છે. ચનક્ષેપના ભેદોની વ્યાખ્યા (૧૨) શેય પદાર્થ અખંડ છે છતાં, તેને જાણતાં હોય. પદાર્થના જે ભેદ (અંશ- પડખાં) કરવામાં આવે છે, તેને નિક્ષેપ કહે છે. (૧૩) નયજ્ઞાન દ્વારા બાધા રહિતપણે, પ્રસંગવશાત્ પદાર્થમાં નામાદિની સ્થાપના કરવી, તે નિક્ષેપ છે. (૧૪) વસ્તુને મૂકવી, તે નિક્ષેપ છે. તેના ચાર ભેદ છે. : • જોયા વિના વસ્તુ મૂકવી, તે અપ્રત્યવેક્ષિત, નિક્ષેપાધિકરણ છે. • યત્નાચારરહિત થઇને વસ્તુ મૂકવી, તે દુઃખમૃનિક્ષેપાધિકરણ છે. • ભયાદિથી કે અન્ય કાર્ય કરવાની ઉતાવળમાં, પુસ્તક, કમંડળ, શરીર કે શરીરાદિના મેળને મૂકવા, તે સહસા નિક્ષેપાધિકરણ એ અને • જીવ છે કે નહિ, તે જોયા વગર કે વિચાર કર્યા વગર શીઘ્રતાથી પુસ્તક, કમંડળ, શરીર કે શરીરના મેલને મૂકવા(નાંખવા) અને વસ્તુ જ્યાં રાખવી જોઇએ ત્યાં ન રાખવી, તે અનાભોગનિક્ષેપાધિકરણ છે. (૧૫) પ્રમાણ અને નયના અનુસાર, પ્રચલિત થયેલા લોકવ્યવહારને, નિક્ષેપ કહે છે. (૧૬) પ્રકાર, ભેદ, વિભાગ (૧૭) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ મુખ્ય ચાર, નિક્ષેપ વ્યવહાર ચલાવવા માટે જરૂરના છે. (૧૮) પદાર્થના ભેદને, ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે. (પ્રમાણ અને નયના અનુસાર, પ્રચલિત થયેલા લોક વ્યવહારને, નિક્ષેપ કહે છે.) શેય પદાર્થ અખંડ છે, છતાં તેને જાણતાં શેયપદાર્થના જે ભેદ, કરવામાં આવે છે. જેને નિક્ષેપ કહે છે. (૧૯) ઉપચાર, ઘટનારૂપ જ્ઞાન. (૨૦) પદાર્થોમાં લોકવ્યવહાર ને માટે કરાયેલ સંકેત, તે નિક્ષેપ તે ચાર પ્રકારે મુખ્યપણે કહયા છે.