________________
નિશ્ચય પ્રયત્નપુંર્વક મુનિને (મુનિ–ોચિત) શુધ્ધોપયોગ તે અંતરંગ અથવા
નિશ્ચય પ્રયત્ન છે અને તે શુધ્ધોપયોગદશામાં વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિક સંબંધી શુભોપયોગ તે બહિરંગી અથવા વ્યવહાર પ્રયત્ન છે; (શુધ્ધોપયોગ દશા ન હોય ત્યાં શુભોપયોગ હદ સહિત હોય છે; તે
શુભપયાગ વ્યવહાર-પ્રયત્નપણાને પણ પામતો નથી.) નિશ્ચય મિથ્યાત્વ:જેટલા શુભાશુભ રાગ છે, તે અશુદ્ધભાવ છે. શુભાશુભ ભાવને,
પોતાનું સ્વરૂપ માનવું, તેને ગુણકર માનવા, કરવા જેવા માનતા, તે નિશ્ચય
મિથ્યાત્વ-અગૃહિત મિથ્યાત્વ છે. નિશ્ચય રાખ્યત્વ :વ્યવહાર સમ્યક્તદ્વારા સાધવા યોગ્ય વીતરાગ સમ્યકત્વને નિશ્ચય
સતવ કહે છે. અને પોતાના સ્વરૂપના નિર્વિકલ્પરૂપથી જાણવાને અર્થાત
નિર્વિકલ્પ સ્વ સંવેદન જ્ઞાનને નિશ્ચયજ્ઞાન કહે છે. નિશ્ચય અધ્યકૃત્વ :આત્મા આ છે, એવો નિશ્ચયભાવ, તે નિશ્ચય સમ્યકત્વ. નિશ્ચય સમ્યગાન :આત્માનું પર દ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થજ્ઞાન, તે નિશ્ચય
સમ્યજ્ઞાન છે. નિશ્વય સમ્યગ્દર્શન શ્રદ્ધાગુણની જે અવસ્થા પ્રગટ થવાથી, પોતાના શુદ્ધ
આત્માનો પ્રતિભાસ થાય, તે સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞભગવાનની વાણીમાં, જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે, તેવું શ્રદ્ધાન, તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. (નિશ્ચયસમ્યગ્દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ-ભેદને ગુણભેદને, સ્વીકારતું નથી-લક્ષમાં લેતું નથી) (૨) આત્માનું પર દ્રવ્યોથી
ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાન, તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. નિશ્ચય સમ્યગ્દર્શન-શાનથરિત્રનું સ્વરૂપ ૫ર પદાર્થોથી ત્રિકાળ જુદા, એવા નિજ
આત્માનો અટલ વિશ્વાસ કરવો, તે નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે, આત્માને પર વસ્તુઓથી જુદો જાણવો (જ્ઞાન કરવું), તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. તથા પર દ્રવ્યોનું આલંબન છોડીને આત્મસ્વરૂપમાં એકાગ્રતાથી મગ્ન થવું, તે
નિશ્ચય સમ્યક્રચારિત્ર (યથાર્થ આચરણ) કહેવાય છે. નિશ્ચય સમ્યગ્દર્શનનો વિષય નિમિત્તાધીન અશદ્ધદષ્ટિનો પક્ષ છોડીને, વિકારી
અવસ્થા તથા નિમિત્તના સંયોગને, જેમ છે તેમ જાણનાર વ્યવહાર નયને,
૫૫૧ ગૌણ કરી એક અસાધારણ જ્ઞાયકભાવ, ચૈતન્યત્રય આત્માનો અભેદ
સ્વભાવ ગ્રહણ કરીને, તેને શુદ્ધનયની દૃષ્ટિથી (૧) સર્વ પર દ્રવ્યોથી ભિન્ન. (૨) ત્રિકાળી સર્વ પર્યાયોમાં, પોતાના અરૂપી અસંખ્ય પ્રદેશના અખંડ પિંડપણે
એકાકાર. (૩) વર્તમાન વર્તતી પર્યાયના, હીનાધિકપણાના ભેદ, રહિત. (૪) અનેક ગુણના જુદા જુદા ભેદ, રહિત. (૫) નિમિત્તમાં જોડાવારૂપ વિકારી ભાવથી, રહિત, એટલે પદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ અને ગુણના ભેદ રહિત, નિર્વિકલ્પ સામાન્ય વસ્તુપણે જોતાં, સર્વ પર દ્રવ્યો અને પરભાવોના અનેક ભેદોરૂપ અવસ્થાની, સ્વભાવમાં નાસ્તિ છે. આ રીતે, નિશ્ચય સમ્યગ્દર્શનનો નિષય કહ્યો. નિશ્ચય કાળ :કાળ દ્રવ્યને, નિશ્ચય કાળ કહે છે. નિશ્ચયથારિત્ર :૫૨ દ્રવ્યોનું આલંબન છોડીને, આત્મ સ્વરૂપમાં લીન થવું, તે નિશ્ચય
સમ્યક્રચારિત્ર છે. નિશ્ચયદયા :સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થિયદહિ પરમાર્થ સ્વભાવ (૨) નિરાવલંબી નિત્ય સ્વભાવદષ્ટિ, એટલે
ભૂતાર્થદષ્ટિ નિશ્ચયદષ્ટિ છે, તેને આશ્રિત સમ્યગ્દષ્ટિ છે. નિશ્વયધર્મ મિથ્યાત્વ ટાળવું અને આત્માને, આત્મભાવે ઓળખવો. આ સંસાર તે
મારો નથી. હું એથી ભિન્ન, પરમ અસંગ, સિદ્ધ સદશ શુદ્ધ આત્મા છું. મોહના વિકલ્પથી, હું ભિન્ન છું. સિદ્ધ સદશ એટલે સિદ્ધ ભગવાનના જેવો. જેવા સિદ્ધ ભગવાન છે, તેવો જ હું છું. શુદ્ધ એટલે વિભાવ રહિત છું. એવી આત્મસ્વભાવ વર્તના, એટલે આત્માના શુદ્ધ સ્વભાવમાં પરિણમવું, તે
નિશ્ચયધર્મ છે. નિશ્ચયનય “સત્યાર્થ એમ જ છે”, એમ જાણવું, તે નિશ્ચયનય છે. (૨) સત્યાર્થ
એમ જ છે, એમ જાવું તે. (૩) શુદ્ધ વસ્તુને, પ્રતિપાદન કરનાર (૪) સત્યાર્થ એમ જ છે, એમ જોવું તે. (૫) સાચી દષ્ટિ (૬) સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ-કાર્યાદિને, યથાવત નિરૂપણ કરે છે.