________________
જે વિકલ્પ ઊઠે છે એ તો અન્ય સ્વરૂપ કર્મ છે. એકલો અકષાય સ્વભાવી આનંદકંદ આત્મા છે. તેની દ્રષ્ટિ કરી અનુભવ કરવો તે પ્રથમ પ્રકારની આત્માની સ્તુતિ છે. ત્યારપછી રાગના ઉદયમાં પોતાના પુરુષાર્થની કમજોરીથી જોડાણ થતું હતું તે જોડાણ પોતાના સ્વરૂપ તરફના પુરુષાર્થથી ન કરતાં રાગને દાળ્યો, રાગનો ઉપશમ કર્યો. આ ઉપશમ શ્રેણી છે. એ બીજા પ્રકારની સ્તુતિ છે. આ ઉપશમ શ્રેણી ૮માં ગુણ સ્થાને શરૂ થાય છે. પછી ૧૧માં ગુણસ્થાને ઉપશમભાવ થાય છે, પણ ત્યાં ક્ષાવિકભાવ થતા નથી. તેથી ત્યાંથી પાછા હઠીને સાતમા ગુણસ્થાને આવીને ફરી પુરુષાર્થની અતિ ઉગ્રતાથી રાગનો નાશ કરવામાં આવે છે તે ત્રીજી સ્તુતિ છે. રાગ ઉપશમ પામે કે ક્ષય પામે કામ તો પુરુષાર્થનું જ છે. આ આત્મા પરમાત્મા છે. તે એક સમયની પર્યાય વિનાની પપુિર્ણ વીતરાગ સર્વજ્ઞસ્વભાવી પરમભાવસ્વરૂપ વસ્તુ છે. તેમાં ઉગ્ર અપ્રતિહત પુરુષાર્થ દ્વારા સ્થિર થઇ મુનિરાજ મોહનો અત્યંત નાશ કરે છે. અને ત્યારે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય છે. (તેને ક્ષીણમોહ જિન કહે છે.) બારમા ગુણસ્થાનને પ્રાપ્ત પૂર્ણ વીતરાગ ક્ષીણમોહ જિન છે. તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. આ ઉત્કૃષ્ટ સ્તુતિનું ફળ ૧૩મું ગુણસ્થાન કેવળજ્ઞાન છે. આમ જે કેવળજ્ઞાન સ્વભાવી પોતાનો આત્મા જ્ઞાતા-દ્રષટાસ્વરૂપ છે તેના તરફના સંપૂર્ણ સુકાવ અને સત્કારથી પર્યાયમાં રાગનો અને તેના ભાવક કર્મનો સત્તામાંથી નાશ થાય છે તેને ત્રીજા પ્રકારની કેવળીની ઉત્કૃષ્ટ સ્તુતિ કહે છે. પોતાની સંપુર્ણ સત્તાનો જે અનાદર હતો તે છોડીને તેનો સ્વીકાર અને સંભાળ કરવાથી રાગની અને કર્મની સત્તાનો નાશ થાય છે, અને ત્યારે તે
ક્ષીણ જિન થાય છે. નિય સમ્યગ્દર્શન :સખ્યદ્રષ્ટિને નીચે મુજબની પ્રતીતિ હોય છે.
(૧) સાચા દેવ, ગુરુ અને ધર્મમાં દ્રઢ પ્રતીતિ (૨) જીવાદિ સાત તત્ત્વોની સાચી પ્રતીતિ (૩) સ્વ-પરનું શ્રધ્ધાન
૫૫૫ ઉપરોકત લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રધ્ધા થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. (આ પર્યાયનો ધારક શ્રધ્ધા (સમ્ય) ગુણ છેઃ સમ્યગ્દર્શન
અને મિથ્યાદર્શન તેના પર્યાયો છે.) નિશ્ચયથી નક્કી (૨) ખરેખર નિશ્ચયદાન આત્મામાં કર્તા, કર્મ, કરેણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ
ષટકારક ગુણ છે. એમાં સંપ્રદાન નામનો ગુણ છે, એ સંપ્રદાકનગુણનું કાર્ય શું ? નિર્મળ વીતરાગી પર્યાય પોતે પોતાને કે અને પોતે જ લે. આને નિશ્ચયદાન કહેવામાં આવે છે. પૂર્ણાનંદનો નાથ જે અખંડ અભેદ એક આત્મા તેને સ્વસંવેદનજ્ઞાન વડે જાણતાં અને તેમાં એકાગ્ર થતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટે તે આનંદનું દાન દેનાર પોતે અને લેનાર પણ પોતે
તેને નિશ્ચયદાન કહે છે. નિશ્ચયનય ઉપાદેય છે અને વ્યવહારનય હેય છે. : પ્રશ્નઃ દ્રવ્ય સામાન્યનું આલંબન જ ઉપાય હોવા છતાઃ અહીં રોગપરિણામના
ગ્રહણ-ત્યાગરૂપ પર્યાયોનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે
ઉત્તર : રાગ પરિણામનો કરનાર પણ આત્મા જ છે, અને વીતરાગ પરિણામનો
કરનાર પણ આત્મા જ છે, અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છેઃ-આવા પદાર્થ જ્ઞાનની અંદર દ્રવ્ય સામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઇ જ જાય છે. જો વિશેષોનું બરાબર યર્થાથ જ્ઞાન હોય તો એ વિશેષોને કરનાર સામાન્ય જ્ઞાન હોવું જ જોઇએ. દ્રવ્ય સામાન્યના જ્ઞાન વિના પર્યાયોનું યર્થાથ જ્ઞાન હોઇ શકે જ નહિ. માટે ઉપરોકત નિશ્ચયનયમાં દ્રવ્ય સામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઇ જ જાય છે. જે જીવ બંધમાર્ગરૂપ પર્યાયમાં તેમ જ મોક્ષમાર્ગરૂપ પર્યાયમાં આત્મા એકલો જ છે એમ યથાર્થપણે (દ્રવ્ય સામાન્યની અપેક્ષા સહિત) જાણે છે, તે જીવ પર દ્રય વડે સંપૂક્ત થતો નથી અને દ્રવ્ય સામાન્યની અંદર પર્યાયોને ડુબાડી દઇને સુવિશુધ્ધ હોય છે. આ રીતે પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્ય સામાન્યનું જ્ઞાન અપેક્ષિત હોવાથી અને દ્રવ્ય પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્ય સામાન્યના