________________
નિશ્ચેતનને અણસમજુને; જડ જેવાને;
નિશ્ચય જે દ્રષ્ટિથી પદાર્થનો મૂળ શુધ્ધ એક સ્વભાવ જોવામાં આવે છે, તે દ્રષ્ટિ, અપેક્ષા, નય (દ્રષ્ટિબિંદી) ને નિશ્ચયનય કહે છે.
નિશ્ચય :ઉપાદાન (૨) ખરેખર (૩) નકકી
નિશ્ચય અને વ્યવહાર ઃનિશ્ચય અને વ્યવહાર એ બે નયને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. નિશ્ચયનયનો વિશેષ અભેદ છે, વ્યવહારનયનો વિષય ભેદ છે. બે વિરુધ્ધ થયા ને ? નિશ્ચયનય પૂર્ણાનંદસ્વરૂપ એક અખંડ અભેદ આત્માને વિષય બનાવે છે. અને વ્યવહારનય, વર્તમાન પર્યાય, રાગ આદિ ભેદને વિષય બનાવે છે. આમ બન્નેના વિષયમાં ફેર છે. નિશ્ચયનો વિષય દ્રવ્ય છે, વ્યવહારનો વિષય પર્યાય છે. એટલે બે નયોને પરસ્પર વિરોધ છે, આ નયોના વિરોધનો નાશ કરનાર સ્વાતપદ થી ચિહ્નિત જિનવચન છે. સ્વાત એટલે કથંચિત્ત અર્થાત કોઇ એક અપેક્ષાએ જિનવચનામાં પ્રયોજનવશ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરીને એને નિશ્ચય કહે છે અને પર્યાયાર્થિક વા અશુધ્ધ દ્રવ્યાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. પર્યાયમાં જે અશુધ્ધતા છે તે દ્રવ્યની જ અશુધ્ધતા છે તેથી પર્યાયાર્થિકનયને અશુધ્ધ દ્રવ્યાર્થિક કહ્યો છે. જુઓ, ત્રિકાળ ધ્રુવ અખંડ એક શાયકભાવને મુખ્ય કરી નિશ્ચય કહીને સત્યાર્થ કહે છે અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહી અસત્યાર્થ કહે છે. આમ જિનવચન સ્વાતપદ વડે બન્ને નયોના વિરોધ મટાડે છે.
જિનવાણીમાં દિવ્યધનિમાં ત્રિકાળ શુધ્ધ જીવવસ્તુ ચૈતન્યમૂર્તિ ઉપાદેય કહી છે. એમાં સ્વાતપદ આવી જાય છે. આવા સ્યાતવાદ મુદ્રિત જિનવચનમાં જે પુરુષો રમે છેઃ અહીં જિનવચનમાં રમવું એનો અર્થ એમ છે કે જિનવાણીમાં જે શુધ્ધ જીવવસ્તુ જ્ઞાયકભાવ ઉપાદેય કહ્યો છે તેમાં સાવધાનપણે એકાગ્ર થવું, તે જ્ઞાયકભાવનું પ્રત્યક્ષ વેદન કરવું, જીવને રાગનું અને વિકારનું વેદન તો અનાદિથી છે અને તે વડે એ દુઃખી છે. હવે એ દુઃખથી છોડાવવા વિકારની રાગની રાગની પર્યાયને ગૌણ કરી એટલે એના પરથી લક્ષ હઠાવી લઇ ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એક, અખંડ જે જ્ઞાયકભાવ તેમાં દ્રિષ્ટ કરી, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો, તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરવી. આ
૫૫૪
જ સુખનો માર્ગ છે. એટલે જે પુરુષો જિનવચનમાં રમે છે અર્થાત શુધ્ધ એક જ્ઞાયકભાવને ઉપાદેય કરી પ્રચુર પ્રીતિ સહિત તેમાં એકાગ્રતાનો વારંવાર અભ્યાસ કરે છે, તે સ્વયં વાતમોહાઃ અહાહા ! તે પુરુષો પોતાની મેળે, અન્ય કારણ વિના મિથ્યાત્વકર્મનું વમન કરે છે. તેમને મિથ્યાત્વભાવ રહેતો નથી, ઊડી જાય છે.
નિશ્ચય સ્તુતિ ઃઆત્મા રાગ અને પરથી ભિન્ન પડીને એક નિજ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઇ તેને અનુભવે તે તીર્થંકર અને કેવળીની નિશ્ચય સ્તુતિ છે. (૨) શુધ્ધ જ્ઞાન સ્વરૂપ પૂર્ણ પવિત્ર આનંદ ધામ ભગવાન આત્મા છે. તેની સન્મુખ થઇને અને નિમિત્ત, રાગ અને એક સમયની પર્યાયથી વિમુખ થઇને અંદર એકાગ્ર થતાં પર્યાયબુધ્ધિ છૂટવાથી કેવળીની પહેલા પ્રકારની સ્તુતિ થાય છે. રાગથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય છે તે પહેલી સ્તુતિ છે. છતાં એ સમ્યદ્રષ્ટિને કર્મના ઉદય તરફના ઝુકાવથી પોતામાં પોતાને કારણે ભાવક કર્મના નિમિત્તો વિકારી ભાવ્ય થાય છે. આ ભાવ્ય ભાવકસંકરદોષ છે. હવે કર્મના ઉદયનું લક્ષ છોડી વસ્તુ જે અખંડ એક ચૈતન્યધન પ્રભુ છે તેની સન્મુખ થઇ તેમાં જોડાણ કરતાં ઉપશમભાવ દ્વારા જ્ઞાની તે મોહને જીતે છે તે બીજા પ્રકારની સ્તુતિ છે. પ્રથમ સ્તુતિમાં સમ્યગ્દર્શન સહિત આનંદનો અનુભવ છે. બીજી સ્તુતિમાં ભાવક મોહકર્મના ઉદયના નિમિત્તે જે વિકારી ભાવ્ય થતું હતું તે સ્વભાવના આશ્રયે દબાવી દઇ ઉપશમભાવ પ્રગટ કર્યો. આ પ્રકારની સ્તુતિમાં સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ તો છે, પણ તે મંદ છે. હવે ત્રીજી સ્તુતિમાં પ્રબળ પુરુષાર્થથી અંદર એકાગ્ર થતાં રાગનો નાશ થાય છે. બીજી સ્તુતિમાં જે ઉપશમશ્રેણી હતી તેનાથી પાછા હઠીને ક્ષેપકશ્રેણીમાં જતાં રાગાદિનો ક્ષય થાય છે-ઉપશમ શ્રેણીમાં રાગાદિનો ક્ષય થતો નથી. તેથી પાછા હઠીને ૭મા ગુણસ્થાને આવીને પછી ઉગ્ર પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણી માંડતાં રાગાદિનો અભાવ થાય છે.
અહાહા ! અનાદિથી પોતાનું સ્વરૂપ અખંડ આનંદકંદ પ્રભુ ભગવાનસ્વરૂપ જ છે. આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ, જિન સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ જ છે. અને