________________
તથા કોઇને કોઇમાં મેળવતો નથી, તેથી એવાં જ શ્રદ્ધાનથી, સમ્યક્ત થાય છે. માટે તેનું શ્રદ્ધાન કરવું. (૭) જે વસ્તુને વસ્તુની સ્વએપશ્નાએ જાણે અને કથના કરે, તે જ્ઞાનને નિશ્ચયનય કહેવાય છે. જાણે તે જ્ઞાનનય અને કથન કરે, તે શબ્દનાય છે. સ્વાશ્રિતને નિશ્ચયનયને પરાશ્રિત, તે વ્યવહાર નય. (૯) સાચી દષ્ટિ (૧૦) સ્વાશ્રિત સ્વભાવ, પોતાનો માનવો, તે નિશ્ચય નય. (૧૧) “સ્વાશ્રિત તે નિશ્ચય', જે પોતાના જ આશ્રયે હોય, તેને નિશ્ચય કહીએ. જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ પ્રાપ્ત હોય, તે દ્રવ્યમાં તેનું સ્થાપન કરવું, પરમાણુંમાત્ર પણ અન્ય કલ્પના, ન કરવી તેને સ્વાશ્રિત કહીએ. તેનું જે કથન તેને મુખ્ય કથન કહીએ. એને જાણવાથી અનાદિ શરીરાદિ પદ્રવ્યમાં, એકત્વ શ્રદ્ધાનરૂપ અજ્ઞાનભાવનો અભાવ થાય છે. ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સર્વ પર દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય છે. ત્યાં પરમાનંદ દશામાં મગ્ન થઇ, કેવળ દશાને પામે છે. જે અજ્ઞાની અને જાણ્યા વિના ધર્મમાં લાગે છે, તે શરીરાશ્રિત ક્રિયાકાંડને ઉપાદેય જાણી, સંસારનું કારણ જે શુભોપયોગ, તેને જ મુકિતનું કારણ માની, સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો સંસારમાં ભમે છે. તેથી મુખ્ય (નિશ્ચય) કથનનું જાણપણું, અવશ્ય જોઇએ. જે નિશ્ચયનયને આધીન છે. (૧૨) નિર્મળ, અખંડ, પરમાર્થ આત્મા છે, તે નિશ્ચયનયનો વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય, તે નિશ્ચયનયનો વિષય છે. અને તેને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ પાડીને લક્ષમાં લેવો, તે વ્યવહાર છે. ગુણ-ગુણીના ભેદનું લક્ષ છોડી, અભેદ સ્વરૂપ ખ્યાલમાં લેવું, તે જ પરમાર્થ છે. તેમાં અભેદની શ્રદ્ધા, તે પણ પરમાર્થ નથી, કારણ કે, તે પણ ગુણની એક અવસ્થા છે, તેથી વ્યવહાર છે. સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર વગેરે પણ, પરમાર્થનો વિષય નથી. દેવ, ગુરુ શાસ્ત્રનો વિષય, નવ તત્ત્વના ભેદવાળી શ્રદ્ધા કરવી, તે શુભાશુભ ભાવ છે, તેના પરમાર્થમાં પ્રવશે નથી, કારણ કે, તે અસદભૂત વ્યવહાર છે. સમ્યગ્દર્શને, અખંડ જ્ઞાયક આખો આત્મા લક્ષમાં લીધો, તે પરમાર્થ છે, પણ લક્ષમાં લેનાર સમ્યગ્દર્શન પરમાર્થ નથી, પણ વ્યવહાર છે.-૫ર્યાય છે, તે નિશ્ચયથી અભૂતાર્થ છે કેમ કે, તે ત્રિકાળી નથી. ત્રિકાળી
૫૫૨ ટકનાર, અખંડ ધ્રુવ સામાન્ય સ્વભાવ, તે પરમાર્થને ભેદ દષ્ટિ ગૌણ કરવા છતાં, અભેદ સમજાવતાં વચ્ચે તે વ્યવહાર આવે જ છે, કેમ કે, એમ ભેદ દ્વારા સમજાવ્યા વિના, અભેદ સમજાય નહિ. ભેદના લશ્કે, નિર્મળતા કે સમ્યગ્દર્શન થતું નથી. ભેદના લક્ષે (મોક્ષમાર્ગની પર્યાયના લક્ષ), મોક્ષમાર્ગ પ્રગટતો નથી, અને મોક્ષમાર્ગના લશે, મોક્ષ પ્રગટતો નથી. કારણ કે તે અવસ્થા છે, અને ઘણી અવસ્થા વડે, પૂર્ણ અવસ્થા મોક્ષ પ્રગટે નહિ, અવસ્થા ક્ષણિક હોય છે, એક સમયે એક અવસ્થા, પ્રગટ હોય છે, ઊણી હોય ત્યારે, પૂરી અવસ્થા ન હોય. ઘણી પર્યાય કારણ, અને પૂર્ણ પર્યાય કાર્ય, અને પરમાર્થે થાય નહિ. આત્મા નિર્મળ, અખંડ પરિપૂર્ણ છે, તે પૂર્ણતાના જોરે મોક્ષ દશા પ્રગટે છે. વર્તમાનમાં પણ દરેક સમયેસ દ્રવ્યમાં અનંત બેહદ સામર્થ્ય ભર્યું છે, ત્રિકાળી જ્ઞાયક મોન્ય અનંત ગુરુ કોર્ય ને પ્રાપ્ત છે. તેમાં “ પ્રાપ્ત કરે ” તેનો બંધ છે. આ જીવે, અનાદિથી ભેદ ઉપર લગ્ન કર્યું છે. ભેદદષ્ટિ એટલે, વ્યવહારનું અવલંબન, તે વડે શુભ વિકલ્પ ભાવ પણ, અભેદ નિર્મળનું લક્ષ ન થાય. પરમાર્થ સ્વરૂપને જાણી, ભેદને ગૌણ કરી અખંડ વસ્તુનો મહિમા કરવાથી, અખંડ નિર્મળના લક્ષ, સમ્યગ્દર્શન
પ્રગટે છે. નિશ્ચયનય અને વ્યવહાનય નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતો
હોવાથી, તેને શુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અને વ્યવહારનય પદ્રવ્યના પરિણામને, આત્મપરિણામ દર્શાવતો હોવાથી, તેને અશુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અહીં શુદ્ધદ્રવ્યનું કથન, એક દ્રવ્યાશ્રિત પરિણામની, અપેક્ષાએ જાણવું, અને અશુદ્ધવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ, અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ, જાણવું, નિશ્ચયનય ઉપાદેય છે અને
વ્યવહારનય હેય છે. નિધ્યયનયથી નિરપે, નિશ્ચયનય પ્રત્યે ઉપેક્ષા વાળો, નિશ્ચયનય પ્રત્યે બેદરકાર,
નિશ્ચયનયને નહિ ગણતો. નિશ્ચયની વાત સત્યાર્થ વાત. (૨) સત્યવાત, ત્રણકાળ, ત્રણ લોકના પદાર્થોની,
સત્યાર્થ સ્થિતિની વાત.