________________
પૂર્ણ નિર્મળ પરમાત્મા દશા જેણે પ્રગટ કરી, તે સાક્ષાત ભગવાન છે. હું પણ, શકિતપણે પૂર્ણ ભગવાન છું, એમ સત્સમાગમથી ઓળખી, પૂર્ણ સ્વાધીન ધ્રુવ સ્વભાવનું મહાત્મ્ય કરે તો પોતામાં કલ્પેલી હીણપનું ધણીપણું દૃષ્ટિમાંથી છૂટી જાય છે. પછી વર્તમાન પુરુષાર્થની નબળાઇથી, પરમાં રોકાય તે રુચિભાવે, રોકાતો નથી. સ્વભાવના જોરે, રાગદેષ તોડવા માગે છે, વિકારનું એટલે રાગની વૃત્તિનું, ધણીપણું કરતો નથી.
વિકારનો નાશ કરવા માગે, તે વિકાર સ્વરૂપ હોઇશકે નહિ. વિકારનો જાણનારો, તે ક્ષણિક વિકારપણે નથી. જોવિકાર ટાળવાની શકિત આતમાં ન હોય, તો જે ન હોય તે જગતમાં ત્રણ માળમાં થઇ શકે નહિ, પણ અનંતાજ્ઞાની પૂર્ણ પવિત્ર, ઉત્કૃષ્ટ પરમાત્મ દશા પ્રગટ કરી ગયા છે. છનત્ય સ્વભાવના જોરે, અમુક અંશે રાગ ટાળ્યો તેવા રસે કરી રાગ ન થવા દે, તો પૂર્ણ પુરુષાર્થથી અંશમાત્ર રાગ-વિકાર ન થવા દે, એવી આતમાની તાકાત દરેક સમયે, દરેક આત્મામાં છે.
જો કોઇ બીજા પોતાના દોષ કાઢી, આપે તો કોઇ નકરમાં અને દુઃખમાં પણ નાખી દે,પણ એવું પરાધીનપણું જીવને નથી. દોષ ટાળવામાં પોતે એકલો છે, તો પોતે ત્રિકાળી પૂર્ણ અને સ્વતંત્ર અસંયોગીપણે, વર્તમાનમાં પૂરો છે. માન્યતાથી પરનો સંબંધ માન્યો છે, તે નિમિત્ત આધીન દૃષ્ટિની ભૂલ છે, અને તે જ સંસાર છે. હું પૂર્ણ પ્રભુતા વાળો છું એવા નિત્ય સ્વભાવના જોરે, પામરતા ટળી, તે જ સમયે નિર્મળપવિત્રતા અંશે પ્રગટે છે.
નિરાકુળતા પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનાકુળતા-નિરાકુળતા છે. (૨) આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત, શાંતિ
નિરાકાંઠા :નિરિચ્છ, આકાંક્ષારહિત, ઇચ્છારહિત
નિરાકાર :આકારો વિનાનું; ભેદો વિનાનું; નિર્વિકલ્પ; સામાન્ય નિરાકાર :જડ પુદ્ગલના આકાર વગરનો એવો, આત્મા છે. શરીરના બધા ઘાગમાં આત્મા છે, તે પોતાના અનંત ગુણનો પિંડ, દેહ આકારે, દેહથી જુદો છે.
૫૪૬
(૨) દર્શન એક પદાર્થથી, બીજાને જુદો પાડતું નથી, તેથી તેને નિરાકાર કહેવાય છે.
નિરાગી :નિર્દોષ, નિષ્પાપ, રાગવિનાનું (૨) પાપ વિનાનું, નિષ્પાપ, નિરાગસ નિરાધના :અવરોધવું, અપરાધ કરવાની ક્રિયા, આડખીલીરૂપ બનવું. નિરાબાધ સર્વજ્ઞ પરમાત્મા બાધારહિત નિરાબાધ છે. સર્વજ્ઞને બાધા કેવી ? ભગવાનનો સર્વ ઉપયોગ- તેનો કદી નાશ થતો નથી. ઉપયોગનું કદીય પરથી હરણ થઇ શકતું નથી. એમ આત્મા વસ્તુપણે નિરાબાધ છે. (૨) બાધા રહિત; કદી નાશ ન થાય તેવું; કદીય પરથી હરલ ન થઇ શકે તેવું. (૩) બાધા વિનાનું; વિઘ્ન રહિત (૪) બાધા વિનાનું; વિઘ્ન રહિત; સહજ સુખ અને જ્ઞાન વાળો હોવાથી સર્વ બાધા રહિત (સકલ આત્મામાં સર્વ પ્રકારનાં (પૂરેપૂરા) સુખ અને જ્ઞાનથી ભરપૂર હોવાને લીધે આખા આત્મામાં સમંત (સર્વ પ્રકારનાં પરિપૂર્ણ) સૌખ્ય અને જ્ઞાનથી સમૃધ્ધ હોય છે. (૫) અડચણ વિનાનું; બાધા ન રહી હોય તેવું; અનૂકૂળ (૬) સંકલ્પ વિકલ્પ રહિત (૭) સર્વજ્ઞ પરમાત્મા બાધા રહિત, નિરાબાધ છે. સર્વજ્ઞને બાધા કેવી ? ભગવાનનો સર્વજ્ઞ ઉપયોગ- તેનો કદી નાશ થતો નથી. અલિંગ-ગ્રહણના નવમા બોલમાં આવે છે કે, ઉપયોગનું કદીય પરથી હરણ થઇ શકતું નથી. એમ આત્મા વસ્તુપણે, નિરાબાધ છે. (૮) અંતરાય વિનાનું, અડચણ વગરનું (૯) સર્વ પ્રકારની આકુળતા આદિ, બાધાઓ રહિત. (૧૦) બાંધા વિનાનું, વિઘ્ન રહિત. (૧૧) અડચણ વિનાનું, પ્રતિબંધ વિનાનું, વિરોધ વગરનું (૧૨) નિર્ભય
નિરાબાધપણું :પૂર્વાપાર, અવિરોધપણું
નિરામય :નિર્વિકાર (૨) રોગાદિ સમસ્ત કલેશ, વિનાનું પદ.
નિરારંભી આરંભ ઉપાધિથી રહિત એવુ
નિરાલંબન :સ્વાવલંબી (૨) આલંબન વિનાનું, ટેકા વિનાનું, નિરાધાર, નિરાશ્રય. નિરાળું :અલગ, જુદું, ત્યારું, એકત્રસ્થિતિ ન કરનારું.