________________
નિર્વિધાત અક્ષય; અવિનાશ; અબંધ; નિબંધ (૨) નાશ વિના; ક્ષય વિના (૩) નાશનો અભાવ, બંધનો અભાવ, બંધ રહિત, નિત્યમુકત, બંધનાં કારણો નો અભાવ, સંસારનો અભાવ.
નિર્વિભાગ :અખંડ (૨) નાનામાં નાના. જેનો બીજો ભાગ ન થઇ શકે તેવું નિર્વિવાદ :ચોક્કસ; બિનતકરારી
નિર્વિશેષ પૂર્ણ; સમગ્ર; નિરવશેષ; જેમાં કાંઇ બાકી ર્હયું ન હોય તેવું (૨) વિશેષ વિનાનું (૩) નિરવશેષ; નિરપેક્ષ; નિર્વિકલ્પ નિર્વિશેષપણે તફાવત વિના.
નિર્વિસંવાદ અવિરોધ; અનુકૂળતા; સુમેળ; સુસંગત
નિરંશ :ફરી જેનો, ખંડ ન થઇ શકે તે. (૨) અંશ રહિત, દેશ, અખંડ દેશાત્મક, એક સત્ જ છે.
નિશ અંશ :જેમાં પછી, બીજો અંશ ન કરી શકાય, તેને જ નિર્દેશ અંશ કહે છે. (જેનો ફરીથી અંશ ન થઇ શકે, તે નિરંશઅંઈ કહેવાય છે.)
નિરસ્ત નાશ; નષ્ટ (૨) દૂર કરીને; નષ્ટ કરીને; ખંડિત કરીને; નિરાકૃત કરીને (૩) જેનો ખુલાસો કરવામાં આવ્યો હોય તેવું; નાશ (૪) નાશ કરેલું, નાશ પામેલું, દૂર કરેલું, કાઢી મૂકેલું. (૫) નષ્ટ કરવું, નાશ કરવો. (૬) જેનો ખુલાસો કરવામાં આવ્યો હોય, તેવું (૭) દૂર કરેલું, કાઢી મૂકવું, નાશ પામેલું. (૮) ક્ષય થવો, નાશ પામવું, નષ્ટ થવું.
નિરસ્ત કરવું :ખંડિત કરવું ; રદબાતલ કરવું; નિષિદ્ધ કરવું (૨) દૂર કરીને; નષ્ટ કરીને; ખંડિત કરીને; નિરાકૃત કરીને.
નિરસ્તકરીને દૂર કરીને, નષ્ટ કરીને, ખંડિત કરીને, નિરાકૃત કરીને. નિસન :નિરાકરણ; ખુલાસો; ક્ષમાધાન; નિરાસ. (૨) નિરાકરણ, સ્પષ્ટતા, ખુલાસો (૩) નિરાકરણ, સ્પષ્ટતા (૪) ખુલાસો, નિરાકરણ, સમાધાન, નિરાસ.
નિરાકૃત :બદબાતલ; બહિષ્કૃત
૫૪૫
નિરાકરણ નિષેધ; ખંડન (૨) નિવેડો, છેવટ, નાકબૂલ, રદબાતલ કરવું તે. (૩) ખુલાસો; સમાધાન; ફેંસલોઃ ચુકાદો; પરિણામ; અંત (૪) નિવેડો, છેવટ (૫) નાકબૂલ-રદબાતલ કરવું છે.
નિરાકર્તા ત્યાગ કરનાર.
નિરાકુળ આકુળતા વિનાનું (૨) સર્વ ઇચ્છાઓથી રહિત, અનાકુળ. (૩) આકુળતા રહિત, અનાકુળ
નિરાકુળ સુખ જેને હિત કરવું હોય, તેણે પ્રથમમાં પ્રથમ શું ઉપાય કરવો, તે કહેવાય છે. નિરાકુળ સુખ આત્માંમાં છે. શરીર આદિની સગવડમાં (સંયોગોમાં), સુખ નથી. છતાં અજ્ઞાની જીવ તેમાં સુખ માની રહયો છે. પણ પરના આશ્રયની પરાધીનતા, તે સુખ ત્રણ કાળમાં નથી. જેણે પોતામાં સુખ ન ભાળ્યું તેને, પરસંયોગની મોટાઇ લાગે છે. પરસંયોગના આશ્રયે સુખ છે. એમ માન નાર પોતાને નમાલો, રાંકો, ઓશિયાળો માને છે. એ અજ્ઞાન ભાવની મૂઢતાથી, માનેલી કલ્પના છે. જે પરને હિતરૂપ માને છે, તે પરાશ્રય રહિત અવિકારી આત્મા, સ્વભાવ ને હિતરૂપ માનતો નથી. પર મારાં છ પરમાં સુખ છે, પરનું કાંઇ કરી શકું, એવી ઊંધી કલ્પના કરનારું પોતાનું વિપરીત જ્ઞાન છે. જડ દેહાદિ, પોતાને ભૂલ કરાવતા નથી. આત્મા પરથી જુદો નિત્ય પદાર્થ છે. પોતે જે સ્વભાવે છે, તેનું ભાન નથી. તેથી પરમાં કયાંક પોતાના હોવા પણાની, પોતાના સુખપણાની કલ્પના કરી છે. તે અજ્ઞાનથી, ચોરાશી લાખના અવતાર છે, સ્વતંત્ર સ્વભાવને યર્થાથપણે સત સમાગમે ઓળખીને, તે ઊંધી માન્યતારૂપ ભૂલ કાઢી નાખતાં, નિત્ય સ્વભાવ આશ્રિત, નિર્મળ આનંદની ઉત્પત્તિ થાય છે. વર્તમાન વિકારી અવસ્થા વખતે પણ બાહય ભાવની માન્યતા કાઢી ને દેખે તો, તે એક અવસ્થા સિવાય, આખા નિર્મળ સ્વભાવ ત્રિકાળી શુદ્ધપણે, વર્તમાનમાં પણ જણાય છે. પામરતા, અશરણપણું, અવગુણપણું, પામરતાની ભૂમિકામાં રહીને ન ટળાય. પામરતા વખતે જ, તુચ્છતા રહિત ધ્રુવસ્વભાવ પૂર્ણ મહિમાપણે છે.