________________
૫૪૩
નિરવશેષપણે સર્વને આખા આત્માને; સર્વ શેયોને નિર્વહણ કરવું સ્મરણ કરવું, યાદ કરવું. નિર્વાણ જેને સાત તત્ત્વોમાં, મોક્ષ નામથી ગણવામાં આવેલ છે. અને જેનું
લક્ષણ સંસારપણાનો અભાવ છે. અર્થાત્ જેમાં ભવ-પરિવર્તન જન્મ-મરણ નથી, શરીર નથી, ઇન્દ્રિયો નથી. ઇન્દ્રિયો દ્વારા, વિષય ગ્રહણ નથી, રાગદ્વેષ-મોહ નથી, ક્રોધ-માન-માયા-લોભ નથી, હાસ્ય-રતિ-અરતિ શોકભય-જુગુપ્સા નથી, કામ સેવા નથી, કોઇ પ્રકારની ઇચ્છા નથી, તૃષ્ણા નથી, અહંકાર-મમકાર નથી, સંયોગ-વિયોગ નથી. ઇષ્ટ વિયોગ, અનિષ્ટયોગ જન્ય, કોઇ કષ્ટ નથી, રોગ નથી, જરા નથી, બાળ-યુવાવૃદ્ધાવસ્થા નથી, ભૂખ તરસ નથી, ખાવું, પીવું, સૂવું-જાગવું નથી, કયાંય જવું-આવવાનું નથી, કોઇની સાથે કાંઇ વાર્તાલાપ નથી, કોઇ ધંધો-વ્યાપાર નથી, કોઇ જાતની સાધના -આરાધના નથી, માટી-ઇટ-પથ્થર-ચુના આદિનાં, મકાનોમાં રહેવાનું નથી, સંસારનું કોઇ સુખ-દુઃખ નથી, અનિયતા-ક્ષણભંગુર નથી, અને ન કોઇ પ્રકારનું કોઇ વિભાવ પરિણમન છે, તે સ્વ-સ્વભાવ સ્થિતિ, નિર્વિકાર શુદ્ધશાશ્વત જ્ઞાનાનંદ સ્વરૂપને, સંસારાતીત લક્ષણ કહે છે. આ લક્ષણથી યુકત નિર્વાણ તત્ત્વ વાસ્તવમાં એક જ છે. મોક્ષ, મુકિત, નિવૃત્તિ, સિદ્ધિ આદિ, શબ્દભેદ અથવા સંજ્ઞા (નામ) ભેદને કારણે ભેદ હોવા છતાં, પણ અર્થનો કોઇ ભેદ નથી-બધા નામ
તાત્ત્વિક દષ્ટિએ એક જ અર્થના વાચક છે. નિર્વાણ મોક્ષ, મુકિત. (૨) અનંત સુખસ્વરૂપ મોક્ષઃ પરમ સુખસ્વરૂપ, પરમ
શાંતિ સ્વરૂપ, પરમાનંદમય, એવી જે મુકિત તે નિર્વાણ છે. (૩) આત્માની શુદ્ધ અવસ્થા, મોક્ષ (૪) મોક્ષ, મુકિત, નિવૃત્તિ, સ્વસ્વભાવની ઉપલબ્ધિ
(૫) ટકાવી રાખવું; પાલન કરવું નિર્વાહવું :ચાલું રાખવું (૨) (ચલાવી લેવું, નિભાવી લેવું) પરિપાલન કરવું, અમલ
થવો, ટકાવવું. (૩) ટકાવવું, પરિપાલન કરાવવું, અમલ થવો, તે (૪). ટકાવી રાખવું (૫) પરિવાહન કરવું, અમલ થવો, ટકાવવું (૬) પાર ઉતારવું, સાંગોપાંગ, પાર પાડવું.
નિર્વાહવાની પાર ઉતારવાની, સાંગોપાંગ પાર પાડવાની. નિર્વાહવો :ટકાવી રાખવો. નિર્વાહી સમ્ય પ્રકારે પૂરું કરી, (નિર્વાહી) નિર્વિકચિકિત્સા સમ્યગદર્શનનું ત્રીજું અંગ છે. રોગી, વૃધ્ધ આદિ ધર્મમૂર્તિરૂપ
સપુરુષની સેવા કરે પણ ગ્લાનિ, સૂગ, દુગંધ ન આણે; નગ્નપણું; મલિનપણું આદિ ધર્માત્માનાં અંગના ધર્મસૂચક લક્ષણોને દૂષણરૂપ ન ગણવાં, પણ પોતાના દોષ પ્રત્યે અણગમો રાખી તે દોષો દૂર કરે તે
નિર્વિચિકિત્સા નામે ત્રીજો ગુણ છે. નિર્વિકલ આનંદ નિત્ય સત્ય આ છે. પુરુષાર્થને વિકલ્પથી ખસેડી અંતરમાં જતાં,
આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે. જેની દષ્ટિમાં, જેના પ્રયોજનમાં, ભગવાન આત્મા જ છે, એવા આત્માર્થી જીવને વિકલ્પો છટતાં, અંદર જે અતીનિદ્રય આનંદનું વદન થાય છે. એનું નામ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચરિત્ર કહેવામાં આવે છે. જીવને બધા વિકલ્પો છૂટી જતાં, અંદર અતીનિદ્રય આનંદનું વદન થાય, કેમ કે પ્રભુ આત્મા પોતે અતીન્દ્રિય આનંદનો કંદ છે. જયારે આનંદ નિધાનનો આદર કર્યો, સ્વીકાર કર્યો, સત્કાર કર્યો, ધ્યાન-જ્ઞાનમાં ઉપાદેયરૂપ એ આવ્યો, ત્યારે બધા વિકલ્પો છૂટીને પર્યાયમાં આનંદનું વેદના થાય છે. એનું નામ સમ્યગ્દર્શન અને આત્માજ્ઞાન કહેવામાં આવે છે. શુભાશુભ વિકલ્પો છૂટી જઇને, અરે અબદ્ધ અને જ્ઞાયકનો પણ વિકલ્પ છૂટી જઇને, જયારે અપૂર્વ પુરુષાર્થથી સ્વરૂપમાં જાય છે. ત્યારે જે અતીન્દ્રિય અનંદનો અનુભવ થાય છે, તેનું નામ ધર્મ છે. એનું નામ જન્મ-મરણથી
રહિત થવાનો પંથ છે. નિર્વિકલ્પ જ્ઞાતા-જોય વગેરેના ભેદ વિનાનું, નિરપેક્ષ; અદ્વેત પ્રકારની પારલૌકિક
સમઝ; વિકલ્પનો અભાવ; ઉપયોગની સ્થિરતા. (૨) મન, ઇન્દ્રિયોના અવલંબન વિનાનું, કેવળ અંતરનો અનુભવ. સ્થિર ઉપયોગ, કોઇપણ જાતના વિકલ્પ વિનાનું, જ્ઞાત-જોયવગરેના ભેદ વિનાનું, જેમાં કોઇ અપવાદ કે બેપણું ન હોય તેવું, નિરપેક્ષ. (૩) સ્થિર ઉપયોગ સ્વરૂપની એકાગ્રતા.