________________
નિર્મળ :ચોખ્ખ, મલિનતા રહિત. (૨) સ્વચ્છ (૩) રાગ-દ્વેષના મેલ વગરનો.
(૪) સ્વચ્છ. (૫) ચોકખી. (૬) નિર્દોષ (૭) રાગ-દ્વેષના, મેલ વગરનો.
(૮) ઔપથમિક ક્ષાયિક સમ્યકત્વ નિર્મળ છે. નિર્મળ અવસ્થા આત્મા સ્વભાવે નિર્મળ છે. પણ વર્તમાન અવસ્થામાં, સાક્ષાત
નિર્મળ નથી. જો અવસ્થાએ નિર્મળ હોય, તો પુરુષાર્થ કરીને રાગ ટાળવાનું રહે નહિ, અને નિર્મળ અવસ્થા પ્રગટ હોય, તો પ્રત્યક્ષ આનંદ હોય, પણ પ્રત્યક્ષ આનંદ નથી, તેથી અવસ્થામાં અશુદ્ધતા છે, તે ટાળવા માટે, પુરુષાર્થ
કરવો જોઇએ. નિર્મળ અવસ્થા કેમ પ્રગટે છેશ્રદ્ધાના લક્ષે પૂર્ણ દશા ઉઘડે નહિ, કારણકે શ્રદ્ધા,
તો આત્માના ગુણની પર્યાય છે. તે ઊણી અવસ્થાના જોરથી, પૂર્ણ નિર્મળ મોક્ષદશા ઉઘડે નહિ, પણ સર્વ શકિતના પૂર્ણ સામર્થ્યરૂપ સ્વવસ્તુ તરફ, જોરદાર એકાગ્રતા કરતાં પ્રથમ અધૂરી નિર્મળ અવસ્થા, અને પછી પૂર્ણ નિર્મળ અવસ્થા પ્રગટે છે. એકરૂપ સ્વભાવ ઉપર, યથાર્થ નિશ્ચયની દષ્ટિનું જોર આવતાં, ભ્રમણા અને વિકારી દશા-અવસ્થાનો નાશ, નિશંક સમ્યગ્દર્શન અને અંશે નિર્મળતાની ઉત્પત્તિ થાય છે. અને વસ્તુ એકરૂપ ધ્રુવ રહે છે. વર્તમાન અવસ્થા જે થાય, તેને જોનારી વ્યવહારદૃષ્ટિ, ગૌણ કરી નિર્મળ, નિરાવલંબી, અસંગ, એકરૂપ સદશ સ્વભાવને, અખંડપણે લક્ષમાં ભેદો, તે સમ્યગ્દર્શન. એ શ્રદ્ધાનો વિષય અભેદ છે, પણ જેવી અવસ્થાઓ થાય, તેમ તેને જ્ઞાનથી ન જાણે તો જ્ઞાનમાં ભૂલ જોવી તે થાય, અને જ્ઞાનમાં ભૂલ થતાં, દષ્ટિમાં ભૂલ થાય, માટે આમાં નિરપેક્ષ સ્વભાવને જોવો, તે નિશ્ચય અને અવસ્થાને જોવી, તે વ્યવહાર. એમ બન્નેને એક વસ્તુમાં જાણે, તે જ્ઞાન પ્રમાણ છે. વિકાર ઉપાદેય
નથી, જાણવા માત્ર છે. નિર્મળ થારિત્ર દશા નિર્મળ રત્નત્રય ચારિત્રદશા, મનુષ્યપણાના પર્યાયમાં પ્રગટ
થાય છે. નરક-દેવ-તિર્યંચાદિ, પર્યાયમાં નહિ. નિર્મળ પર્યાય ક્યારે ઉઘડે 1:ઉણી અવસ્થા, વિકારી અવસ્થા, અને બહારનો સંગ
તે ત્રણે રહિત, આત્માના સ્વભાવની શ્રદ્ધા કરે, તો નિર્મળ પર્યાય ઉઘડે.
૫૪૦ ઉણી અવસ્થામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ એ ત્રણે નિમિત્તરૂપે, આવી જાય છે. વિકારી અવસ્થામાં, મોહનીય કર્મ નિમિત્તરૂપે આવી જાય છે અને બહારના સંગમાં ચાર, અઘાતિ કર્મ આવી જાય છે. ઉણી અવસ્થા રહિત પૂરો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરે, વિકાર રહિત, અવિકારી સ્વભાવની શ્રદ્ધા કરે અને સંગરહિત, અસંગી પદાર્થની
શ્રદ્ધા કરે, તો ધર્મ પ્રગટ થાય. નિર્મળતા સ્વરૂપ સ્થિરતા. (૨) જ્ઞાચક સ્વભાવના અવલંબને પ્રગટતી નિર્મળતા,
શુદ્ધભાવ તે એક જ ધમ છે. (૩) કર્મનિર્જરા નિર્મળી જેનાં બી મેલું પાણી સ્વચ્છ કરવાને વપરાય છે. તેવી એક વનસ્પતિ;
ફટકડી (૨) કાકફળ નિર્માણ :રચના. નિર્માણ નાખ કર્મ જે કર્મના ઉદયથી, અંગોપાંગની ઠીક ઠીક રચના થાય, તેને
નિર્માણનામ કર્મ કહે છે. (૨) જેના ઉદયથી, આંગોપાંગની બરાબર રચના બને. (૩) જે કર્મના ઉદયથી, અંગોપાંગની ઠીક ઠીક રચના થાય, તેને
નિર્માણનામ કર્મ કહે છે. નિમન :માન-અપમાન રહિત નિર્માતા :મૃદુતા, નમ્રતા નિર્માની :નિરહં, નિર્મમપણું નિર્માપિત સ્થિર, નિશ્ચય નિર્માલ્ય :દમ વગરના, શૂરવીરપણા વગરના નિર્મોહ:મોહ ચાલ્યો ગયો હોય તેવું, મોહ વિનાનું, આસકિત અને મમતા વિનાનું નિર્મોહી સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ (૨) મમતા અને કામ ક્રોધના અંશો થાય, તેમાં
જોડાતો નથી તેને ભગવાન, નિર્મોહી કહે છે. નિર્મળ :મૂળમાંથી ઉખાડી નાખવું. નિર્મળ કરવો:મૂળમાંથી નાશ કરવો, મૂળમાંથી ઉખાડી નષ્ટ કરવો. નિયંતિ નિષ્ણાતે કરેલ પ્રાકૃત ટીકા. (૨) વ્યુત્પતિ પરક લક્ષણ. (૩) શબ્દની
સાથે અર્થને જોડનાર, ટીકા