________________
પર્યાયાર્થિક નયને વ્યવહાર, અશુધ્ધ, અસત્યાર્થ, અપરમાર્થ, અભૂતાર્થ, પરાવલંબી, પરાશ્રિત, પરતંત્ર, નિમિતાધીન,ક્ષણિક, ઉત્પન્નદવંસી, ભેદ અને પરલક્ષી નય કહેવામાં આવે છે. (૨) નયના બે પ્રકારો - નય રાગવાળા તથા રાગ વગરના એમ બે પ્રકારના છે. તેમાં આગમનો પ્રથમ અભ્યાસ કરતાં નયોનું જે જ્ઞાન થાય તે રાગસહિત નય છે; ત્યાં તે રાગ હોવા છતાં રાગથી ધર્મ નથી એમ જીવ માને તો તે નયનું જ્ઞાન સાચું છે, પણ એ રાગથી ધર્મ થાય એમ માને તો તે જ્ઞાન નયાભાસ છે. બન્ને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી પોતાના પર્યાય ઉપરનું લક્ષ છોડી પોતની ત્રિકાળી શુધ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ જીવ લશ્રા કરે ત્યારે સમ્યગ્દર્શનાદિ શુધ્ધભાવ પ્રગટે છે. તેથી તે નય રાગરહિત નય છે; તેને શુધ્ધ નયનો આશ્રય અથવા શુધ્ધનયનું અવલંબન પણ કહેવામાં આવે છે; તે દશાને નયાતિકાન્ત પણ કહેવામાં આવે છે; તેને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે અને
આત્માનો અનુભવ પણ તેને જ કહેવામાં આવે છે. નયસ :વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો નયાતિકાન્ત નયના બે પ્રકારોઃ નય રાગવાળા તથા રાગ વગરના, એમ બે
પ્રકારના છે. તેમાં આગમનો પ્રથમ અભ્યાસ કરતાં, નયોનું જે જ્ઞાન થાય, તે રાગસહિત નય છે. ત્યાં તે રાગ હોવા છતાં, રાગથી ધર્મ નથી, એમ જીવ માને, તો તે નયનું જ્ઞાન સાચું છે. પણ જો રાગથી ધર્મ થાય, એમ માને તો તે, જ્ઞાનનયાભાસ છે. બન્ને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી, પોતાના પર્યાય પરનું લક્ષ છોડી, પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ જીવ લગ્ન કરે, ત્યારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટે છે. તેથી તે નય, રાગ રહિત નય છે. તેને શુદ્ધનો આશ્રય અથવા શુદ્ધ નયનું અવલંબન, ૫ણ કહેવામાં આવે છે. તે દશાને નયાતિકાન્ત પણ કહેવામાં આવે છે. તેને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે, અને આત્માનો અનુભવ પણ, તેને જ કહેવામાં આવે છે. (૨) શુદ્ધ નયનો આશ્રય, શુદ્ધ નયનું અવલંબન, રાગરહિત નય.
૫૦૮ નયો :આ આત્મા કોણ છે (કેવો છે) અને કઇ રીતે પ્રાપ્ત કરાય છે એવો પ્રશ્ન
કરવામાં આવે તો તેનો ઉત્તર પૂર્વે) કહેવાઇ ગયો છે. અને (અહીં) કરીને
પણ કહેવામાં આવે છેઃપ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે પ્રાપ્ત અનંત ધર્માનું અધિષ્ઠાતા
(સ્વામી) એક દ્રવ્ય છે, કારણ કે અનંત ધર્મામાં વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાન સ્વરૂપ પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે
(તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે. (જણાય છે.) (૧) તે આત્મ દ્રવ્ય દ્રવ્યન પરમાત્રની માફક ચિત્માત્ર છે. (અર્થાત્ આત્મા
દ્રવ્યન (ચિન્માત્રી ચૈતન્યમાત્ર છે, જેમ વસ્ત્ર વિશ્વમાત્ર છે તેમ.) આત્મદ્રવ્ય પર્યાયનવે તંતુમાત્રની માફક, દર્શનજ્ઞાનાદિમાત્ર છે (અર્થાત્ આત્મા પર્યાયનયે દર્શનજ્ઞાન ચારિત્રાદિ માત્ર છે, જેમ વસ્તુ તંતુમાત્ર છે
તેમ.). (૩) આત્મ દ્રવ્ય અસ્તિત્વનવે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વવાળું છે;
લોહમય, દોરીને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યાનુખ તીરની માફક. (જેમ કોઇ તીર સ્વદ્રવ્યથી લોહમય છે. સ્વક્ષેત્રથી દોરીને કામઠાના વચગાળામાં રહેલું છે. સ્વકાળથી સંધાન દશામાં છે અર્થાત ધનુષ્ય પર ચડાવીને ખેચાયેલી સ્થિતિમાં છે અને સ્વભાવથી લક્યોમુખ છે અર્થાત્ નિશાનની સન્મુખ છે, તેમ આત્મા અસ્તિત્વનયે સ્વચતુષ્ટયથી અસ્તિત્વવાળો છે.) આત્મ દ્રવ્ય નાસ્તિત્વનયે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિત્વવાળું છે; અલહમય, દોરીને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્યોનુખ એવા પહેલાંની તીરની માફક. (જેમ પહેલાંનું તીર અન્ય તીરના દ્રવ્યની અપેક્ષાથી અલોહમય છે, અન્ય તીરના ક્ષેત્રની અપેક્ષાથી દોરી ને કામઠાના વચગાળામાં નહિ રહેલું છે, અન્ય તીરના કાળની અપેક્ષાથી સંધાયેલી સ્થિતિમાં નહિ રહેલું છે અને અન્ય તીરના ભાવની અપેક્ષાથી અલક્ષ્યોનુખ છે, તેમ આત્મા નાસ્તિત્વ નયે પરચતુષ્ટયથી નાસ્તિવાળો છે.)