________________
૫૦૭
એવંભૂતદષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર = નિશ્ચયદષ્ટિથી, શબ્દના રહસ્યભૂત પદાર્થમાં, નિર્વિકલ્પ થા. સમભિરૂઢ દષ્ટિ થી એવંભૂત અવલોક = સાધક અવસ્થાના, આરૂઢ ભાવથી, નિશ્ચયને જો. એવંભૂતદષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર = નિશ્ચયદષ્ટિથી સમસ્વભાવ પ્રત્યે, આરૂઢ સ્થિતિ કર. એવંભૂત સ્થિતિથી એવંભૂત થા = નિશ્ચય દષ્ટિથી, નિશ્ચયરૂપ
થા. • એવંભૂત સ્થિતિથી એવંભૂત દષ્ટિ શમાવ = નિશ્ચય
સ્થિતિથી, નિશ્ચયદષ્ટિના વિકલ્પને, શમાવી દે. (૩૫) દરેક આત્મા તથા દરેક વસ્તુમાં, સામાન્ય-વિશેષ, નિત્ય-અનિત્ય,
એમ બે પડખાં છે. જેને જોનાર દષ્ટિથી, તે પડખાનું જ્ઞાન કરી શકાય છે. બે પડખાંમાંથી એકી સાથે આખી વસ્તુ ખ્યાલમાં લેવી, તે જ્ઞાનપ્રમાણ છે. આત્મામાં ત્રિકાળ ટકનાર, નિર્મળ અખંડ ગુણસ્વભાવ છે. તે રાગ-દ્વેષ અને ભૂલનો નાશક છે. તે નિત્ય સ્વભાવના પડખે જોનાર જ્ઞાનનો અંશ , તે દ્રવ્યાર્થિક નય છે. ગુણથી વિરોધ ભાવ, તે અવગુણ છે, તે ક્ષણિક અવસ્થા પૂરતો, પર તરફના રાગરૂપ વલણથી, નવો થાય છે. જે આત્મા સાથે નિત્ય ટકનારો નથી, તેથી તે અરૃતાર્થ છે. અવગુણ માટે જોઇતા નથી, એટલે કે મારે પવિત્ર વીતરાગ ભાવ રાખવો છે, તે રાખનારો ત્રિકાળી ટકનાર છે, એમ જાણી અવસ્થા બદલી શકે છે, તે ભેદનું લક્ષ કર્યું, તે વ્યવહાર નય અથવા પર્યાયાર્થિક નય છે. નય છે, તે પ્રમાણ (શ્રતજ્ઞાન) ના ભેદ છે, નિક્ષેપ છે, તે શેયના ભેદ છે. ઘાન અનુસાર નકકી થયેલ વસ્તુમાં, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવપણે ભેદ પાડીને, જાણવાનો વ્યવહાર, તેને નિક્ષેપ કહે છે. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણ નિક્ષેપ તો, દ્રવ્યાર્થિક નયનો વિષય છે, ભાવનિક્ષેપ, પર્યાયાર્થિક નયનો વિષય છે. નામ અને સ્થાપના, એ
બે નિક્ષેપ નિમિત્તને સંજ્ઞાથી તથા આકારની સ્થાપનાથી ઓળખના વ્યવહાર માટે પ્રયોજનવાન છે. દ્રવ્યનિક્ષેપ પોતામાં ધરાવે તો, તે સ્વરૂપ સન્મુખતાપણે હોવાથી, વર્તમાન ભાવ નિક્ષેપનું ઉપાદાન
કારણ છે. ઈવનિક્ષેપ તેનું વર્તમાનપ્રગટરૂપ છે. (૩૬)વકતાનો અભિપ્રાય તે નય, વસ્તુને સવગે ગ્રહણ કરે, તે જ્ઞાન
પ્રમાણજ્ઞાન. અંશ તે નય, વસ્તુના એક અંશને કહેનાર સાપેક્ષવચન,
તે નય. નયનનો દુરુપયોગ નયનથી પણ ઇટાનિક ભાવની વૃધ્ધિ થઇ રાગ-દ્વેષ વધ્યા જ
કરે છે. નિરર્થક જયાં ત્યાં જોવાની જ આતુરતા, અભ્યાસ અને જયાં ત્યાં જેમ તેમ બોલ્યા જ કરવાની કુટેવથી કેવા કેવા કર્મબંધન થઇ રહ્યાં છે અને પોતાને કેવી હાનિ થઇ રહી છે તેનો વિચાર સરખોય આવતો નથી ! એ જ મોહનું પ્રાબલ્ય છે. નેત્રોથી આ અસાર અને સ્વપ્નવત જગતને જોવાનું બંધ કરી, અંતરમાં દિવ્ય વિચાર અને જ્ઞાનચક્ષુ ખોલી, અનંત ઐશ્વર્યશાળી સુખનિધાન, અજરામર એવા પોતાના આત્મદેવનું દર્શન કર્યું છે. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્યવીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. ધન્ય છે તે ઇન્દ્રિયો અને મનનો જય કરનાર પરાક્રમશાળી
જ્ઞાની પુરુષોના પુરુષાર્થ પરાક્રમને ! નયનયસાર નવા નવા ન્યાયોનો સાર, જ્ઞાનના પવિત્ર અંશો વડે સ્વાધ્યાય વધતાં,
સ્વકાળનો, અકયાય પુરુષાર્થનો સાર વધતો જાય છે. નયના પ્રકારો નય બે પ્રકારના છે.-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય. તેમાં જે દ્રવ્ય
પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકાય છે. અને જે પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. દ્રવ્યાર્થિક નયને શુધ્ધ, નિશ્ચય, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, સ્વાવલંબી, સ્વાશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રિકાળી, ધ્રુવ, અભેદ અને સ્વલક્ષીનય કહેવામાં આવે છે.