________________
જેમ ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચણાની મુઠી દઈને ચિંતામણિ ખરીદી લે તેમ.) આત્મ દ્રવ્ય વ્યવહારનવે બંધ અને મોક્ષને વિષે દ્વતને અનુસરનારું છે, બંધક (બંધ કરનાર) અને મોચક (મુક્ત કરનાર) એવા અન્ય પરમાણુ સાથે સંયુકત થતા અને તેનાથી વિયુકત થતા એવા પરમાણુની માફક. (વ્યવહારનયે આત્મા બંધ અને મોક્ષમાં (પુલ સાથે) દ્વતને પામે છે, જેમ પરમાણુના બંધને વિષે તે પરમાણુના મોક્ષને વિષે તે પરમાણુ અન્ય
પરમાણુથી છૂટો થવા રૂપ દ્વતને પામે છે તેમ.). (૪૫) આત્મ દ્રવ્ય નિશ્ચયનયે બંધ અને મોક્ષને વિષે અદ્વૈતને અનુસરનારું છે,
એકલો બંધાતો અને મુકાતો એવો જે બંધ માક્ષોચિત્ત સ્નિગધત્વ રૂક્ષત્વગુણે પરિણત પરમાણુ તેની માફક. (નિશ્ચયનયે આત્મા એકલો જ બધ્ધ અને મુક્ત થાય છે, જેમ બંધ અને મોક્ષને ઉચિત એવા સ્નિગધત્વગુણે કે રૂક્ષત્વગુણે પરિણમતો પરમાણુ એકલો જ બધ્ધ અને મુકત થાય છે તેમ.) આત્મ દ્રવ્ય, અશુધ્ધનયે, ઘટ અને રાગપાત્રથી વિશિષ્ટ માટી માત્રની
માફક, સોપાધિસ્વભાવવાળું છે. (૪૭) આત્મ દ્રવ્ય, શુધ્ધન, કેવળ માટી માત્રની માફક, નિરુપાધિસ્વભાવવાળું
૫૧૩ રત્નપ્રભાભૂમિજ (રત્નપ્રભા નામની ભૂમિમાં (પ્રથમ નરકમાં) ઉત્પન્ન થયેલ.). શર્કરા પ્રભાભૂમિજ વાલુકા પ્રભાભૂમિજ, પંકપ્રભાભૂમિ જ, ધૂમપ્રભાભૂમિજ, તમ:પ્રભાભૂમિજ અને મહાતમ:પ્રભા ભૂમિ જ. આવા ભેદોને લીધે સાત પ્રકારના નારકી હોય છે. નરકની ભૂમિને સંજીવની કહેવામાં આવે છે; કારણ કે ત્યાં અત્યંત દુઃખ પામીને પણ (કપાતાં, છેદતાં, ખુંદાતા, ભેદાતા, હણાતાં, બાળતાં છતાં પણ) નારક જીવો અકાળે મરતાં નથી.
તેમજ આયુષ્ય ઘણું લાંબું હોય છે. નરક અને તિર્યંચ એ બે ગતિના નદવા થઈ જાય છે સચ્ચિદાનંદ શાંતમૂર્તિ
આત્માનું માન થતાં, અનંત સંસાર ટળી જાય છે. અને વર્તમાન માં ૪૧ પ્રકૃતિનો નવો બંધ, ક્ષણે ક્ષણે અટકી જાય છે. અને ભવિષ્યમાં નરક-તિર્યંચ એ બે ગતિના નદાવા થઇ જાય છે. એ બે ગતિમાં જીવ જન્મ ધારણ કરતો નથી, તેને નદાવા કહે છે. મનુષ્ય ગતિ મળે, તેમાં પણ દશાંગી સુખ મળે છે. દેવમાં જાય તો, ત્યાં પણ ઊંચો દેવ થાય છે. સમ્યગ્દર્શનની ભૂમિકામાં પુણ્ય પણ, અપૂર્વ બંધાય છે. કોઈ કહેશે કે, તેણે આવું તે શું કર્યું. અરે, તેણે તો અનંત કાળમાં જે ન કર્યું હતું, તેવું અપૂર્વ કર્યું. આત્મા માં અપૂર્વ ભાન
પ્રગટયું, ત્યાં અનંતો સંસાર ટળી ગયો. જુઓ, સમ્યગ્દર્શનનું આ ફળ છે. નરક ગતિનાં દુઃખો : જ્યારે કોઇ સમયે ખોટા પરિણામથી મરણ પામે છે તો,
નરકમાં જઇ પડે છે, ત્યાંની માટીનો એક કણ પણ અહીં આવી જાય તો, અહીંના અનેક ગાઉ સુધીના સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પણ એની દુર્ગધથી મરી જાય છે. ત્યાંની જમીનને અડવાથી જ અસહ્ય દુઃખ, થવા લાગે છે. ત્યાં વૈતરણી નદી, સેમરઝાડ, શરદી, ગરમી, અન્નપાણીના અભાવથી સ્વતઃ મહાન દુઃખ થાય છે. જ્યારે બીલોમાં ઊંધે માથે લટકે છે, ત્યારે ઘોર દુઃખોના
નરક : નરકમાં આહારનો એક કણ કે પાણીનું એક બિંદુ પણ મળતું નથી. અને
જન્મ થતાં જ એને સોળ રોગ હોય છે. ત્રીજા નરક સુધી પૂર્વના વેરી પરમાધામીઓ રૂની ગાંસડી વાળે તેમ શરીરને બાંધી ઉપરથી ધગધગતા લોઢાના સળિયાથી મારે છે. (૨) પાપકર્મના ઉદયમાં જોડાવાથી, જેમાં જન્મથી જ જીવ અસહ્ય અને અપરિમિતિ, વેદના પામવા લાગે છે, બીજા નારકીઓ મારફત સતાવું વગેરેથી, દુઃખનો અનુભવ કરે છે. તથા જ્યાં દ્વેષથી ભરેલું જીવન વીતે, છે તે સ્થાન. (૩) નરકગતિનામ અને નરકાયુના ઉદયથી નારકો હોય છે. તે સાત પ્રકારના છે.