________________
સંવર, નિર્જર, તે નિર્મળ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે, સાધકભાવ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુરૂપે શ્રીગુરુ છે, તેનું સ્વરૂપ સંવર, નિર્જરામાં આવી જાય છે. મોક્ષ : પૂર્ણ નિર્મળ અવસ્થા, તે મોક્ષ છે. અહંત અને સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ
વીતરાગ દેવ છે, તેનું સ્વરૂપ મોક્ષમાં આવી જાય છે. નવ તત્ત્વનું વ્યવહાર વષ :આ જાણે છે તે આત્મા છે, જે ન જાણે, તે અચેતન
અજીવ છે, કર્મના નિમિત્તાધીન જે શુભાશુભ ભાવ થાય છે, તે પુણયપાપના વિકારી ભાવ છે. તેથી તે આસ્રવ છે અને તેમાં જોડાવાથી બંધન થાય છે. સ્વભાવને ઓળખીને કરવાથી, સંવર-નિર્જરારૂપ અવસ્થા થાય છે,
અને સ્વભાવમાં પૂર્ણપણે કરવાથી, મોક્ષરૂપ પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય છે. નવ તત્ત્વની વ્યાખ્યા આત્માના અભેદ પરમાર્થ સ્વરૂપને સમજાવવા માટે, પ્રથમ
નિમિત્તરૂપે તીર્થની (વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે, અભૂતાર્થ (વ્યવહાર) નયથી, નવતત્વના ભેદ પાડવામાં આવે છે કે, આ જાણે છે, તે આત્મા છે, જે ન જાણે તે અચેતન-અજીવ છે, કર્મના નિમિત્તાધીન જે શુભાશુભ ભાવ થાય છે. જે પુણ્ય-પાપના વિકારી ભાવ છે, તેથી તે અસવ છે અને તેમાં જોડાવાથી બંધન થાય છે. સ્વભાવને ઓળખીને કરવાથી, મોક્ષરૂપ પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય છે. સાચાં નવ તત્ત્વની ઓળખાણમાં દેવ, ગુરુ, શાસ્ત્રની ઓળખાણ આવી જાય છે. જેનું સ્વરૂપ ટૂંકમાં કહે છે : જીવ તત્ત્વ = રાગ દ્વેષ, અજ્ઞાન રહિત અસંયોગી, શુદ્ધ આત્માને માનવો, તે નિશ્ચય શ્રદ્ધા. અભ્ય, પુષ્ય, પાપ, આસ્રવ, બંધ = એ પાંચ તત્ત્વને, આત્માના સ્વભાવમાં નાસ્તિકરૂપ માનવા, તે હેયરૂપ છે, એવી શ્રદ્ધા કરવી. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર તે આસ્રવ અને બંધના કારણભૂત હોવાથી, હેયરૂપ તત્ત્વ છે. તેની પણ હેયરૂપ શ્રદ્ધા, આ પાંચ તત્ત્વોમાં આવી જાય છે. સંવર, નિર્જરા = તે નિર્મળ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે, સાધકભાવ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુરૂપે શ્રીગુરુ છે, તેનું સ્વરૂપ, સંવર નિર્જરામાં આવી જાય છે.
૫૧૭ મોક્ષ = પૂર્ણ નિર્મળ અવસ્થા, તે મોક્ષ છે, અહંત અને સિદ્ધ પરમાત્મા,
સર્વજ્ઞ વીતરાગ દેવ છે. જેનું સ્વરૂપ મોક્ષમાં આવી જાય છે. નવ તત્ત્વનો વિચાર :પ્રથમ નવતત્વનો વિચાર અને સાચા જ્ઞાન વિના, સ્વભાવ
પ્રગટે નહિ અને નવતત્વના વિકલ્પરૂપ વિચાર માં રોકાય, તોતે શુભરાગથી પણ, આત્માનો ગુણ પ્રગટે નહિ. નવતત્ત્વના વિચાર પ્રથમ આવે ખરા. તે વિના પરમાર્થમાં સીધા જઇ શકાય નહિ. તેનાથી પણ જઇ શકે નહિ. જેમ આંગણાંમાં આવ્યા વિના ઘરમાં જઇ શકાય નહિ, અને આંગણું સાથે લઈને પણ ઘરમાઃ જઇ શકાય નહિ, પણ આંગણાંમાં આવ્યા પછી, તેનો આશ્રય છોડી એકલો ઘરમાઃ જાય, તો જ જઇ શકે. તેમ સાચા નવ તત્ત્વ બરાબર ન જાણે, અને માને કે સમજયા વિના ઉપાદાનથી, આત્માનો વિકાસ થશે, તો તે બને નહિ. ઉપાદાનનું જ્ઞાન વિકલ્પ દ્વારા થાય, તેને જેમ છે, તેમ ન જાણે, તો ભૂલ થાય. કોઇ એકલો આત્મા જ માને અને આત્મામાં અવસ્થા ન માને, વિકલ્પ પુણ્ય-પાપ ન માને , નવતત્ત્વનો વ્યવહાર પણ ન માને, તો પરમાર્થની સાચી શ્રદ્ધા ત્રણ કાળમાં થાય નહિ. વળી નવતત્ત્વને સાચા તો માને, પણ તેના શુભભાવથી ગુણ ઘડે એમ માને, તો પણ ખોટું જ છે. હુ પરપણે નથી, ક્ષણિક વિકારપણે નથી, પરમને લાભ-નુકશાન કરનાર નથી, તેમજ હું પરને કાંઇક કરી શકતો નથી. હું અનંત ગુણથી પૂર્ણ જ્ઞાયક સ્વરૂપે છું એમ યથાર્થ સ્વભાવને જાણે, તો બધાં સમાધાન થઇ જાય. સ્વતંત્રપણે ત્રિકાળ એકરૂપ ટકનાર આતમાં, અનંત છે અને પરમાણુંઓ પણ અનંત છે. અવસ્થામાં વિકાર છે. જે ક્ષણિક અવસ્થા પર, નિમિત્ત આધીન જીવમાં થાય છે, અને જીવ, તેનો અજ્ઞાનભાવે કર્તા છે. અનંત જીવ સ્વતંત્રપણે, એકેક પૂર્ણ છે. પરમાર્થે દરેક આત્માની શક્તિ પૂર્ણ સિદ્ધ પરમાત્મા સમાન, દરેક સમયે છે, એવા પોતાના સ્વભાવને ભૂલીને, પરલક્ષે વિકારી ભાવ વર્તમાન એક જ સમયની, અવસ્થા પૂરતા છે. પણ પ્રવાહરૂપે અનાદિથી પોતાની વર્તમાન ભૂલ, અને પુરુષાર્થની નબળાઇ વડે થાય છે, તે