________________
ભાનથી આસવોનું અટકી જવું, તે સંવર છે. સંવરમાં જે શુદ્ધની વૃદ્ધિ થાય અને તેથી જૂના કર્મનું ખરી જવું, તે નિર્જરા છે, શુભાશુભભાવથી બંધ થાય, તે બંધ છે અને સંપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઇ બંધનું સર્વથા છૂટી જવું, તેનું નામ મુક્તિ છે. આ નવ પદાર્થોના નવ ભેદ પાડીને પ્રતીત કરવી, તે વ્યવહાર છે. જે પુણ્યબંધનું કારણ છે. જીવ છે, અજીવ છે, પુણય છે, પાપ છે, આસવ છે, સંવર છે, નિર્જરા છે, બંધ છે ને મોક્ષ છે,-એમ નવ તત્ત્વની શ્રદ્ધા કરવી, તે વ્યવહાર શ્રદ્ધા છે કારણ કે, તે ભેટવાળા છે, રાગવાળા છે. અભેદ શ્રદ્ધામાં, વિકલ્પના ભેદ પડતા નથી. હું અખંડ આત્મા , તેમાં વિકારી પર્યાય મારો સ્વભાવ નથી. સંવર, નિર્જરા વગેરે પર્યાય પૂરતો, હું નથી, હું અખંડ જ્ઞાયક મૂર્તિ છું એવી શ્રદ્ધા, તે અભેદશ્રદ્ધા છે ને તે મુકિતની પર્યાય પ્રગટવાનું કારણ બને છે. પર્યાયના ભેદ જ્ઞાનમાં જણાય ખરા પણ દષ્ટિ અભેદ આત્મા
ઉપર હોય, તેથી તે સાચી દૃષ્ટિ છે. નવ તત્વ ઉપસ્થિત કેમ થયાં તે કહે છે: 'આ જીવાદિ નવ તન્યો ભતાર્થનયથી
જાથે સમ્યગ્દર્શન જ છે. (એ નિયમ કહ્યો, કારણ કે તીર્થની (વ્યવહાર ધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે. એવાં
આ નવ તત્ત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે-તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાથૅનયથી એકપણું પ્રાપ્ત કરી, શુધ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. તેની પ્રાપ્તિ હોય છે. (શુધ્ધનયથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો. ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બન્ને પૂછ્યું છે, તેમ જ વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બન્ને પુણ્ય છે, તેમ જ વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ બન્ને આસ્રવ છે, સંવર થવા યોગ્ય (સવાર્થ) અને સંવર કરનાર - (સંવારક)-એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બન્ને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે અને મોક્ષ
૫૧૬ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બન્ને મોક્ષ છે; કારણ કે એક ને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિધ્ધિ) બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે. (અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે. ને બીજું અજીવ છે.) બાહ્ય (સ્થૂલ) દ્રષ્ટિથી જોઇએ તો જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઇને એકપણે અનુભવ કરતાં આ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઇને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે. અસત્યાર્થ છે. (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતદ્રષ્ટિથી જોઇએ તા જ્ઞાયક ભાવ જીવે છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ,આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકાર હતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વકાળે અખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઇને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવા તત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો, શુધ્ધનયપણે અનુભવાય છે અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ) જ છે, ને આત્મખ્યાતિ તે
સમ્યગ્દર્શન જ છે. નવ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જીવતવ, રાગદ્વેષ, અજ્ઞાન રહિત, અસંયોગી શુદ્ધ
આત્માને માનવો, તે નિશ્ચળ શ્રદ્ધા. અજીવ, પુણય, પાપ, આસવ, બંધ એ પાંચ તત્ત્વને, આત્માના સ્વભાવમાં નાસિતરૂપ માનવા, તે હેયરૂપ છે એવી શ્રદ્ધા કરવી, કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર તે આમ્રવ, અને બંધના કારણભૂત હોવાથી હેયરૂપ તત્ત્વ છે. તેની પણ દહેયરૂ૫ શ્રદ્ધા, આ પાંચ તત્ત્વોમાં આવી જાય છે.