________________
(૧૦)
(૧૨)
(૧૪)
જેમાં બીજા પ્રાણીઓનો વધ થાય, એવાં જૂઠાં વચન બોલવાનો | સ્વભાવ રાખવો, બીજાઓનું ધન હરણ કરવાનો, સ્વભાવ રાખવો, બીજાની સ્ત્રીઓને આલિંગન કરવાનો, સ્વભાવ રાખવો,
મૈથુનસેવનથી, વિરકિત ન થવી, (૧૩) અત્યંત આરંભમાં, ઇન્દ્રિયોને લગાવી રાખવી,
કામભોગોની અભિલાષાને, સદૈવ વધાર્યા કરવી, (૧૫) શીલ-સદાચાર રહિત, સ્વભાવ રાખવો,
અભક્ષ્ય ભક્ષણને ગ્રહણ કરવાનો કે, કરાવવાનો ભાવ રાખવો, (૧૭) ઘણા કાળ સુધી, વૈર બાંધી રાખવું, (૧૮) મહાક્રૂર, સ્વભાવ રાખવો, (૧૯)
વિચાર્યા વિના રોવા-કૂટવાનો, સ્વભાવ રાખવો, (૨૦) દેવ-ગુરુ-શાસ્ત્રોમાં મિથ્યા દોષ લગાડવા, (૨૧) કૃષ્ણલેશ્યાના, પરિણામ રાખવા, (૨૨) રૌદ્રધ્યાનમાં, મરણ કરવું.
આ વગેરે લક્ષણવાળા પરિણામ, નરકાયુનું કારણ થાય છે. નરકોળ:નવેડોળ્ય, નવેરું, ગાળી નરત :અનાસક્ત નરાધિપતિ :રાજા. નરેન્દ્રો (મધ્યલોકવાસી) મનુષ્યોના અધિપતિઓ; રાજાઓ. નવ અદિકા દિગંબર જૈન શાસ્ત્રોમાં, ઊર્ધ્વલોકમાં, નવગ્રેવેયિકની ઉપર નવ
વિમાન, બીજાં માનેલાં છે. તેમાં સમ્યગ્દષ્ટિ જ જન્મ ધારણ કરે છે. તથા
ત્યાંથી આવીને જીવ ઉત્કૃષ્ટ, બે ભવ ધારણ કરીને મોક્ષે જાય છે. નવ કેવલલબ્ધિ :ચાર ધનધાતી કર્મના ક્ષય થવાથી કેવળી ભગવાનને ૯ વિશેષ
ગુણો પ્રગટે છે, જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિક, સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય.
૫૧૫ નવ તત્ત્વ : જીવ; અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ.
આ નવ તત્ત્વ છે. (૨) નવતત્ત્વના વિચાર તો પૂર્વે અનંતવાર કર્યા છે. તો પણ લાભ ન થયો. પૂર્વે જે નવતત્વના વિચાર કર્યો, તેના કરતાં આ કાંઇક જુદી રીતની વાત છે. પૂર્વે નવતત્ત્વના વિચાર કર્યો, તે અભેદરૂપના લક્ષ વગર કર્યા છે. ને અહીં તો, અભેદસ્વરૂપના લક્ષ સહિતની વાત છે. પૂર્વે એકલા મનના પૂલ વિષયથી, નવતત્ત્વના વિચાર રૂ૫ આંગણા સુધી તો, આત્મા અનંતવાર આવ્યો છે. પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી, ધ્રુવ ચૈતન્યતત્ત્વમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે, તે ન સમજ્યો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું. (૩) સાચા નવ તત્ત્વની ઓળખાણમાં, દેવ, ગુરુ, શાસ્ત્રની ઓળખાણ આવી જાય છે. તેનું સ્વરૂપ ટૂંકમાં કહે છે. (૯) જીવ તત્ત્વ રાગદેષ, અજ્ઞાન રહિત અસંયોગી શુદ્ધ આત્માને માનવો, તે નિશ્ચય શ્રધ્ધા. (૨-૩-૪-૫-૬) અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ એ પાંચ તત્ત્વને આત્માના સ્વભાવમાં નાસ્તિરૂપ માનવા તે હેયરૂપ છે, એવી શ્રધ્ધા કરવી. કુદેવ, કુગુરુ, અને કુશાસ્ત્ર, તે આસત અને બંધના કારણભૂત હોવાથી હેયરૂપ તત્ત્વ છે તેની પણ હેયરૂપ શ્રદ્ધા આ પાંચ તત્વોમાં આવી જાય છે. (૭-૮) સંવર, નિર્જરા તે નિર્મળ દર્શન, જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે, સાધકભાવ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુરૂપે શ્રીગુરુ છે, તેનું સ્વરૂપ સંવર નિર્જરામાં આવી જાય છે. (૯) મોક્ષ = પૂર્ણ નિર્મળ અવસ્થા, તે મોક્ષ છે. અહંત અને
સિદ્ધ પરમાત્મા, સર્વજ્ઞ વીતરાગ દેવ છે. જેનું સ્વરૂપ મોક્ષમાં આવી જાય છે. નવ તત્વ:જીવાદિ નવ પદાર્થો દર્શન છે, કારણ કે, તે નવ પદાર્થો દર્શનનો આશ્રય
છે-આ પ્રમાણે વ્યવહાર છે. જીવાદિ નવ પદાર્થો છે તેમાં એક આખો જીવ છે ને એક આખો અજીવ છે. જે બે તત્ત્વના પરસ્પર નિમિત્તે પ્રશ્ય-પાપ વગેરે, નવ તત્વ થાય છે. એ રીતે નવ તત્ત્વ છે. કર્મના નિમિત્તે જીવ પોતે, પુરુષાર્થની મંદતાએ વિકારી ભાવ કરે છે, ત્યારે થાય છે. એ રીતે જીવ અને અજીવ બન્નેના નિમિત્તથી નવ તત્ત્વ છે. શુભભાવથી પુણ્ય બંધાય છે, ને અશુભભાવથી પાપ બંધાય છે. શુભાશુભ ભાવથી નવા કર્મનું આવવું થાય, તે આસવ છે. આત્માના