________________
અનુભવ કરે છે. પછી બીજા નારકી જીવ, તેને દેખતાં જ કૂતરાંની માફક, મારપીટ કરવા લાગી જાય છે. ત્રીજી નરક સુધી અમ્બ અને અમ્બરીષ વગેરે, નામના સંકિલટ પરિણામી અસુરકુમાર દેવ જઇને, અવધિજ્ઞાન દ્વારા પૂર્વના વિરોધનું સ્મરણ કરાવી અંદરો અંદર લડાવી મારે છે, ત્યારે નારકીઓ દ્વારા
ઘાણીમાં પીલાવું, અગ્નિમાં બળવું, કરવતથી ચીરાવું નરક ગતિમાં જવાનું કારણ જે જીવોની હિંસા કરે છે, જૂઠ બોલે છે, પરધન હરણ
કરે છે, પરનારીને વાંચ્છે છે, ઘણા આરંભ કરે છે, પરિગ્રહમાં આસકત છે, ઘણો ક્રોધી, તીવ્ર માની, અતિ કપટી, અતિ કઠોરભાષી, પાપી, ચુગલીખોર, અતિકૃપણ, દેવ-ગુરુ શાસ્ત્રવિંદક, અધમ,દુર્બુદ્ધિ, કૃતની અને ઘણોજ શોક-દુઃખ કરવાની જ જેનીસ પ્રકૃતિ છે, એવો જીવ મરીને નરકમાં જાય છે,
અને ત્યાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. નરકગતિ માંસ, દારૂ, વગેરેના ભક્ષણનો ભાવ, આકરું, જુઠું, ચોરી, કુશીલ તથા
લોભ વગેરેના, તીવ્ર અશુભભાવને કારણે જીવ નરકગતિ પામે છે. (૨). નરકગતિ નામકર્મના ઉદયથી નરકમાં જન્મ લેવો. (૩) જે પંચેન્દ્રિય વધ, શિકાર, ગર્ભપાત વગેરે, મહા આકરાં પાપ કરે, તેનું ફળ નરકગતિ છે. (૪) જેણે તીવ્ર ક્રોધ, માન, માયા, લોભમાં ચૈતન્ય-વીર્યને, ખૂબ જોડયું છે, પરને દબાણ અને અનીતિ, ભૂંડા આચાર સેવ્યા છે, તે ભયંકર નરકગતિના નપુંસક થયા, નપુંસક વેદવાળા જીવને સ્ત્રી-પુરુષ બેઉના કામ-ભોગની, અનંતી તીવ્ર આકુળતા હોય છે. (૫) નરકગતિની પૃથિવીઓનાં નામઃ રત્નપ્રભા, શર્કરપ્રભા, તાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમ પ્રભા છે. તેના રૂઢિગત નામઃ (૯) ધમ્મા (૯) વંશા, (*) મેધા, (૯) અંજના, (૯) અરિષ્ઠા, (૯) મધવી અને (૧) માધવી છે. (૬) જે ગતિમાં જીવોને અતિશય ત્રાસ છે. તેથી સાત નરક છે. (૯) રત્નપ્રભા (૯) શર્કરપ્રભા (૯) વાસુકાપ્રભા (૯) પંકપ્રભા (૯) ધૂમપ્રભા (૯) તમ પ્રભા તથા (૯) મહાતમ પ્રભા (તમતમ
પ્રભા). નગતિની પર્યાય નરક ગતિના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને જ
ઘન્ય દશ હજાર વર્ષની છે.
૫૧૪ નરકાયના આસવનું કારણ બહુ-ઘણો આરંભ-પરિગ્રહ હોવો, તે નારકીના
આયુના આસવનું કારણ છે. (૧) બહ આરંભ-પરિગ્રહ રાખવાનો જે ભાવ છે, તે નરકાયુના આસવનો હેતુ
છે, બહ શબ્દ, સંખ્યાવાચક છે. તેમજ પરિણામવાચક છે. એ બન્ને અર્થો, અહીં લાગુ પડે છે. અધિક સંખ્યામાં આરંભ-પરિગ્રહ રાખવાથી, નારકાયુનો આસ્રવ થાય છે. આરંભ-પરિગ્રહ રાખવાના બહુ પરિણામથી, નારકાયુનો આસવ થાય છે, બહુ આરંભ-પરિગ્રહનો ભાવ, તે ઉપાદાન કારણ છે. અને બાહ્ય બહુ આરંભ-પરિગ્રહ, તે નિમિત્ત કારણ છે. આરંભ = હિંસાદિ પ્રવૃત્તિનું નામ, આરંભ છે. જેટલો પણ આરંભ કરવામાં આવે, તેમાં સ્થાવરાદિ જીવોનો નિયમથી વધુ થાય છે. આરંભની સાથે, બહુ શબ્દનો સમાસ કરીને ઘણો આરંભ, અથવા બહુ તીવ્ર પરિણામથી જે આરંભ કરવામાં આવે, તે બહ આરંભ, એવો અર્થ થાય છે. પરિગ્રહ = આ વસ્તુ મારી છે, હું તેનો સ્વામી છું. એવું પરમાં પોતાપણાનું અભિમાન, અથવા પર વસ્તુમાં આ મારી છે, એવો જે સંકલ્પ, તે પરિગ્રહ છે. કેવળ બાહ્ય ધન-ધાન્યાદિ પદાર્થોને જ, પરિગ્રહ નામ લાગુ પડે છે, એમ નથી. બાહ્યમાં કાંઇપણ પદાર્થ ન હોવા છતાં, જો ભાવમાં મમત્વ હોય, તો ત્યાં પણ પરિગ્રહ કહી શકાય છે. સૂત્રમાં નારકાયુના આસવનાં કારણનું, જે વર્ણન કર્યું છે, તે સંક્ષેપથી છે. ભાવોનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે :
મિથ્યાદર્શન સહિત, હીનાચારમાં તત્પર રહેવું, અત્યંત માન કરવું, શીલાભેદ સમાન, અત્યંત તીવ્ર ક્રોધ કરવો, અત્યંત તીવ્ર લોભનો, અનુરાગ રહેવો, દયારહિત, પરિણામોનું હોવું, બીજાઓને દુઃખ દેવાનું, ચિત્ત રાખવું, જીવોને મારવાનો તથા બાંધવાનો, ભાવ રાખવો, જીવોને નિરંતર ઘાત કરવાના, પરિણામ રાખવા,
(૮)