________________
(ની નય)(હિન્દી મે) ઘાનને દોરી જવું, તેનું નામ જાય છે. (૫) ન્યાય | શબ્દમાં ‘ની’ ધાતુ છે. ની લઇ જવું, દોરી જવું, જેવો વાસ્તવિક સ્વભાવ
છે, તે તરફ જ્ઞાનને દોરી જવું. ન્યાય વિરુદ્ધ :ગેરવાજબી ન્યાયપૂર્વક જે અપેક્ષાથી કહ છું તે, અપેક્ષાથી સમજવું. ન્યાયસંગત :ન્યાયને બંધ બેસતી વાત. ન્યાયીશાન સાચું જ્ઞાન. ન્યારું જુદું; નોખું; નિરાળું ન્યારા નિર્લેપ (૨) જુદો; નિરાળો; નોખો; અનેરો; વિચિત્ર ન્યાસ : જમાવ; વર્ગણાના સમૂહરૂપ (૨) પદાર્થના ભેદ; નિક્ષેપ (૩) પદાર્થના
ભેદને ન્યાસ અથવા નિક્ષેપ કહે છે. (૪) પદાર્થના ભેદને ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે. (૫) પદાર્થના ભેદને, ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે. (૬) પદાર્થના ભેદને, ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં
આવે છે. (૭) પદાર્થનો ભેદ, નિક્ષેપ, ભેદ, પડખાં ન્યાસ અપહાર કોઇ માણસ કાંઈ વસ્તુ મૂકી ગયો અને તે પાછી માંગવી વખતે
તેણે ઓછી માંગી ત્યારે એ પ્રમાણે ઓછું પાછું કહીને તમારું જેટલું હોય તેટલું લઇ જાવ એ કહેવું તથા આપવું તે વાસ અપહાર છે. (૨) પોતાની પાસે કોઇ થાપણ મૂકી ગયું હોય અને તે ભૂલી ગયો, તથા ઓછી વસ્તુ માગવા લાગ્યો ત્યારે, તેને એમ કહેવું કે જેટલી હોય તેટલી લઇ જાવ, એને
વાસ અપહાર કહે છે. ન્યાસાપહાર કોઇ પુરુષે કોઇની પાસે કંઇક દ્રવ્ય જમાં કરાવ્યું. એ દ્રવ્ય પાછું લેતી
વખતે, તે મૂળ સંખ્યા ભૂલી ગયો અને જેટલું દ્રવ્ય મૂકયું હતું, તેનાથી ઓછું તેણે માગ્યું. તો જેની પાસે તેણે જમા કરાવ્યા હતા, તેણે તેને માગ્યા તેટલું દ્રવ્ય આપી દે છે. જેટલું દ્રવ્ય મૂછ્યું હતું, તે લેનાર જાણતો હોવા છતાં, તેને તે કહેતો નથી કે, તે મારે ત્યાં વધુ દ્રવ્ય મૂક્યું હતું તું ઓછું કેમ માગે છે? આ વાસાપહાર નામનો અતિચાર છે.
૫૨૦ ન્યાસાપહાર અતિચાર કોઇ રૂપિયા- મહોર- ઘરેણાંદિ, પોતાને સોંપી ગયો હોય
અને પાછળથી તેની ગણતરી ભૂલી, અલ્પ પ્રમાણમાં માગવા લાગ્યો તેને હા, ઠીક છે, તમારું આ છે તે લઇ જાઓ, એમ કહેવું તે ન્યાસાપહાર
અતિચાર છે. નાકે રૂપ નિહાળતા એ ચરણનો અર્થ વીતરાગમુદ્રાસૂચક છે. રૂપાવલોકન દ્રષ્ટિથી
સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકન દ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે.
દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદ્રષ્ટિ પરિણમે છે. નાચો કુલાઓ; પરિણમો નાધિનંદન :નાભિરાજાના પુત્ર, ઋષભનાથ. નાણ :જ્ઞાન નાનાત્વ:અનેક હોવાપણું, વિવિધતા, વૈવિધ્ય, ભેદભાવ, જુદાજુદાપણું, ભિન્નતા. નાથ :મળેલાની રક્ષા કરે અને નહિ મળેલાને મેળવી આપે, તેને નાથ કહેવાય છે.
પ્રગટ શાંતિ અને વીતરાગની રક્ષા કરતાં, ક્રમશઃ પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન મેળવી આપે, એવો ભગવાન આત્મા નાથ છે. (૨) સંસારી અનાથ જીવોના નાથ. (૩) બધા જીવોની રક્ષા કરે, તે નાથ (૪) બધા
જીવોની રક્ષા કરે, તેથી નાથ નામ :આકાશ નામ ર્મ નામ કર્મથી, અમૂર્તરૂપ દિવ્યશકિત રોકાઇ રહી છે. (૨) જે જીવને
ગતિઆદિ જુદા જુદા રૂપે પરિણમાવે અથવા શરીરાદિક બનાવે. નામ કર્મ આત્માના સૂક્ષ્મત્વ ગુણનો ઘાત કરે છે. નામ કર્મ ત્રાણું (૯૩) ભેદ છે. ચાર ગતિ (નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ) પાંચ જાતિ (એકેન્દ્રિય, બેઇન્યિ,ત્રછન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જાતિ) પાચ શરીર ઔદાકિ, વૈક્રિયિક આહારક, તૈજસ અને કાર્માણ શરીર) ત્રણ આંગોપાંત્ર (ઓદારિક, વૈક્રિયિક અને આહારક) એક નિર્માણ કર્મ, પાંચ બંધન કર્મ, (ઔદારિક બંધન , વૈક્રિયિક બંધન, આહારક બંધન , તેજસ બંધન, કાર્માણબંધન) પાંચ સંધાત (ઔદારિકઃ વૈક્રિયિક, આહારક, તેજસ, કાર્માણ), છ સંસ્થાન, વામન સંસ્થાન, હંડક સંસ્થાન) છ સંહનન (નારાચ સંહનન, અર્ધનારાચ