________________
૫૧૮
હોય, તેમાં વિકાર થાય નહિ, પર તરફ વલણ કરતાં, જીવને પુણય-પાપની શુભાશુભ વિકારી લાગણી, થાય છે. જીવ જ્યારે રાગાદિ કરે ત્યારે, જડ કર્મની ઝીણી ધૂળ જે ક્ષણિક સંયોગ સંબંધ છે, તે નિમિત્ત થાય છે. પુણય = દયા, દાન, ભકિત, પૂજા, વ્રત વગેરેના ભાવ જીવને થાય, એ અરૂપી વિકારી ભાવ છે-તે ભાવ પુણય છે, અને તેના નિમિત્તે, જડ પરમાણુઓનો જથ્થો સ્વયં (પોતાના કારણે, પોતાથી) એકક્ષેત્રાવગાહ સંબંધે, જીવની સાથે બંધાય છે, તે દ્રવ્યના પુણ્ય
(૩)
ક્ષણિક વિકારને ટાળનાર, અવિકારી નિત્ય છું, એમ અખંડ સ્વભાવના જોર વડે, ભૂલ અને મલિન અવસ્થાનો નાશ કરીને, સ્વાશ્રયના જોરે, સ્થિરતા વધીને ક્રમે ક્રમે નિર્મળતા થતાં, છેવટે પૂર્ણ નિર્મળ અવસ્થા પ્રગટ થઇ શકે
છે. આમાં ઘણાં ન્યાય આવી ગયા, નવતત્ત્વનો સાર આવી ગયો. નવ તત્વો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ
એ નવ તત્ત્વો છે. તેમાં જીવ અને અજીવ બે પદાર્થ છે. જીવ છે, શરીર, કમેં આદિ અજીવ છે, કર્મના નિમિત્તના સંબંધમાં પુણ્ય-પાપ અને આસવ અને બંધ થાય છે. તથા સંવર, નિર્જરા અને મોક્ષ નિમિત્તના (કર્મના) અભાવમાં થાય છે. પણ આ નવ તત્ત્વોમાં નિમિત્તની અપેક્ષા આવે છે. તે અપેક્ષા છોડી દઇને એકલો જ્ઞાયક, જ્ઞાયકભાવ જે પૂર્ણજ્ઞાનધન છે એની દ્રષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો એનું નામ સ ર્ણન છે. આ સિવાય દેવ-ગુરુ-શાસ્ત્રને માનવા કે નવતત્વને ભેદથી માનવા તે કંઇ સગ્ગદર્શન નથી. આ સમ્યક્ અનેકાન્ત છે. (૨) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ (૩) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. જીવનું એકરૂપ યથાર્થપણું નકકી કરવા માટે, ભેદરૂપ વ્યવહારનયની મુખ્યતામાં શુભ વિકલ્પોથી નવ તત્ત્વોને જાણવા, તેને વ્યવહાર સખ્યત્વે કહ્યું છે. તે નવતત્ત્વોનું સ્વરૂપ આ પ્રમાણે છે:
જીવ = આત્મા, તે સદાય જાણનારો, પરથી જુદોને ત્રિકાળ ટકનારો છે. જયારે પરનિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે ત્યારે, શુભભાવ (પુણ્ય) થાય છે. અશુભ અવલંબનમાં જોડાય છે ત્યારે, અશુભભાવ પાપ) થાય છે, જ્યારે સ્વાવલંબી થાય છે ત્યારે, શુદ્ધભાવ થાય છે. અજીવ :- જેમાં ચેતના-જાણપણું નથી, તેવાં પાંચ દ્રવ્યો છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે ચાર અરૂપી છે, અને પુદ્ગલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ વર્ણ સહિત છે. અજીવ વસ્તુઓ આત્માથી જુદા છે, તેમજ અનંત આત્માઓ પણ એક બીજાથી સ્વતંત્ર-જુદા છે. પર સંયોગ રહિત એકલું તત્ત્વ
પાપ = હિંસા, અસત્ય, ચોરી, અવ્રત, પરિગ્રહ વગેરેના અશુભભાવ, તે ભાવપાપ છે અને તેના નિમિત્તે જડની શકિતથી, પરમાણુઓનો જથ્થો સ્વયં જીવદ્રવ્ય સાથે બંધાય, તે દ્રવ્ય પાપ છે. પરમાર્થે પુય-પાપ મારું સ્વરૂપ નથી. આત્મામાં ક્ષણિક અવસ્થામાં પર સંબંધે વિકાર થાય છે, તે મારાં નથી. આસ્રવ = વિકારી શુભાશુભભાવપણે અરૂપી અવસ્થા જીવમાં થાય, તે ભાવ આસવ અને નવાં કર્મ રજકણોનું આવવું (આત્મા સાથે એક ક્ષેત્રે રહેવું), તે દ્રવ્ય આસવ છે. સંવર = પુય-પાપના વિકારી ભાવ (આસવ), તે આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા, તે ભાવસંવરે છે અને તે અનુસાર નવાં કર્મ બંધાતાં અટકે, તે દ્રવ્ય સંવર છે. નિર્જરા = અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના અવલંબનના બળથી,
સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ વડે, અશુદ્ધ (શુભાશુભ) અવસ્થાનો અંશે નાશ કરવો, તે ભાવ નિર્જરા અને તે સમયે ખરવા યોગ્ય જડ કર્મોનું અંશે ખરી જવું, તે દ્રવ્ય નિર્જરા છે. બંધ :- આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણય-પાપના ભાવમાં અટકી જવું, તે ભાવબંધ છે અને તે સમયે કર્મ યોગ્ય પુગલનું
(૮).