________________
જ્ઞાન નહિ. વ્યવહારનય તો અંશને જાણે છે. અંશ કોનો ? કે ત્રિકાળી પદાર્થનો, તો તે ત્રિકાળી પદાર્થના જ્ઞાન વિના, અંશનું જ્ઞાન યથાર્થ થાય નહિ, શ્રુતજ્ઞાન પણ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તરફ વળે તો જ, તેમાં નય હોય છે. ત્રિકાળીના જ્ઞાન વગર એકલી પર્યાયને કે ભેદને
જાણવા જાય તો, પર્યાયબુદ્ધિનું એકાંત થઇ જાય છે, મિથ્યાત્વ થઇ જાય છે, તેમાં નય હોતા નથી. આત્મા નિત્ય છે, શુદ્ધ છે-એવું જાણનાર નયો, ત્રિકાળી પદાર્થના જ્ઞાન વિના હોય નહિ, અને શુદ્ધતા, નિત્યતા વગેરેને જાણ્યા વગર, એકલી અશુદ્ધતાને કે અનિત્યતાને જાણવા જાય, તે એકાંત મિથ્યાત્વ થઇ જાય છે, એટલે ત્યાં, વ્યવહારનય પણ હોતો નથી.
(૩૪)વસ્તુના અનેક ધર્મોમાંથી, કોઇ એકની મુખ્યતા કરી, અન્ય ધર્મોનો વિરોધ કર્યા વગર, તેમને ગૌણ કરી સાધ્યને જાણવો, તે નય છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત એ સાત નયો છે. દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે, તેથી તે અનેકાન્તસ્વરૂપ છે. (‘અંત’ નો અર્થ, ધર્મ થાય છે.) અનેકાંતસ્વરૂપ સમજાવવાની પદ્ધતિને, સ્પાન્હાદ કહેવામાં આવે છે. સ્યાદ્વાદ દ્યોતક છે, અનેકાન્ત ઘોતક છે, સ્યાદ્ની અર્થ ‘કથંચિત’ થાય છે, એટલે કે કોઇ યથાર્થ પ્રકારની વિવક્ષાનું કથન, તે સ્યાદ્વાદ અનેકાંતનો/પકાશ કરવા માટે, ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. હેતુ અને વિષયના સામર્થ્યની અપેક્ષાએ, પ્રમાણથી નિરૂપણ કરવમાં આવેલા અર્થનો એકદેશને કહેવો તે નય છે. જેને ‘સમ્યક્ એકાન્ત' પણ કહેવામાં આવે છે. શ્રુતપ્રમાણ, સ્વાર્થ અને પરાર્થ બે પ્રકારે છે, તેમાં પરાર્થ શ્રુતપ્રમાણનો અંશ, તે નય છે, શાસ્ત્રના ભાવો સમજવા માટે, નયોનું સ્વરૂપ સમજવાની જરૂર છે, સાત નયોનું સ્વરૂપ, નીચે મુજબ છે.
(•) નૈગમનય = જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે, અથવા ભવિષ્યના પર્યાયમાં, વર્તમાનવત્ સંકલ્પ કરે, તથા
૫૦૫
વર્તમાન પર્યાયમાં, કંઇક નિષ્પન્ન (પ્રગટરૂપ) છે કંઇક નિષ્પન્ન નથી, તેનો નિષ્પન્નરૂપ સંકલ્પ કરે, તે જ્ઞાનને તથા વચનને નૈગમનય કહે છે.
(*) સંગ્રહનય = જે સમસ્ત વસ્તુઓને તથા સમસ્ત પર્યાયને, સંગ્રહ રૂપ કરી જાણે તથા કહે, તે સંગ્રહનય છે. જેમ સત્, દ્રવ્ય ઇશ્વયાદિ.
(*) વ્યવહારનય = અનેક પ્રકારના ભેદ કરી વ્યવહાર કરે-ભેદ, તે વ્યવહારનય છે. સંગ્રહનય દ્વારા ગ્રહણ કરેલ પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે, તેને વ્યવહાર કહે છે, જેમ સત્ બે પ્રકારે છે -દ્રવ્ય અને ગુણ. દ્રવ્યના છ ભેદ છે,- જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. ગુણના બે ભેદ છે-સામાન્ય અને વિશેષ. આ રીતે, જ્યાં સુધી ભેદ થઇ શકે છે ત્યાં સુધી, આ નય પ્રવર્તે છે.
(*) ૠજુસૂત્ર નય = (ૠજુ એટલે વર્તમાન, હાજર, સરળ), જે જ્ઞાનનો અંઈ વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે, તે ઋજુસૂત્રનય છે.
(*) શબ્દનય = જે નય લિંગ, સંખ્યા, કારક આદિના વ્યભિચારને દૂર કરે છે, તે શબ્દનય છે. આ નય લિંગાદિકના ભેદથી પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે છે. જેમ દાર (પુ.), ભાર્યા (સી.), કલત્ર (ન.) એ દાર ભાર્યા અને કલત્ર ત્રણે શબ્દો ભિન્ન લિંગવાળા હોવાથી, જોકે એક જ પદાર્થના વાચક છે, તો પણ આ નય, સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ જાણે છે.
(*) સમિભરૂઢ નય = (૧) જે જુદા જુદા અર્થોને ઉલ્લંધી, એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે, તે. જેમ કે, ગાય. (૨) પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે, તે. જેમ ઇન્દ્ર, પુરંદર, શક એ ત્રણે શબ્દો ઇન્દ્રનાં નામ છે, પણ આ નય, ત્રણેનો જુદો જુદો અર્થ
કરે છે.