________________
નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત (૧૫) શ્રુત જ્ઞાન પ્રમાણનો જે અંશ, તેને નય કહીએ. (૧૬) નિશ્ચય અને વ્યવહાર. (૧૭) સમ્યક એકાન્તને, નય કહેવામાં આવે છે. તે સૂકું કથન છે, ખરી રીતે સમ્યક્ એકાન્તનું જ્ઞાન, તે નય છે. (૧૮) વસ્તુના એકદેશ (ભાગ)ને જાણવાવાળા જ્ઞાનને, નય કહે છે. (૧૯) સામાન્ય અને વિશેષ અંશને સાપેક્ષપણે બતાવે, તેને નય કહે છે. (૨૦) વસ્તુના એક અંશને મુખ્ય કરીને જાણે, તે નય છે. અને તે ઉપયોગયાત્મક છે,-સમ્યક્ શ્રુતજ્ઞાન પ્રમાણનો અંઈ, તે નય છે. (૨૧) દ્રવ્યનય અને ભાવનયના ભેદથી, બે પ્રકારે નય છે. પૌગલિક શબ્દ, દ્રવ્યનય કહેવાય છે, તથા જીવનો ચેતના ગુણ મ્ભાવનય કહેવાય છે. પદાર્થના એક અંશનું, પ્રતિપાદક વાકય, દ્રવ્યન કહેવાય છે અને પદાર્થના એક અંશને, વિષય કરનાર જ્ઞાન, ભાવનય કહેવાય છે. (૨૨) નય બે હોય છે : નિશ્ચય અને વ્યવહાર, દ્રવ્ય અને પર્યાય. વાણીમાં કથન, બેનયો દ્વારા હોય છે. કથનનો નિશ્ચય અને વ્યવહારનું, દ્રવ્ય અને પર્યાયનું, બેયનું હોયને ? (૨૩) વસ્તુના કોઇ એક ગુણનું, ગ્રાહક જ્ઞાન. (૨૪) યર્થાથ પણે જાણેલા પદાર્થમાંથી, એક પડખાને મુખ્ય અને બીજા પડખાને ગૌણ કરીને, જાણનારું જ્ઞાન. (૨૫) એક વસ્તુને એક પડખેથી લક્ષમાં લઇ, બીજા પડખાને ગાંણ કરવું, તે નય છે. (૨૬) નયના બે પ્રકાર છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય પર્યાયસ્વરૂપ વસ્તુમાં, દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, તે દ્રવ્યાર્થિકનય છે, અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે, તે પર્યાયાર્થિક નય છે. (૨૭) શ્રુતજ્ઞાનનું પડખું (૨૮) વકતાનો અભિપ્રાય, તે નય. વસ્તુને સર્વાગે ગ્રહણ કરે, તે જ્ઞાન પ્રમાણજ્ઞાન. પ્રમાણજ્ઞાનના અંશ, તે નય. વસ્તુના એક અંશને કહેનાર સાપેક્ષવચન, તે નય. (૨૯) અભિપ્રાય (૩૦) દષ્ટિ. (૩૧) નય તો જ્ઞાતા એટલે કે જાણનાર છે, અને નિક્ષેપ શેય, અર્થાત્ જ્ઞાનમાં જાણવા યોગ્ય છે. (૩૨) યથાર્થપણે જાણેલા પદાર્થમાંથી, એક પડખાને મુખ્ય અને બીજા પડખાને ગૌણ કરીને, જાણનારું જ્ઞાન, તેને નય કહે છે. (૩૩) પૂરા પદાર્થના જ્ઞાનપૂર્વક તેમાં ભાગ પાડીને જાણે તેને નય કહેવાય.
૫૦૪ (૯) જ્ઞાનમાં અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન તો, પ્રત્યક્ષ છે. જે મતિ તથા
શ્રુતજ્ઞાન પરોક્ષ છે. હવે નય તે પરોક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાનનો અંશ તો પ્રત્યક્ષ જ હોય એટલે, તેમાં નય ન હોય. કેવળજ્ઞાન પૂર્ણ સ્પષ્ટ પ્રત્યક્ષ છે, તેમ જ અવધિ અને મનઃ૫ર્યયજ્ઞાન પણ પોતપોતાના
વિષયમાં પ્રત્યક્ષ છે, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાનોમાં, પરોક્ષ નય હોતા નથી. (*) મતિ જ્ઞાન જો કે કપરો છે, પણ તેનો વિષય અલ્પ છે, તે માત્ર સાંપ્રતિક
એટલે, વર્તમાન પદાર્થને જ વિષય કરે છે. સર્વક્ષેત્ર અને સર્વકાળવર્તી પદાર્થોને, તે ગ્રહણ કરતું નથી. તેથી તેમાંય નય પડતા નથી કેમ કે,
પૂરા પદાર્થના જ્ઞાનપૂર્વક તેમાં ભાગ પાડીને જાણે, તેને નય કહેવાય. (૯) શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્તક્ષેત્ર-કાળવર્તી પદાર્થને, પરોક્ષપણે
ગ્રહણ કરે છે, તેથી તેમાં નય પડે છે. શ્રુતજ્ઞાનમાં પણ, જેટલું સ્વસંવેદન પ્રત્યક્ષ થઇ ગયું છે. એટલું તો પ્રમાણ જ છે. ને જેટલું પરોક્ષપણું રહ્યું છે, તેમાં નય પડે છે. શ્રુતજ્ઞાન સર્વથા પરોક્ષ જ નથી. સ્વસંવેદમાં તે અંશે, પ્રત્યક્ષ છે, એવા સ્વસંવેદન પૂર્વક જ, સાચો નય હોય છે. શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાનની જેમ સકલ પદાર્થોને ભલે ન જાણે, પણ પોતાના વિષયને, યોગ્ય પદાર્થને સકળ કાળ ક્ષેત્ર સહિત, પૂરો
ગ્રહણ કરે છે, જે તેમાં એકદેશરૂપ નય હોય છે. પશ્ન : શ્રુતજ્ઞાન ત્રિકાળી પદાર્થને પરોક્ષ જાણે છે, તેથી તેમાં જ નય હોય
છે-આમ કહ્યું છે, તેમાં શું કોઇ રહસ્ય છે ? ઉત્તર : હા, રહસ્ય છે. જેમાંથી એવો ન્યાય નીકળે છે કે, દ્રવ્યાર્થિકનય મુખ્ય
છે, ને પર્યાયાર્થિક નય ગૌણ છે. ત્રિકાળી પદાર્થનું જ્ઞાન હોયતો જ, તેના અંશના જ્ઞાનને પર્યાયાર્થિકનય કહેવાયો, જ્યારે દ્રવ્યાર્થિકનયથી, ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે, તેના પર્યાયરૂપ અંશને જાણનાર જ્ઞાનને, પર્યાયાર્થિક નય કહેવાયો. ત્રિકાળી દ્રવ્યથી સન્મુખ થઇને, તેને જાયું ત્યારે જ, તેના અંશના જ્ઞાનને, વ્યવહારનય કહેવાયો. ત્રિકાળીના જ્ઞાન વગર, અંશના જ્ઞાનરૂપ વ્યવહારનય હોય નહિ, એટલે એ વાત નકકી થઇ કે, નિશ્ચય વિના વ્યવહાર નહિ, દ્રવ્યના જ્ઞાન વિના, પર્યાયનું