________________
૮. મન શુદ્ધિ અર્થાત્ મન શુદ્ધ કરવું. જેમ કે, દાન દેવામાં પરિણામ સેવા
તથા ભકિત રૂ૫ રાખવા, ખોટા પરિણામ ન કરવા. ૯. એષણા શુદ્ધિ અર્થાત્ આહારની શુદ્ધિ રાખવી, આહારની બધી વસ્તુઓ
નિર્દોષ રાખવી. આ રીતે નવ પ્રકારની વ્યકિત પૂર્વક જ આહાર દાન આપવું જોઇએ. આ નવધાભકિત મુનિ મહારાજને માટે જ છે, અન્યને માટે
યોગ્યતા પ્રમાણે ઓછી વસ્તી છે, નવધાભક્તિ :પ્રતિગ્રહ, ઉચ્ચસ્થાન, પાદ પ્રક્ષાલન, પૂજા કરવી, પ્રમાણ કરવું,
મનની શુદ્ધતા, વચનની શુદ્ધતા, કાયાની શુદ્ધતા આહારની શુદ્ધતા, એ નવધાભકિત છે. (૨) (*) પ્રતિગ્રહ,(*) ઉચ્ચસ્થાન, (૯) પાદપ્રક્ષાલન, (૯) પૂજન, (૯) પ્રણામ, (૯) મનશુદ્ધિ, (૯) વચન શુદ્ધિ, (૯) કાયશુદ્ધિ તથા (૯) આહાર શુદ્ધિ આ પ્રમાણે નવધાભકિત છે. (૩) નવ પ્રકારની ભકિત : (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, સખ્ય, દાસ્ય અને આત્મનિવેદન) (૧) સંગ્રહ એટલે પડગાહન કરવું, મુનિરાજને ખૂબ આદરપૂર્વક ભોજન
માટે નિમંત્રણ આપીને, ઘરમાં પ્રવેશ કરાવવો. (૨) ઉચ્ચ સ્થાન, અર્થાત્ ઘરમાં લઇ જઇને, તેમને ઊંચા આસન પર
બેસાડવાં. (૩) પાદોદક, અર્થાત્ તેમના પગ નિર્દોષ જળથી ધોવા. (૪) અર્ચન, અર્થાત્ આઠ દ્રવ્યથી તેમની પૂજા કરવી અથવા ફકત અર્થ
ચડાવવો. (૫) પ્રણામ, અર્થાત્ પૂજન પછી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી. (૬) વાશુદ્ધિ, અર્થાત્ વિનયપૂર્વક વચન બોલવા, એવી વચનશુદ્ધિ. (૭) કાયશુદ્ધિ, અર્થાત્ હાથ અને પોતાનું શરીર શુદ્ધ રાખવું. (૮) મનશુદ્ધિ અર્થાત્ મન શુદ્ધ કરવું જેમ કે, દાન દેવામાં પરિણામ સેવા
તથા ભકિતરૂપ રાખવા, ખોટા પરિણામ ન કરવા. (૯) એષણાશુદ્ધિ, અર્થાત્ આહારની શુદ્ધિ રાખવી. આહારની બધી
વસ્તુઓ, નિર્દોષ રાખવી.
૫૦૨ આ રીતે નવ પ્રકારની ભકિતપૂર્વક જ આહારદાન આપવું જોઇએ. આ નવધાભકિત, મુનિ મહારાજને માટે જ છે. અન્યને માટે યોગ્યતા
પ્રમાણે, ઓછી વસ્તી છે. નવનિધિ ચક્રવર્તી નવનિધિના સ્વામી હોય છે. તે નવનિધિ આ પ્રમાણે છેઃ
કાલનિધિ, મહાકાલનિધિ, પાંડુનિધિ, માણવકનિધિ, શંખનિધિ,
નૈસર્પનિધિ, પદ્મનિધિ, પિંગલનિધિ અને રત્નનિધિ. નવપદ અરિહંદ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન,
સમ્મચારિત્ર તથા તા. નવયું અને દસમું ગુણસ્થાન આઠમા ગુણસ્થાન પછી, ક્રમે ક્રમે નવમું અને દસમું
ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. નવા અપૂર્વ, પૂર્વે કદી ન થયું હોય, તેવું નવાઈ નવું, નવીન. નવીન કર્મબંધ કેમ થાય છે ? ફળ દેવાનો સ્વભાવ, જડ કર્મમાં અને તેને
જાણવાને સ્વભાવ, જીવનો છે. જડનું ફળ ભોગવવાનો, જીવનો સ્વભાવ નથી, પણ જે જીવ, પોતાને ભ્રાંતિરૂપ માની રાગ દ્વેષવાળો થાય છે, તે માને છે કે, હું સુખી-દુઃખી છું, હું પુણ્યવંત , હું પાપી છું, એ પ્રમાણે, કર્મ પ્રકૃતિના ફળમાં સ્વામિત્વ સ્થાપીને, તેમાં રતિ-અરતિ કરે છે. પુણય ફકત સંયોગ આપે, તે પુણ્યના સંયોગ કહેતા નથી કે, તું અમને ભોગવ, તેમાં જેને પુણયનાં ફળ મીઠાં લાગે, અને તેને હું ભોગવું છું, એમ જે માને, તે મહા અજ્ઞાની છે. તે પુણ્યના સંયોગ એમ નથી કહેતા કે, અમારા નિમિત્તે તું રાગ કર, હર્ષ કર, અમારો સ્વામી થા, છતાં જીવ તેમાં કર્તાપણાની, મારાપણાની, ભોકતાપણાની કલ્પના કરે છે. અને એ જ્ઞાનની ભૂલ કરે છે. જેમ કોઇને, પાપ સંયોગની પ્રતિકૂળતા આવી એટલે કે, શરીરમાં ક્ષયરોગ થયો, જુવાન દીકરી વિધવા થઇ, પુત્ર મરી ગયો, ઘર સળગી ગયું તે બધા સંયોગો કહેતા નથી કે, તું દ્વેષ દુઃખની કલ્પના કર, મમતા કર. જડ કર્મ પણ નથી કહેતું કે, તું ભુલ કર, પણ જીવને, પર વસ્તુમાં મમતા છે, રાગ છે, તેથી તે તેને ઠીક-અકીક માને છે, સ્વરૂપમાં ભ્રાન્તિ થવાથી જીવે તેમ માન્યું છે.