________________
કોઇ એમ કહે કે પુણ્ય ભોગવ્યા વિના ટળે નહિ. તો તે બરાબર નથી. પુણ્ય તો ચૈતન્યથી ભિન્ન, વિકારી વિજાતીય વસ્તુ છે, તે પર ઉપાધિને ભોગવવાનો ભાવ તું કેમ રાખે છે? તેનો પ્રેમ તે તો ચેતનનો સ્વયં અપરાધ છે, પુણ્યનું કાર્ય તો સંયોગ આપે છે, પણ કોઇને પરાણે રાગ કરાવે, મમતા કરાવે, એમ થતું નથી, પણ જો તેમાં સુખબુદ્ધિ મોહભાવે જીવ કરે, તો નવીન કર્મબંધ થાય. એવો પુદ્ગલ અજીવ દ્રવ્યનો, સ્વતંત્ર સ્વભાવ છે, અને તે તેની સ્થિતિ (કાળ) પૂરી થયે ફળ દેખાડે છે.
નમું ધર્મધનભોગ :મારી ધર્મરૂપી લક્ષ્મીના ભોગને ભોગવતો હું નમું છું. આનંદરૂપી લક્ષ્મી તે ખરેખર (આત્માનું) ધન છે. આનંદનો નાથ પ્રભુ આત્મા તેની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં જે આનંદનો લાભ થાય તેનો ભોગ-અનુભવ કરું છું નય-સમભંગી :જે સમભંગીથી કહેવામાં આવેલ, ગુણ અથવા પર્યાય દ્વારા, તે ગુણ કે પર્યાયનું જ્ઞાન થાય, તે નય-સમભંગી છે.
નયનય સાર નવા નવા નયોનો સાર. જ્ઞાનના પવિત્ર અંશો વડે, સ્વાધ્યાય
વધતાં, સ્વકાળનો અકષાય પુરુષાર્થનો સાર વધતો જાય છે.
નય :બે નયો છે. બે નયોના બે વિષયો પણ છે અને શાસ્ત્રોમાં કથન પણ બે નયથી આવે છે. પરંતુ તેમાંથી એક નય (આતેયની અપેક્ષા) હેય છે અને એક નય ( આશ્રયની અપેક્ષા) ઉપાદેય છે. બન્ને નય પરસ્પર સ્વરુધ્ધ છે. દ્રવ્યનયથી પર્યાયનય અને પર્યાયનયથી દ્રવ્યનય વિરુધ્ધ છે. નિશ્ચયનયથી વ્યવહારનય અને વ્યવહારનયથી નિશ્ચયનય પરસ્પર વિરુધ્ધ છે. બેમાંથી નિશ્ચયનય એક આશ્રય કરવા યોગ્ય છે. જયારે વ્યવહારનય હેયપણે જાણવાલાયક છે. આ રીતે બે નય પરસ્પર વરુધ્ધ છે છતાં વ્યવહારથી ન્ચિય માને તો બે નય કયાં માન્યા ? ભાઇ ! વાદિવાદથી પાર આવે એવું નથી. વસ્તુસ્વરૂપ જ આવું છે. (૨) પ્રમાણ દ્વારા નકકી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. પ્રમાણ દ્વારા નકકી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે તેથી તેના અવયવો અનંત સુધી થઇ શકે છે. શ્રુતપ્રમાણના વિકલ્પ ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ
૫૦૩
નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણ સાપેક્ષરૂપ હોય છે. (મિતિ, અવિધ, કે મન:પર્યય-જ્ઞાનમાં નયના ભેદ પડતા નથી.) (૩) વક્તાનો અભિપ્રાય તે નય. વસ્તુને સર્વાંગે ગ્રહણ કરે તે જ્ઞાન પ્રમાણજ્ઞાન. પ્રમાણજ્ઞાનના અંશ તે નય. વસ્તુના એક અંશને કહેનાર સાપેક્ષવચન તે નય. (૪) નય બે પ્રકારે છેઃ- દ્રવ્યાર્થિક અને પર્યાયર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બન્ને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગન કરાયેલા એવા શુધ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. (૫) જ્ઞેય પદાર્થ અખંડ છે છતાં તેને જાણતાં શેય પદાર્થના જે ભેદ (અંશ, પડખાં) કરવામાં આવે છે તેને નિક્ષેપ કહે છે. તે અંશને જાણનાર જ્ઞાનને નય કહે છે. નિક્ષેપ નયનો વિષય છે. નય નિક્ષેપનો વિષય કરનાર (વિષયી) છે. (૬) શ્રુતજ્ઞાનનું પડખું (૭) શ્રુતજ્ઞાનનું પડખું (૮) યથાર્થપણે જાણેલા પદાર્થમાંથી, એક પડખાને મુખ્ય અને બીજા પડખાને ગૌણ કરીને, જાણનારુ જ્ઞાન. (૯) પ્રમાણારા નકકી થયેલી વસ્તુના, એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે, તેને નય કહે છે. (૧૦) તે નિક્ષેપને (અંશને) જાણનાર જ્ઞાનને, નય કહે છે. નિક્ષેપ, નયનો વિષય છે, નય નિક્ષેપનો વિષય કરનાર (વિષયી) છે. (૧૧) પ્રમાણદ્વારા નકકી થયેલી વસ્તુના, એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે, તેને નય કહે છે. પ્રમાણ દ્વારા નકકી થયેલ, અનંત ધર્માત્મક વસ્તુના, એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે, તે નય છે. શ્રુતપ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને, નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. નય બે પ્રકારના છેઃ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નય. (૧૨) શ્રુતજ્ઞાનનું પડખું (૧૩) વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર જ્ઞાનને, નય કહે છે. જૈનશાસ્ત્રોમાં મુખ્યપણે, બે નયોનું વર્ણન છે. દ્રવ્યાર્થિક નય તથા પર્યાયાર્થિક નય. આ નયોમાં જ બધા નયોનો, સમાવેઈં થઇ જાય છે. (૧૪) પદાર્થના અનંત સ્વરૂપને, જુદી જુદી અપેક્ષાએ કહે, તે નય. નયના મુખ્ય સાત ભેદ છે,